• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: દિનેશભાઈ મેપાભાઈ મકવાણાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 793 ચક્ષુદાન થયા છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી સ્વ.નલિનીબેન પ્રભાશંકરભાઈ પંડયાનું અવસાન થતા જગદીશ આબોટી બ્રાહ્મણ સમાજ રાજકોટના પ્રમુખ, ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના કાર્યકર્તા જીગ્નેશભાઈ પુરોહીતની પ્રેરણાથી પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દૃષ્ટિહીન બાંધવોને દૃષ્ટિ આપવાનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. સ્વ.નલિનીબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી ચક્ષુદાન જાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા 187મું ચક્ષુદાન છે.

શહેરીજનોને પોતાની આસપાસ પાડોશમાં પરિવારમાં કે અન્ય કોઈના અવસાન વેળાએ ચક્ષુદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે. ચક્ષુદાન માટે કોઈપણ સમયે સમિતિના અનુપમ દોશી 94282 33796 અથવા ઉપેનભાઈ મોદી 98240 43143નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

દેહદાન

ભાવનગર: માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ રમાબેન દીક્ષિત- વિરાણી (ઉં.94) તે સ્વ. જયશ્રીકાંત વિરાણીનાં પત્ની, ચિંતન-પુલકિતનાં માતુશ્રી, મનુભાઈ દીક્ષિતનાં બહેન, કુશલનાં ફૈબાનું તા.19મીએ અવસાન થયું છે. સદ્ગતની ઇચ્છા અનુસાર દેહદાન કરવામાં આવ્યું છે.

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ મોરબી નિવાસી હાલ તળાજા વિજયભાઈ (ઉં.63) તે નટવરલાલ ગોકળજી રાવલના પુત્ર અને કોકીલાબેનના પતિ, વિરલભાઈ રાવલ (મહાદેવ)ના અને જયમાલાબેનના પિતા, નીરવકુમાર કમલેશભાઈ જોષી (અધ્યક્ષ, જિલ્લા યુવા ભાજપ ભાવનગર)ના સસરા, મીનાબેન લલીતકુમાર મહેતા (જામનગર), સ્વ.ભારતીબેન ભરતકુમાર પંડયા (જામજોધપુર), સ્વ.હર્ષાબેન જયેશકુમાર ત્રિવેદી (પોરબંદર), પ્રકાશભાઈ, દિનેશભાઈ, હરેશભાઈ જેશંકરભાઈ રાવલ (મોરબી)ના ભાઈ અને મહિપતલાલ છોટાલાલ વ્યાસના જમાઈ અને પરેશભાઈ વ્યાસ (રાજકોટ)ના બનેવી, કમલેશભાઈ જોષી (તળાજા)ના વેવાઈનું તા.19મીએ અવસાન થયું છે. સંયુક્ત સાદડી તા.22ને  ગુરૂવારે બપોરે 3 થી 5 તેમના નિવાસ સ્થાન, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, મેલડી માતાના મંદિર સામે, તળાજા ખાતે રાખેલ છે.

જામનગર: મોઢવણિક સ્વ. નટવરલાલ છબીલદાસ મહેતા (ઉં.93) તે સ્વ. વીણાબેનના પતિ, કીર્તિ, પ્રતિમા, બિમલ અને વિરેનના પિતા, તનીશ, મીતના દાદાનું તા.19ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: તા.22ને ગુરુવારે સાંજે 5થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

રાજકોટ: પડધરી નિવાસી હાલ મુંબઇ નવીનચંદ્ર ઓધવજીભાઇ મહેતા (ઉં.90) તે પ્રતિભાબેનના પતિ, સ્વ. વાડીલાલભાઇ, સ્વ. રતિલાલભાઇ, સ્વ. શાંતિલાલભાઇ, સ્વ. કિરણભાઇ, ભૂપતભાઇ, સ્વ. મુકતાબેન, સ્વ. વિજયાબેન અને પ્રીતિબેનના ભાઇ, જીતા મનોજભાઇ શાહ, જીગોના સંદીપભાઇ ગાંધી, શીતલ આશિષભાઇ પાટીલના પિતા, હૃદય, યશવી અને રિશાનના નાનાનું તા.19મીએ મુંબઇ ખાતે અવસાન થયું છે.

