પૂર્વ
કેન્દ્રીય મંત્રી ડૉ.યોગેન્દ્ર મકવાણાનું નિધન
કોંગ્રેસમાંથી
શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્થાપ્યો હતો
અમદાવાદ,
તા.ર1: ગુજરાતના રાજકારણમાં દલિત સમુદાયના એક અગ્રણી ચહેરા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા
(તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી) ડૉ.યોગેન્દ્ર મકવાણાનું 9ર વર્ષની જૈફ વયે નિધન થયું
છે. રર ઓક્ટોબર 1933માં આણંદ જિલ્લાના સોજીત્રા ગામે તેમનો જન્મ થયો હતે. આજે જન્મ
દિવસના એક દિવસ પહેલા જ તેમણે વિદાય લેતા શોક મોજુ ફરી વળ્યું છે. તેમના નિધનથી ગુજરાતના
રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ડો.યોગેન્દ્ર મકવાણા લાંબા સમય સુધી ભારતીય રાષ્ટ્રીય
કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
તેઓનો રાજકીય કારકિર્દીનો મોટો ભાગ રાજ્યસભામાં રહ્યો હતો. તેઓ 1973 થી 1988 સુધી રાજ્યસભાના
સભ્ય તરીકે રહ્યા હતા. જ્યાં તેમણે 1પ વર્ષ સુધી ગુજરાત અને દલિત સમાજના હિતોનું પ્રતિનિધિત્વ
કર્યુ હતું. લાંબા સમય સુધી કોંગ્રેસમાં સક્રિય રહ્યા બાદ ડૉ.યોગેન્દ્ર મકવાણાએ ર008માં
કેંગ્રેસથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે દલિત અને બહુજન સમાજના હિતોને કેન્દ્રમાં
રાખીને પોતાનો નવો રાજકીય પક્ષ ‘નેશનલ બહુજન કોંગ્રેસ’ (ગફાશિંજ્ઞક્ષફહ ઇફવીષફક્ષ ઈજ્ઞક્ષલયિતત)ની
સ્થાપના કરી હતી. જો કે, આ રાજકીય પ્રયોગ સફળ થઈ શક્યો નહોતો.
વિરમગામ-સાણંદના
પૂર્વ ધારાસભ્ય, સહકારી આગેવાન વજુભાઈ ડોડિયાનું અવસાન
અમદાવાદ,
તા.21: અમદાવાદ ગ્રામ્યના રાજકારણ, સહકારી ક્ષેત્રના પીઢ નેતા તથા વિરમગામના પૂર્વ
ધારાસભ્ય વજુભાઈ ડોડિયાનું 75 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. વજુભાઈ ડોડિયા
જનસંઘના સમયથી જ રાજકારણમાં સક્રિય હતા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પાયાના કાર્યકરોમાં
તેમની ગણના થતી હતી. તેમના અવસાનથી વિરમગામ-સાણંદ વિસ્તારમાં અને ભાજપના રાજકીય વર્તુળોમાં
શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વજુભાઈ ડોડીયાએ વર્ષ 2002 થી 2007 દરમિયાન ભાજપના ધારાસભ્ય
તરીકે વિરમગામ-સાણંદ વિસ્તારની જનતાની સેવા કરી હતી. વિસ્તારના વિકાસલક્ષી કાર્યો પર
ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ચક્ષુદાન
માનવ
સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને 383મું ચક્ષુદાન કરાયું
ધોરાજી:
તોરણિયા ગામના કેશરબેન ધનજીભાઈ ખીચડિયાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.કેશરબેનના ચક્ષુદાન
કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને જાણ કરાતા સરકારી
હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો.હિતેન રાઠોડ, મેડીકલ ટીમે દિવાળીના
તહેવારોમાં પણ રજા રાખવાને બદલે સેવાકીય કામગીરી કરી ચક્ષુદાન સ્વીકાર્યું હતું. આ
તકે ગાંડુભાઈ ખીચડિયા, રણછોડભાઈ, મગનભાઈ, ધીરૂભાઈ, રમણીકભાઈ, પ્રફુલ્લભાઈ, મુકેશભાઈ
વગેરે ઉપસ્થિત હતા.
