ચક્ષુદાન
રાજકોટ:
શાંતીલાલ રણછોડદાસ મહેતાનું અવસાન થતાં તેમના પરિવારજનોની ઇચ્છા અનુસાર તથા નાથળિયા
ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટ, રાજકોટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલું છે. આ ચક્ષુદાન ટ્રસ્ટના
અભિયાનમાં 39 છે.
પોરબંદર:
બાલકૃષ્ણ કેશવદાસ દેવમુરારી (ઉ.75) તે ભાવેશભાઇ તથા ચંદ્રકાંતભાઇના પિતાનું તા.3ના
અવસાન થયું છે. બેસણું તા.6ને ગુરૂવારે 3 થી 6 તેમના સુદામા પરોઠા હાઉસ પાછળના નિવાસ
સ્થાને છે.
પોરબંદર:
વનિતાબેન રાજાણી (ઉ.76) તે સ્વ. શાંતિલાલ વલ્લભદાસ રાજાણીના પત્ની, ભાવિનભાઇ, મેહુલભાઇ,
શિલ્પાબેન મહેશભાઇ અમલાણી, જિજ્ઞાસાબેન મયુરભાઇ કોટેચાના માતા, સ્વ. મકનજીભાઇ ભોવાનભાઇ કક્કડના પુત્રી તથા
જગદીશભાઇ અને ભરતભાઇના બહેનનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.5ને બુધવારે
4-15 થી 4-45 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત
છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
નિકાવા:
જગદીશભાઇ (ઉ.65) તે સ્વ. વલ્લભજી ત્રિકમજી સુચકના પુત્ર, સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. પ્રવીણભાઇ,
સ્વ. ભરતભાઇ તથા સ્વ. નટુભાઇનાં ભાઇ તથા મીરાબેનના પતિ, સ્વ. ભગવાનદાસ મુળજીભાઇ પરમાર
(મુંબઇ)નાં જમાઇ, હંસાબેન, ઇલાબેન, મીનાબેન, અરૂણાબેનના ભાઇનું અવસાન તા.3ને સોમવારે થયું છે. બેસણું તથા પિયર પક્ષની
સાદડી તા.4ને મંગળવારે સાંજે 4 થી 5 તેમના નિવાસ સ્થાન નિકાવા ગામે મુકામે છે.
રાજકોટ:
મનહરલાલ ખુશાલચંદ બદાણી (ઉ.88) તે સંજયભાઇ, નિમેશભાઇ, હિતેનભાઇના પિતાનું તા.2ને રવિવારે
અવસાન થયું છે. ઉઠમણું તા.6ને ગુરૂવારે સવારે 10 થી11 તથા પ્રાર્થના સભા: સવારે 11
થી 12 મહાવીર ભવન (જૈન બોર્ડિગ), હોટલ સિલ્વર પેલેસ સામેની શેરીમાં, માલવીયા ચોક, રાજકોટ
ખાતે છે.
બાબરા:
નિર્મળ (ગોપાલ -ઉ.40) તે સ્વ. હસમુખલાલ મોરારજીભાઇ મૃગ અરડોઇ વાળાના પુત્ર, અનિલભાઇ, પ્રવિણભાઇ, રાજુભાઇ, ભવિનભાઇ, દક્ષાબેન,
મિતાબેન, નયનાબેનના ભાઇ અને કુસુમબેનના પુત્રનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ને
ગુરૂવારે લોહાણા મહાજનવાડી મહાદેવવાડી ગોંડલ ખાતે 4 થી 5 છે.
રાજકોટ:
લીલાવંતીબેન શાંતીલાલ વીંછી (ઉ.95) તે જયંતીલાલ જગજીવનદાસ મેર તથા દિવ્યાબેન પ્રફૂલકુમાર
આશરાના મોટા બહેન તેમજ ભાવેશભાઇ, પીયુષભાઇ તથા જગદીશભાઇના ફઇબાનું તા.30ને ગુરૂવારે
અમદાવાદ મુકામે અવસાન થયું છે.