ડોળાસા: અડવી, તા. કોડિનાર કાળાભાઇ વરજાંગભાઇ વાઢેળ (ઉં.60) તે ડો. વિરલ વાઢેળ, શર્મિષ્ઠાબેન અજીતભાઇ મોરી (જાંજરિયા) અને પરિતાબેન ઉર્વિનકુમાર ગોહિલ (પીપળી)ના પિતા તેમજ ગાંડાભાઇ વરજાંગભાઇ વાઢેળ, મંડાણભાઇ અને સ્વ. ઘેલાભાઇના ભાઇનું તા.18ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.22ને ગુરુવારે અડવી મુકામે, કોમ્યુનિટી હોલ ખાતે રાખેલું છે.

તળાજા: મોરબી નિવાસી હાલ તળાજા વિજયભાઇ રાવલ (ઉં.63) તે નટવરલાલ ગોકળજી રાવલના પુત્ર  અને કોકીલાબેનના પતિ, વિરલભાઇ રાવલ (મહાદેવ) અને જયમાલાબેનના પિતા, નિરવ કમલેશભાઇ જોષીના સસરા, સ્વ. મીનાબેન લલિતકુમાર મહેતા (જામનગર), સ્વ. ભારતીબેન ભરતકુમાર પંડયા (જામજોધપુર), સ્વ. હર્ષાબેન જયેશકુમાર ત્રિવેદી (પોરબંદર), પ્રકાશભાઇ, દિનેશભાઇ, હરેશભાઇ જેશંકરભાઇ રાવલ (મોરબી)ના ભાઇ અને મહિપતલાલ છોટાલાલ વ્યાસના જમાઇનું તા.19મીએ અવસાન થયું છે. સાદડી: તા.22ને ગુરુવારે બપોરે 3થી 5 તેમના નિવાસસ્થાન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, મેલડી માતાના મંદિર સામે, તળાજા ખાતે રાખેલું છે.

રાજકોટ: છત્રાસા નિવાસી હાલ રાજકોટ સ્વ. ઇન્દુભાઇ સૌભાગ્યચંદ દોશીના પત્ની, મધુબેન (ઉં.70) તે ચિરાગભાઇ અને દેવાંગભાઇના માતુશ્રી, પ્રશમના દાદી અને ધોરાજી નિવાસી પ્રમોદભાઇ ભુપતભાઇ પટવાના બહેનનું તા.19મીએ અવસાન થયું છે. ઉઠમણું: તા.22ને ગુરુવારે સવારે 10 કલાકે તેમજ પ્રાર્થના સભા ગુરુવારે સવારે 11 કલાકે શ્રી સત્યપુન ધામ ઉપાશ્રય, ગાંધીગ્રામ જૈન સંઘ જિનાલાય પાસે, ગાંધીગ્રામ શેરી નં.4-:, નાણાવટી ચોક પાસે, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર: વિનોદરાય બાબુલાલ મારૂ (ઉં.75) તે જયોત્સનાબેનના પતિ, સ્વ. રજનીકાંત બાબુલાલ મારૂના નાનાભાઇ અને પ્રતિક તથા મનીષાના પિતાશ્રીનું તા.20ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: તા.22ને ગુરુવારે સાંજે 4થી 4-30 રામેશ્વરનગર, રામેશ્વર મંદિર, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

રાજકોટ: રેખાબેન ભરતભાઇ જોબનપુત્રા (ઉં.61) તે ભરતભાઇના પત્ની, તે સમીરભાઇ તથા ભાવિનીબેનના માતુશ્રી તે જયેશભાઇ, વિરાજભાઇ, સંજયભાઇ, સોનલબેનના ભાભી તેમજ તે દયાબેન અને સ્વ. કાલિદાસભાઇ દામોદરભાઇ ચોટાઇના દીકરી તે શરદભાઇ, દિનેશભાઇ, દીપકભાઇ, હરેશભાઇ, જયશ્રીબેન અરવિંદકુમાર રાયચુરાના બહેનનું તા.19ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તેમજ પિયરપક્ષની સાદડી: તા.22ને ગુરુવારે સાંજે 4 થી 5 ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર: પિંકીબેન વાછાણી તે ડો. નારાયણ એસ. વાછાણીના પત્ની, નિખીલ વાછાણી તથા ડો. ક્રિષ્ના વાછાણીના માતુશ્રીનું તા.19ના અવસાન થયું છે. પગડીયું/ ઉઠમણું: ભાઇઓ તથા બહેનો માટે તા.21ને બુધવારે સાંજે 5 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

રાજકોટ: ડાયબેન છગનભાઇ ઝાટકિયાનું તા.20ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.22ના રોજ સવારે 8-30થી 10-30 ડી-901, સનસિટી હેવન, પાણીના ટાંકાની સામે, રૈયાધાર મેઇન રોડ, રામાપીર ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

જૂનાગઢ: વ્રજલાલ આણંદજી બાટવીયા (ઉ.71) તે ગોપાલભાઈ, રેખાબેન અને નિશાબેનના પિતા, સ્વ.લક્ષ્મીદાસ પુરૂષોત્તમ લાખાણીના જમાઈ તથા ચંદ્રકાંતભાઈ, કિશનભાઈ અને રામભાઈના બનેવીનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તથા સાદડી તા.22ના સાંજે 4 થી 5, જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જુનાગઢ ખાતે રાખેલ છે.

