• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

avshan nodh

ફૂલછાબના સરક્યુલેશન મેનેજરના સસરા અને પૂર્વ કર્મચારી અનિલભાઈ શાત્રીનું અવસાન

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી અનિલભાઈ નરેન્દ્રભાઈ શાત્રી (ઉ.વ.73) તે જ્યોતિબેનના પતિ, સ્વ. સુધીરભાઈ, સતિષભાઈના ભાઈ, નીરવ, ફાલ્ગુની ચેતનભાઈ દોશીના પિતા, મુકેશભાઈ, કમલેશભાઈ ગાંધીના બનેવી, ભારતીબેન જયંતકુમાર જાની, વિણાબેન નલિનકાંતભાઈ પંડયા, ઉપમાબેન ગીરીશકુમાર રાવલ, ભક્તિબેન પ્રવિણકુમાર ઠાકરના ભાઈ, ચેતનભાઈ દોષી(ફૂલછાબ)ના સસરાનું તા.25ને રવિવારે અવસાન થયું છે. તેમનું ઉઠમણું તા.26ને સોમવારે સાંજે 5 કલાકે, શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઈન રોડ, ઈન્દિરા સર્કલ પાસે રાખેલ છે.

 

જામનગર: ભાટીયાવાળા સ્વ.તરૂણકુમાર વલ્લભદાસ દત્તાણી (ઉ.વ.56) તે સ્વ.વલ્લભદાસ કુરજીભાઈ દત્તાણીના પુત્ર, વનિતાબેનના પતિ, શ્યામના પિતા, દમયંતીબેન નરેન્દ્રકુમાર વિઠલાણી, જયેશભાઈના ભાઈનું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ના સાંજે 4 થી 4-30, પાબારી હોલ સેલરમાં છે. સસરા પક્ષની સાદડી પણ સાથે છે.

રાજકોટ: સ્વ.લાલજીભાઈ ભગવાનજીભાઈ અનડકટ (ઉ.વ.92) તે વિજયભાઈ, નિકુંજભાઈ, પ્રિતીબેન કાનાબારના પિતા, નેહાબેન, હિરલબેન, ડો.ચંદ્રેશભાઈ કાનાબારના સસરા, ડો.હર્ષ, માનસી, ડો.યશ્વી (ફ્લોરી) કાછેલાના દાદાનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું અને શ્વસુર પક્ષની સાદડી તા.26ને સોમવારે સાંજે 4-30 થી 5-30, રામેશ્વર મંદિર, રૈયા રોડ, હવેલી ચોક પાસે છે.

જેતપુર: નવાગઢ નિવાસી હીરાભાઈ કરશનભાઈ બારોટ તે જગદીશભાઈ, શિવદાનભાઈના પિતાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે તેમના નિવાસ સ્થાન, નવાગઢ, જાગૃતિપરા ખાતે છે.

જૂનાગઢ: મુળ સરાડીયા હાલ ડોમ્બીવલી (મુંબઈ) નરેશભાઈ રમેશભાઈ લખલાણી (ઉં.57) તે સ્વ.રમેશભાઈ રૂગનાથભાઈ લખલાણીના પુત્ર, ભારતીબેનના પતિ, હીનાબેન, જૈનીશભાઈના પિતા, સ્વ.વિષ્ણુભાઈ લખલાણી, મધુબેન હરસુખભાઈ કેલૈયા, કંચનબેન ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટ, હંસાબેન રતિલાલ સિંધવના ભત્રીજા, મનીષાબેન મુકેશભાઈ બ્રહ્મભટ્ટ (આફ્રિકા), મીતાબેન રાજુભાઈ બ્રહ્મભટ્ટ, નીશાબેન રાજુભાઈ કેલૈયા, અલ્પાબેન કલ્પેશભાઈ બ્રહ્મભટ્ટ (વડોદરા)ના મોટાભાઈનું તા.24ના અવસાન થયું છે.

રાજકોટ: ગોપાલભાઈ જગતસિંહ જરોલી તે મુકેશભાઈ, અમીતભાઈના પિતાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6, લોધેશ્વર કો.ઓપ.હાઉસીંગ હોલ, શ્રદ્ધા સ્કૂલ સામે, માલવીયા કોલેજ મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

જામનગર: સરોજબેન નરેન્દ્રભાઈ મપારા (ઉ.વ.75) તે એડવોકેટ નરેન્દ્રભાઈ ધરમશીભાઈ મપારાના પત્ની, એડીશનલ ડિસ્ટ્રીકટ જજ વિવેક મપારા, એડવોકેટ દેવલ મપારાના માતા, ધારાબેનના સાસુ, દુરવાના દાદી, રાદિકાના નાની, એડવોકેટ અનીલ સી.કોઠારીના મોટાબેન, એડવોકેટ સ્વ.ચમનલાલ કોઠારીના પુત્રીનું તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ને સોમવારે સાંજે 4 થી 4-30 કલાકે, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.

રાજકોટ: લુહાર રામજીભાઈ લખમણભાઈ ઉમરાણીયા (ઉં.76) તે વડીયાવાળા શૈલેષભાઈ, રાજુભાઈના પિતા, ઋત્વિકના દાદાનું તા.22ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6, રૈયા ચોકડી પાસે, ભવનાથ મહાદેવ મંદિર, અમૃત હોસ્પિટલ વાળી શેરી, શિવમ પાર્ક, રાજકોટ ખાતે છે.

ઉપલેટા: સ્વ.રતિભાઈ કેશવજીભાઈ સોલંકી (ઉં.75) તે સંદીપભાઈ, રાજેશભાઈ, ભાવેશભાઈના પિતા, અતુલભાઈના મોટાભાઈ, નેહલભાઈના મોટા બાપુજીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે 3 થી 5, મચ્છુ કડિયા લુહાર સમાજની વાડી, મનાલી હોલ, બડા બજરંગ રોડ ખાતે ઉપલેટા ખાતે છે.

સાવરકુંડલા: અંબાબેન ભીમજીભાઈ ગોહીલ (ઉં.78) તે કમલેશભાઈ ભીમજીભાઈ ગોહીલના માતા, ચિંતનભાઈ, ગૌતમભાઈના દાદીનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6, ભગીરથ સગર સમાજની જ્ઞાતિની વાડી, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલા: બટુકભાઈ ભગવાનભાઈ ચુડાસમા (ઉં.63) તે મનસુખભાઈ ભગવાનભાઈ ચુડાસમાના ભાઈનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6, નિવાસ સ્થાને, કૃષ્ણ પ્લોટ, રાજગોર બોર્ડીંગવાળી ગલી, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલા: નરેશભાઈ રતિલાલ વનરા (ઉં.71) તે હીરેનકુમાર, પ્રશાંતકુમાર, અમીતકુમારના પિતાનું તા.24ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.26ને સોમવારે સાંજે 4 થી 6, પારેખ વાડી કોર્નર, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વાડી, નીચેનો વિભાગ, સાવરકુંડલા ખાતે છે.

રાજકોટ: કંસારા અનીલકુમાર કાંતિલાલ સોલંકીના પુત્ર દિવ્યાંગ અનીલકુમાર સોલંકી (ઉ.વ.34)નું તા.24ને શનિવારે અવસાન થયું છે. જેમનું ભગવદ સ્મરણ તા.26ને સોમવારે સાંજે 4 થી 5, રામેશ્વર મંદિર, પુનિત સોસાયટી મેઈન રોડ, વીર ભગતસિંહ શોપીંગ સેન્ટર સામે, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક