ચક્ષુદાન
પોરબંદર:
પોરબંદરમાં લોહાણા સમાજના મહિલાનું નિધન થતા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. તા.18ના
યુગાન્ડા ઇન્ડસ્ટ્રીવાળા સ્વ.લક્ષ્મીદાસભાઇ લાલજીભાઇ કાનાણીના પુત્રવધૂ, જીતેન્દ્રભાઈ
લક્ષ્મીદાસભાઇ કાનાણીના પત્ની, દેવર્ષ અને દેવાંષના માતા તથા શાંતીલાલ દેવચંદભાઈ મશરૂના
પુત્રી વંદનાબેન જીતેન્દ્રભાઈ કાનાણી, (ઉં.વ.58)નું અવસાન થતા કાનાણી પરિવારે સ્વ.વંદનાબેન
કાનાણીના નેત્રોનું દાન આપી બે અંધને ફરી દૃષ્ટિ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે.
મુંબઈ:
સૌરાષ્ટ્રના મૂળ દામનગર નિવાસી બાજખેડાવાળ બ્રાહ્મણ નટવરલાલ બચુભાઈ વ્યાસ (ઉં.78) હાલ
કાંદિવલી તે જયાબેન દવેના નાના ભાઈ, મધુબેનના પતિ, નિતેશભાઈ, તુષારભાઈના પિતાશ્રી,
મનીષાબેન, ભાવનાબેનના સસરા, અનુષ્કા, અરહાન, આશ્કા અને આરવના દાદાનું તા.18ના ધનતેરસે
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ને રવિવારે સાંજે 4 થી 6, કમ્યુનિટી હોલ, પ્રથમ માળ,
કેસર આશીષ, ઓફ લીંક રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ-400067 ખાતે રાખેલ છે. મો.નં.94793
73132, 98195 86400
જામનગર:
સ્વ. ભગવાનદાસ હરિદાસ બદિયાણી (જામખંભાળિયા વાળા)ના પત્ની લક્ષ્મીબેન (ઉં.87) તે રંગોલી
ડ્રેસીવાળા રમેશભાઇ, બિપીનભાઇ (જૂનાગઢ), રાજેશભાઇ, ગોકુલભાઇના માતુશ્રી, આકાશ, મીત,
આનંદ, સાગર અને ઉત્સવના દાદીમાં, ધીરજબેન વિઠ્ઠલદાસ બદિયાણીના ભાભીનું તા.19ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા તા.20ના સાંજે 4થી 4-30 પાબારી હોલ ખાતે ભાઇઓ-બહેનો માટે છે.
પોરબંદર:
વંદનાબેન જીતેન્દ્રભાઇ કાનાણી (ઉં.58) યુગાન્ડા ઇન્ડસ્ટ્રીઝવાળા, સ્વ. લક્ષ્મીદાસ લાલજી
કાનાણીના પુત્રવધૂ, જીતેન્દ્રભાઇ લક્ષ્મીદાસ કાનાણીના પત્ની, દેવર્ષ, દેવાંશના માતુશ્રી,
માણાવદરવાળા સ્વ. શાંતિલાલ દેવચંદ મશરૂના પુત્રીનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થના
સભા, પિયરપક્ષની સાદડી તા.20ના બપોરે 3-30થી 4 દરમિયાન પોરબંદરની લોહાણા મહાજન વાડીના
પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે.
જૂનાગઢ:
હરકિશનભાઇ વનમાળીદાસ રાજપરા તે ચામુંડા કોમર્શિયલ વાળા નિકુંજભાઇ રાજપરા, ધવલભાઇના
પિતાશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.20ના સવારે 9થી 11 રૂદ્રદીપ એપાર્ટમેન્ટ
(પાર્કિંગ) તળાવ દરવાજા, લાંચરૂશ્વત શાખા વાળી શેરી, ડોક્ટર મૂર્તિના હોસ્પિટલ સામે
જૂનાગઢ છે.