જુનાગઢ: પ્રજાપતિ ગોવિંદભાઈ અરશીભાઈ વડુકુળ (ઉં.77) તે વાલજીભાઈ, કુરજીભાઈ અને કોમલબેનના પિતા તથા પરાયુસીના દાદાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, હનુમાન મંદિર, દીપાંજલી 2, ટીંબાવાડી, જુનાગઢ ખાતે રાખેલ છે.

લોઢવા: પ્રશ્નાવડા નિવાસી આજાગીરીનારાયણ બ્રાહ્મણ કંચનબેન કાન્તીલાલ પુરોહીત (ઉ.વ.85) તે સંજયભાઈ, જીતુભાઈના માતુશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરૂવારે પ્રશ્નાવાડા અમારા નિવાસ સ્થાને બપોરે 2 થી 6 વાગ્યા સુધી રાખેલ છે.

ગઢડા (સ્વામીના): કાપરડી નિવાસી રામાનંદી સાધુ મહંત આત્મારામજી ગોવિંદરામજી લશ્કરી (ઉં.81) તે પરેશભાઈ, ઉદયભાઈ, હીતેશભાઈ, જયશ્રીબેન રાજેશકુમાર નિમ્બાર્ક (માંડવા)ના પિતા, ચિરાગ અને ડેનીસના દાદા, મહંત બલરામજી ગોવિંદરામના મોટાભાઈ, ગૌતમભાઈ, સુરેશભાઈ અને ચંદ્રકાંતભાઈના કાકા, ભક્તિરામભાઈ, હરેશભાઈ અને હસમુખભાઈના બાપુજી, અમરેલી મનુભાઈ ચરણદાસ (મીરા પાન), વિજયભાઈ ચરણદાસ (ઢસા જં)ના બનેવીનું તા.18મીએ અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરૂવારે સવાર થી સાંજ સુધી એક દિવસ માટે તેમના નિવાસ સ્થાને, કાપરડી, તા.ગઢડા, જી.બોટાદ ખાતે

રાખેલ છે.

કાલાવડ: જેતુનબેન બદરૂદીનભાઈ તેજાણી ઝવઝતે હુસેનભાઈ ગાડાવાલાના બૈરો તેમજ ઝૈનબબેન સૈફુદીનભાઈ મુસાણી (કાલાવડવાળા)ના માતુશ્રીનું તા.20ના અવસાન થયું છે. જીયારત/સીયુમના સીપારા તા.21ને બુધવારે મગરીબ-ઈશાની નમાઝ બાદ સૈફી મસ્જિદ, વોંકરા કાંઠે, ધોરાજી મુકામે રાખેલ છે.

રાજકોટ: જસુમતીબેન (ઉં.71) મુળ ધોરાજી હાલ રાજકોટ તે હેમંતલાલ ઓટમચંદ વોરાના પત્ની તથા શાંતિલાલ હીરાચંદના પુત્રી, અતુલભાઈના માતુશ્રી અને મેઘનાબેનના સાસુનું અવસાન થયું છે. ઉઠમણું તા.22ને ગુરૂવારે સવારે 10 વાગ્યે પારસધામ દેરાસર, 2, જલારામ, રાજકોટ ખાતે

રાખેલ છે.

સોનગઢ: આનંદબા ગોહીલ તે ભીખુભા ઘેલુભા ગોહીલના પત્ની તેમજ બળદેવસિંહ, રણજીતસિંહ, સ્વ.દેવેન્દ્રસિંહ, સ્વ.દિલજીતસિંહ ઘેલુભાના ભાભી તેમજ પ્રવિણસિંહ અને સ્વ.રઘુવીરસિંહના માતુશ્રી તેમજ દિપકસિંહ, બળદેવસિંહ, ગૌતમસિંહ બળદેવસિંહ, બ્રીજરાજસિંહ રણજીતસિંહ, જયકૃષ્ણદેવસિંહ, રણજીતસિંહ, જયરાજસિંહ દેવેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ દેવેન્દ્રસિંહના ભાભુ તથા ધવલસિંહ, પ્રવિણસિંહના દાદીનું તા.19મીએ અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક