• રવિવાર, 06 જુલાઈ, 2025

રશિયાનો યુક્રેન ઉપર ફરી મોટો હુમલો

            રાતભર કીવ તરફ છોડયા 550 ડ્રોન અને મિસાઈલ, 23 લોકોનાં મૃત્યુ, ઈમારતોને મોટાપાયે નુકસાન

મોસ્કો, તા. 4: રશિયાએ ફરી એક વખત  યુક્રેન ઉપર મોટો હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ ઉપર 550 મિસાઈલ અને શાહિદ ડ્રોન દાગ્યા હતા. કીવમાં પુરી રાત ધડાકાના અવાજ સંભળાતા રહ્યા હતા. યુક્રેને કહ્યું હતું કે, હુમલામાં 23 લોકોને ઈજા પહોંચી છે તેમજ ઈમારતોને મોટું નુકસાન થયું છે. આ હુમલો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત અને યુક્રેનને હથિયારોની ખેપ રોકવાના અમેરિકાના નિર્ણયના અમુક કલાક બાદ જ થયો હતો.

રશિયન વાયુસેનાએ કહ્યું હતું કે, તેણે રાતભરમાં યુક્રેનમાં 550 ડ્રોન અને મિસાઈલ છોડયા છે. જેમાંથી મોટાભાગના શાહિદ ડ્રોન હતા. હુમલામાં 11 મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કીવમાં સતત ડ્રોનનો ગડગડાટ અને વિસ્ફોટો, મશીન ગનથી ગોળીબારના અવાજો સંભળાતા રહ્યા હતા. યુક્રેની સેનાએ હવાઈ હુમલા રોકવાની પુરતી કોશિશ કરી હતી. કહેવાય છે કે હુમલાનું મુખ્ય લક્ષ્ય કીવ હતું. મેયર વિટાલી ક્લિટસ્કો અનુસાર હુમલામાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા છે. રશિયાએ નવ મિસાઈલ  અને 63 ડ્રોનથી આઠ સ્થળે સફળ હુમલા કર્યા હતા. જ્યારે યુક્રેની વાયુસેનાએ 270 ડ્રોન અને બે ક્રુઝ મિસાઈલને તોડી પાડી હતી. અન્ય 208 લક્ષ્ય રડારમાંથી ગાયબ થયા હતા.

રશિયા દ્વારા યુક્રેનમાં કેમિકલ હથિયારોનો ઉપયોગ: જર્મન અને ડચ એજન્સીઓનો દાવો

જર્મન અને ડચ ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયા રાસાયણીક હથિયારોનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે. દાવો છે કે રશિયા ડ્રોનની મદદથી ચોકિંગ એજન્ટ છોડે છે. જેનાથી લોકોનો શ્વાસ રૂંધાવા લો છે અને બંકરોમાંથી બહાર નિકળવું પડે છે. બહાર નિકળતા જ ગોળી મારી દેવાય છે. ડચ રક્ષા મંત્રી રૂબેન બ્રેકલમાંસના કહેવા પ્રમાણે રશિયા ઉપર આકરા પ્રતિબંધો લાદવાની જરૂરીયાત છે. દુનિયાભરમાં કેમિકલ વેપન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આવા હથિયાર માનવતા અને પર્યાવરણ બન્ને માટે જોખમી છે. ડચ સૈન્યના ગુપ્તચર વિભાગના પ્રમુખ પીટર રીસિંગે કહ્યું હતું કે, તેઓના જાણવામાં આવ્યું છે કે, રશિયા યુક્રેન સામે જીતવા ક્લોરોપાઈત્રિનનો ઉપયોગ કરે છે. આ એક ઝેરી રસાયણ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢ : બિલ્ડરના ઘરમાં ઘૂસી 7 લાખ રોકડા 3.50 કરોડના ચેક પડાવી લીધા પૈસાની લેતી-દેતી કારણભૂત : મારકૂટ કરનાર 4 સામે ફરિયાદ July 05, Sat, 2025