ચક્ષુદાન
રાજકોટ:
નાગેશભાઈ કાંતિભાઈ પંડયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 763 દાન થયું છે. ઓક્ટોબર મહિનાનું
આઠમું (8) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ
માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું
છે.
ચક્ષુદાન
રાજકોટ:
ભરતભાઈ જમનાદાસ ફડિયા (સુદાનવાળા)નું અવસાન થતા જૈનમ ગ્રુપના સભ્ય મૌલિક મહેતાની પ્રેરણાથી
પરિજનોની ઈચ્છાનુસાર ચક્ષુ બે દૃષ્ટિહિન બાંધવને આપી નવી રોશની આપી છે. વિવેકાનંદ યુથ
ક્લબના માર્ગદર્શક મુકેશ દોશી તથા ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન
મોદી દ્વારા ચક્ષુદાન સ્વીકારાયું છે.
ખીજડિયા:
માંડવા (તા.ગઢડા, જી.બોટાદ) નિવાસી કારડિયા રજપૂત સ્વ.શામુબેન કાળુભાઈ સોલંકી (ઉં.80)
તે રઘુવીરભાઈ તથા ભરતભાઈ સોલંકી (ઢસા પોસ્ટ ઓફિસ)ના માતુશ્રી, હિતેશભાઈ, મહાવિરભાઈ
(આચાર્ય, રસનાળ પ્રા.શાળા)ના દાદી તથા ધોળા જંકશન નિવાસી પ્રતાપભાઈ અને રામસંગભાઈ મકવાણાના
મોટા બહેનનું તા.ર6મીએ અવસાન થયું છે. બેસણુ તા.30ને ગુરૂવારે અને 31ને શુક્રવારે રાખેલ
છે.
ગઢડા
(સ્વામીના): ગઢડા (સ્વામીના) નિવાસી વૈષ્ણવ સાધુ ઈશ્વરદાસ ભગવાનદાસ દાણીધારિયા (ઉં.71)
તે શાંતિદાસ દાણીધારીયા (ભજનિક)ના મોટાભાઈ તથા હરેશભાઈ અને ઉત્તમભાઈના પિતાનું તા.ર0મીએ
અવસાન થયુ છે.
ઢાંક:
મુળ જામજોધપુર હાલ જામનગર નિવાસી વસંતપુરી તુલસીપુરી ગોસ્વામી (ગુ.આયુ.યુનિ.)ના પત્ની
હંસાબેન (ઉ.68) તે પિયુષપુરી, સ્વ.હિરેનપુરી તથા કિરણબેનના માતુશ્રી તેમજ મૈત્રી તથા
કૃપાના દાદીમાનું તા.ર4ના રોજ અવસાન થયુ છે.
ડોળાસા:
જગમલભાઈ ઉર્ફે બાલુભાઈ વીરાભાઈ મોરી (ઉ.80) તે હરિભાઈ અને રામસિંહભાઈના પિતા તે અક્ષયભાઈ,
ચિંતનભાઈ અને રેનીશભાઈના દાદાનું તા.ર7ના રોજ અવસાન થયુ છે.
કાણકિયા
(તા.ગીર ગઢડા): ભૂપતભાઈ કરશનભાઈ નકુમ (ઉં.6ર) તે ધીરુભાઈના નાના ભાઈ તેમજ રાજેશભાઈના
પિતાનું તા.ર7ના રોજ અવસાન થયું છે.
રાજકોટ:
જયપ્રકાશ પંડયા (ઉ.વ.7ર) તે ચા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ.પ્રાણલાલ જગજીવન પંડયાના પુત્ર
સ્વ.ભગવતીપ્રસાદ શશીકાન્તભાઈ તથા ભારતીબેનના ભાઈ, સ્વ.આદિત્યરામના ભત્રીજા, દિપાલી
હરિકુમાર ત્રિવેદી, તેજલ પ્રશાંતકુમાર જોષી, પૂજા, જયપ્રકાશ પંડયાના પિતા તેમજ પ્રશાંતના
કાકા તેમજ ધ્રોલ નિવાસી હરખશંકરભાઈ દવેના જમાઈનું તા.ર6ના અવસાન થયુ છે. ઉઠમણુ તથા
પિયર પક્ષનું બેસણુ તા.30ને ગુરૂવારે સાંજે 4 થી 6 મિલપરા બ્રાહ્મણ બોર્ડિંગ, રાજકોટ ખાતે છે.
મોરબી:
મૂળ પલાસવા (કચ્છ) હાલ મોરબી ચંપાબેન (ઉ.71) તે નટવરલાલ બાબુલાલ કાથરાણીના પત્ની તથા
પ્રભુભાઈ, રસિકભાઈ અને દિલીપભાઈના માતુશ્રીનું તા.ર6મીએ અવસાન થયુ છે. ઉઠમણુ અને પિયરપક્ષની
સાદડી તા.30ને ગુરુવારે સાંજે 4 થી પ જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ
છે.