ચક્ષુદાન
રાજકોટ:
મનિષાબેન હિતેશભાઈ ભટ્ટનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 792 ચક્ષુદાન થયાં છે. આ ચક્ષુદાન પ્રદીપભાઈ રાવલના
સહયોગ મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે
જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા : મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
ગોંડલ:
ભરતકુમાર ચત્રભુજભાઇ સંપટના પત્ની, ભાવનાબેન (ઉં.70) તે હિમાંશુભાઇ, સ્વ. હેતલબેનના
માતુશ્રીનું તા.17ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ને મંગળવારે સાંજે 4થી
5 કચ્છી ભાટિયા મહાજન વાડી, 4- મહાદેવવાળી, ગોંડલ ખાતે રાખેલ છે.
રાજકોટ:
ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. કનૈયાલાલ તથા સ્વ. હેમલતાબેન સંઘાણીનાં પુત્ર, નીતિનભાઇ
(ઉં.61) તે સિદ્ધાર્થ તથા શ્વેતાના પિતાશ્રી, સ્વ. અમિતાબેન ભરતભાઇ સંઘવી તથા પલ્લવીબેન
જીતેન્દ્રભાઇ દોશીના ભાઇનું તા.18મીએ અવસાન થયું છે.