ચક્ષુ-ત્વચાદાન
રાજકોટ:
મનજીભાઈ પ્રેમજીભાઈ ગઢીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન તથા સ્કીન
ડોનેશન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન
જાગૃતિ અભિયાનમાં કુલ 762 દાન થયેલુ છે. આ ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન વિજયભાઈ ડોબરીયાના
સહયોગથી થયેલુ છે.
જુનાગઢ:
લોહાણા ઠા.માધવરાય દાવડા (રીટાયર્ડ, જીઈબી, ઉં.77) તે ભાયાવદરના વતની સ્વ.મોહનલાલ વલ્લભદાસ
દાવડાના પુત્ર, બાબરાના કરીયાણા ગામ નિવાસી સ્વ.વિઠ્ઠલદાસ નારણજી સવાણીના જમાઈ તથા
કેતનભાઈ, પરાગભાઈ, ક્રિષ્નાબેન મનીષકુમાર કક્કડ (રાજકોટ)ના પિતા તેમજ મીત, મહેક, વિધીના
દાદાનું તા.23ના અવસાન થયું છે.
રાજકોટ:
વિરલભાઈ શાહ (ઉ.54) તે સ્વ.ઉમેદભાઈ ઝવેરચંદ શાહના પુત્ર, પાર્થના પિતા, વિનોદરાયના
ભત્રીજા તેમજ મહેશભાઈ, જીતેન્દ્રભાઈ (મસ્કત), ભરતભાઈ, ઉષાબેન હર્ષદભાઈ વોરા, આશાબેન
બકુલભાઈ શાહ, બીનાબેન કમલેશભાઈ સંઘવીના નાના ભાઈ, સ્વ.અમૃતભાઈ ભાઈચંદ પંચમિયાના જમાઈનું
તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ને ગુરૂવારે સવારે 10 થી 10-30 તથા પ્રાર્થનાસભા
સવારે 10-30 થી 12, શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુમાં, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે
છે.
રાજકોટ:
પરેશકુમાર રાઠોડ (ઉ.46) તે સ્વ.ડાહ્યાલાલ નાનજીભાઈ તથા ગં.સ્વ.હર્ષાબેનના પુત્ર, પારૂલબેન
પ્રકાશકુમાર સવાણી, અદિતિબેન આશુકુમાર પ્રસાદના ભાઈ તથા ધ્રુવ તેમજ માહીના મામાનું
તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ને સોમવારે બપોરે 4-30 થી 6, બ્રાહ્મણ બોર્ડિંગ,
9-14 ગોપાલનગર, ડો.પ્રકાશ રાજાણીના દવાખાના પાસે, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
પ્રકાશભાઈ વાગડિયા તે ભાઈલાલ નરભેરામ વાગડિયાના પુત્ર, પ્રતિકભાઈ, મિલનભાઈ, નંદનભાઈના
પિતા તથા વિનુભાઈના મોટાભાઈ, સ્વ.વસંતલાલ પરસોતમભાઈ રાણપરા (જેતપરવાળા)ના જમાઈ, દિવ્યેશભાઈ
તથા કૌશીકભાઈના બનેવીનું તા.રપના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર7ને સોમવારે
બપોરે 3.30 થી પ.00 ખીજડાવાળી યુનીટ-1, કોઠારીયાનાકા, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
અંજનાબેન (ઉ.વ.પ6) તે દિપકભાઈના પત્નિ, મૂળ આણંદપુર મોઢ વણિક સ્વ.જયંતિભાઈ લક્ષ્મીચંદ
પારેખના પુત્રવધુ, નંદિનીના માતા, આનંદ અને નિધિબેનના કાકી, રાજુભાઈ, અરવિંદભાઈ, સ્વ.ભારતીબેન
અને વિજયભાઈના નાનાભાઈના પત્ની તથા પંકજભાઈના ભાભી, સ્વ.બાબુભાઈ રણછોડભાઈ સોલંકી અને
ગં.સ્વ.પુષ્પાબેનના પુત્રી, સ્વ.અતુલભાઈ, સ્વ.નિતાબેન અને સ્વ.ચેતનભાઈના બહેનનું તા.ર4ને
શુક્રવારે અવસાન થયુ છે. બેસણુ તા.ર7ને સોમવારે બપોરે 4.30 થી પ.30 શ્રી કુવાવાળી ખોડિયાર
માતાજી મંદિર, લક્ષ્મીવાડી રાજકોટ ખાતે છે. પિયર પક્ષ સાદડી પણ સાથે છે.
