• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: કાંતિલાલ ગોકળભાઈ વાઢેરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 767 દાન થયેલ છે.

રાજકોટ: મોઢ ત્રિવેદી બ્રાહ્મણ પ્રદીપભાઈ શંકરલાલ દવેના પત્ની શ્રીમતી પુનીતાબેન (ઉ.પ0) તે કૃપાના માતૃશ્રી, સ્વ.ભરતભાઈ ચંદ્રશંકર વ્યાસના દીકરી, જીતેન્દ્રભાઈના બહેનનું તા.4નાં અવસાન થયુ છે. બેસણુ તા.6ના સવારે 9 થી 10, ર03/સી, વીંગ એસ્ટર સુંદરમ્ સીટી માધાપર ચોકડીથી બેડી તરફ પુલ ઉતરીને જમણી બાજુ, રાજકોટ છે.

જેતપુર: જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, જનસંઘી કાલિદાસભાઈ હમીરભાઈ પારઘી તે પ્રેમજીભાઈ, સ્વ.વિજયભાઈ, પ્રવીણભાઈના પિતાશ્રી, નિલેનભાઈના દાદાનું તા.રના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 મેઘવાળ સમાજની વાડી, નવા દરવાજા, વડલી ચોક, જેતપુર છે.

રાજકોટ: અગતરાય નિવાસી હાલ રાજકોટ મનહરલાલ ખુશાલચંદ બદાણી (ઉં.88) તે સંજય, નિમેશ, હિતેન, શિલ્પાનાં પિતાશ્રી, ક્રિષ્નાબેન, રિનાબેન, ગીતાબેન, હરેશકુમાર મહેતાનાં સસરા અને ખંજન, રિદ્ધિ, ડો.નેન્સી, પ્રાંશીના દાદાનું તા.રના અવસાન થયું છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.6નાં સવારે 10 કલાકે મહાવીર ભવન, (જૈન બોર્ડિંગ), માલવીયા ચોક, રાજકોટ છે.

મોરબી: ગોસાઈ વિજયાગૌરી (ગવરીબેન) રમણીકગીરી (ઉં.7પ) તે નરેશગીરી, મહેશગીરી, ઉષાબેન જનકગીરી (મોરબી), સુધાબેન મુકેશગીરી (મોરબી)ના માતૃશ્રી, સુરેશભાઈ ગોસ્વામી (પત્રકાર), ભરતગીરી કરશનગીરી (રાજકોટ)ના કાકી, મિલનગીરી ભગવાનગીરીના ભાભુ, શિવાષી, સત્યમગીરીના દાદીનું તા.4ના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 આશાપુરા પાર્ક, સરદાર ચેમ્બર પાછળ, ગાયત્રીનગરની બાજૂમાં, વાવડી રોડ, મોરબી છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ કોયલી હાલ રાજકોટ રંજનબાળા જટાશંકર જોષી (ઉ.71) તે સ્વ.દિલસુખભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, સ્વ.બળવંતરાયના બહેન, વિમલભાઈ, તુષારભાઈ, વિશાલભાઈ, કિશનભાઈ, દર્શનાબેન ત્રિવેદીનાં ફૈબાનું તા.31નાં અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.નં.81608 86702, 99250 21692.

રાજકોટ: સ્વ.મગનલાલ દામોદર વોરાના પુત્ર નિલેશભાઈના પત્નિ, ભારતીબેન (ઉં.પ7) તે સ્વ.અનંતભાઈ ઉદાણીના પુત્રી, સોનલબેન, સંજયભાઈના બેન, પ્રતિક, વિક્રમના માતૃશ્રી, દિશાના સાસુનું તા.4ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.6ના સવારે 11 વાગે મહાવિરનગર ઉપાશ્રય, મહાવિર સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ છે.

રાજકોટ: વિમળાબેન નાનાલાલ ગોહિલ (ઉં.93) તે સ્વ.નાનાલાલ રાઘવજીભાઈ ગોહિલના પત્ની, સ્વ.ડો.સુધીરકુમાર એન. ગોહિલ, મીનાબેન નિરંજનસિંહ પરમાર અને સમીર કુમાર એન ગોહિલના માતુશ્રી, સ્વ.ડો. ચંદ્રિકા સુધીરકુમાર ગોહિલ, પ્રીતિબેન સમીર કુમાર ગોહિલના સાસુ, ડો.પ્રતીક સુધીરભાઈ ગોહિલ, સમર્થ એસ. ગોહિલના દાદી, ડો.પરીન પરમારના નાનાનું તા.3નાં અવસાન થયુ છે. બેસણુ તા.6ના 4 થી 6 ‘ગોહિલ ગઢ’ શિવાલય એપાર્ટમેન્ટવાળી શેરી, સદગુરુનગર, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

આણંદ:સ્વ.પ્રકાશ રમાનાથ ધોળકિયા તે હર્ષાબેનના પતિ, ડો.સોહમ તથા નિકુંજના પિતાશ્રી, સ્વ.હેમ પુષ્પ, સ્વ.હરેશ, ચંદ્રશેખર, કુલીન, પરેશ, વીરેશ તથા પિયુષના ભાઈનું અવસાન થયુ છે. પ્રાર્થનાસભા બન્ને જગ્યાએ જામનગરમાં તા.6ના સાંજે 4.30 થી 6.30 બેન્કવેટ હોલ, ઓશવાળ સેન્ટર અને આણંદ ખાતે તા.8ને શનિવારે બપોરે 3 થી પ સરદાર પટેલ બેન્કવેટ હોલ, 80 ફૂટ રોડ, આણંદ છે.

સાવરકુંડલા: ફાતેમાબેન તૈયબઅલી હથીયારી તે મરહૂમ રોશનઅલી મુ.કમરૂદ્દીનભાઈ કપાસીના પત્ની, હાતીમભાઈ, ફખરૂદ્દીનભાઈ, ઝાહરાબેન (મોરબી)ના માતા, રીઝવાનાબેનના સાસુનું તા.4ના વફાત થયેલ છે. જીયારતના સીપારા તા.6ને ગુરુવારે સવારે 11 કલાકે ઈઝઝી મસ્જિદ, સાવરકુંડલા છે.

બેટાવડ: રઘુભા લાલુભા જાડેજા તે સ્વ.જગદીશસિંહ નારૂભાના ભાઈ મહેન્દ્રસિંહ, સહદેવસિંહ, પ્રતિપાલસિંહના કાકા, ભવ્યરાજસિંહના પિતાનું તા.3ના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં બપોરે 3 થી 6 રાજપૂત સમાજ,

બેટાવડ છે.

ઇ-પેપરના નવા શુલ્ક