જામનગર:
સિંગચ (વાડીનાર)ના નિવાસી લલિતાબેન બદિયાણી (ઉં.75) તે ધીરજલાલ ભીમજીભાઈ બદિયાણીના
પત્ની, વિપુલભાઈ, સ્વ.હરેશભાઈના માતુશ્રી, સાગર, પૂજા અને કેયુરના દાદીનું તા.20ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4થી 4-30, સિંગચ મુકામે તેમના નિવાસ સ્થાને
મોસાળ પક્ષની સાદડી સાથે છે.
જામનગર:
ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ઈલાબેન ત્રિવેદી (ઉં.78) તે અનંતરાય શંકરલાલ ત્રિવેદીના
પત્ની, સ્વ.કેતનભાઈ, આશીષભાઈ ત્રિવેદી (આયુર્વેદ હોસ્પિટલ)ના માતુશ્રી, મેઘનાબેન, મીનાબેન
અને રૂપલબેનના સાસુ, જયભાઈ, ઓમભાઈ અને દેવભાઈના દાદી, સ્વ.ભાનુશંકર દેવશંકર ત્રિવેદી
(જામવંથલી)ના પુત્રી, સ્વ.હરેશભાઈ, હર્ષદભાઈના બહેન અને સ્વ.મુગટરાય, વિનોદરાય, નરેન્દ્રભાઈ
અને પરેશભાઈના ભાભી, અલ્પેશભાઈ (યશ ક્લાસીસ), જયવીનભાઈ (નવાનગર બેંક), પાર્થભાઈ (જી.જી.હોસ્પિટલ)ના
ભાભુનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.24ના સાંજે 5થી 5-30,
પાબારી હોલ, જામનગર છે.
ગોંડલ:
ચંદ્રિકાબેન હર્ષદરાય પટોળિયા (ઉ.68) તે હર્ષદરાય જેઠાલાલ પટોળિયા (એપીએમસી-ગોંડલ)ના
પત્ની, જીજ્ઞેશભાઈ, જાગૃતિબેન જગતકુમાર સોજીત્રા, ચિરાગભાઈના માતૃશ્રીનું તા.ર0ના અવસાન
થયું છે. બેસણું તા.ર4ના સાંજે 4થી 6, હેમવાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.
માળિયા
હાટીના: તુલશીદાસ રૂગનાથભાઈ રૂઘાણી (અનુભાઈ ફરસાણ) (ઉં.8ર) તે સ્વ. નારણદાસભાઈ, સ્વ.
કરશનદાસભાઈ, સ્વ. વૃજલાલભાઈ, સ્વ. જેન્તીભાઈ, સ્વ.ચીમનભાઈના ભાઈ, વલ્લભદાસ દેવરાજ ભુપ્તાણી
(ડોળાસા)ના જમાઈનું તા.ર0ના અવસાન થયું છે.
માણાવદર:
મૂળ આંબલિયા, હાલ-માણાવદર ધનેશ્વરભાઈ અમૃતલાલ જોષી (ઉં.6પ) તે વાસુદેવભાઈ, પ્રદીપભાઈ,
ગૌતમભાઈના પિતાશ્રી, ઓધવજીભાઈ મૂળજીભાઈ મહેતા (ભડ)નાં જમાઈ, સ્વ.ચંદ્રિકાબેન દિનેશભાઈ
મહેતા મહિયારી હાલ (મુંબઈ) તથા મધુબેન ચંદુલાલ વ્યાસ હાંડલા હાલ (કેશોદ) તથા સ્વ.ધનલક્ષ્મીબેન
પ્રવીણભાઈ જોશી નગડલાના ભાઈનું તા.16ના અવસાન થયું છે. તા.ર3ના બપોર પછી 3થી પ જૂના
ટેલિફોન એક્સચેન્જવાળી, ગલી આશા પાન પાસે, માણાવદર છે.