ગોંડલ:
પ્રભાબેન શંભુભાઈ ગજેરા (ઉ.83) તે પ્રવિણભાઈના માતા તથા હર્ષ તેમજ ભૂમિતના દાદીનું
તા.રપને શનિવારે અવસાન થયું છે. બેસણુ તા.ર7ને સોમવારે બપોરે 3 થી 6 કડવા પટેલ સમાજ,
ગુંદાળા રોડ, બસ સ્ટેન્ડ પાસે, ગોંડલ
ખાતે
છે.
જૂનાગઢ:
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ પ્રજ્ઞાબેન દવે (ઉ.વ.63) તે કિશોરભાઈ લાભશંકર દવેના પત્ની
તથા જયદીપ, મિરલબેન ધવલકુમાર શ્રોત્રીય, કૃપાબેન નિખિલભાઈ મહેતાના માતા તથા શશીકાંતભાઈ,
પ્રવિણભાઈ, પ્રફુલભાઈના નાનાભાઈના પત્ની તથા નરેન્દ્રભાઈ, પંકજભાઈના ભાભી તથા સ્વ.રસીકભાઈ
ગો. ઓઝા, સ્વ.રમેશભાઈ, શશીકાંતભાઈ તથા હરેશભાઈ ઓઝાના બહેનનું તા.ર4ના અવસાન થયુ છે.
પોરબંદર:
મંગળાબેન મણિલાલ દત્તાણી (ઉ.વ.8ર) તે દિપકભાઈ, સંદીપભાઈ, જ્યોતિબેન રૂપારેલિયા, ભાવનાબેન
રાજાણી, રિટાબેન રૂઘાણીના માતા તથા જેમિશ અને ઉત્સવના દાદીનું તા.રપના અવસાન થયુ છે.
પ્રાર્થના સભા તા.ર7ને સોમવારે બપોરે 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા
હોલ ખાતે ભાઈ બહેનોની સંયુક્ત છે.
સાવરકુંડલા: અનસુયાબેન હર્ષદભાઈ ત્રિવેદી (ઉ.8પ)નું
તા.ર4ને શુક્રવારે અવસાન થયુ છે. બેસણુ તા.ર7ને સોમવારે 3 થી 6 પરશુરામ ઉપવન ગર્લ્સ
હાઈસ્કૂલની બાજુમાં, સાવરકુંડલા ખાતે છે.
સાવરકુંડલા: ઉષાકાન્તભાઈ એસ. વોરા (ઉ.96) તે ધીલેનભાઈના
પિતાનું તા.રરને બુધવારે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર7ને સોમવારે સાંજે 4 થી 6
શ્રી લોહાણા વિદ્યાર્થીભવન મહુવા રોડ, સાવરકુંડલા
ખાતે
છે.
કેશોદ:
ભાનુબેન ભુત (ઉ.78) તે ગોરધનભાઈ નાથાભાઈ ભુતના પત્ની, ડો.વિપુલભાઈ, રાજેશભાઈના માતાનું
તા.રપને શનિવારે અવસાન થયુ છે. બેસણુ તા.ર7ને સોમવારે સાંજે 6 પાનદેવ સમાજ, અગતરાય
રોડ, કેશોદ ખાતે છે.
વઢવાણ:
નયનાબેન પાબારી (ઉ.વ.84) તે સ્વ. દ્વારકાદાસભાઈ પરસોત્તમદાસભાઈ પાબારીના પત્ની, જમનાદાસભાઈ
તેમજ મુક્તાબેન રાજાણીના દીકરી, સુરેશભાઈ તથા પ્રફુલભાઈ, શોભનાબેન કુમુદભાઈ મિરાણીના
બહેન, ઈલાબેન હિતેશભાઈ ધનેશા તથા મીનાબેન પ્રકાશભાઈ વડેરાના માતાનું અવસાન થયું છે.
બેસણુ તા.ર7ને સોમવારે સાંજે 4 થી 6 હિતેષભાઈ વી. ધનેશાના નિવાસ સ્થાને એ/33, વિશ્વ
પ્રેમ પાર્ક, દૂધની ડેરી સામે, ઉપાસના સર્કલની બાજુમાં, વઢવાણ
ખાતે
છે.