પોરબંદર:
પ્રતિભાબેન (પ્રજ્ઞાબેન) મોઢા (ઉ.વ.6ર) તે સુધીરભાઈ જયંતીલાલ મોઢાના પત્ની, મનોજભાઈના
નાનાભાઈના પત્ની, સ્વ.જીતેન્દ્રભાઈ, અતુલભાઈ તથા ભાવનાબેન કિશોરભાઈ થાનકીના ભાભી, પરેશ
ત્રિભુવન થાનકીના બહેનનું તા.ર0ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રરને ગુરૂવારે બપોરે
4 થી પ દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વંડી, હાથી ટાંકી રોડ ખાતે છે.
રાજકોટ:
અંનતભાઈ મોહનલાલ મકવાણા તે સ્વ.મનુભાઈ, મહેન્દ્રભાઈ, શરદભાઈ, શશીકાંતભાઈના ભાઈનું તા.19ને
સોમવારે અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.રરને ગુરૂવારે સાંજે 4 થી 6 બાપુનગર
મેઈન રોડ, મહાદેવ મંદિર, જીલ્લા ગાર્ડનની અંદર, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
મહેન્દ્રભાઈ કાનજીભાઈ વ્યાસ તે અલ્પેશભાઈ, ચિરાગભાઈ તથા અર્ચનાબેનના પિતાનું તા.ર1ના
અવસાન થયું છે. બેસણુ તા.ર3ના શુક્રવારે 3 થી પ તેમના નિવાસ સ્થાને છે.
વાંકાનેર:
રસીકલાલ (ઉ.વ.8ર) તે સ્વ.બારભાયા રતીલાલ માવજીભાઈના પુત્ર, યોગેશભાઈના પિતા તથા મનુભાઈ,
પ્રવિણભાઈ, હરીભાઈ, ખુશાલભાઈના મોટાભાઈ તથા પાટડીયા મગનલાલ હંસરાજભાઈના જમાઈ તથા વલ્લભદાસ,
જયંતિલાલ, પ્રકાશભાઈ તથા ભરતભાઈના બનેવીનું તા.ર1ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ
તા.રરને ગુરૂવારે સાંજે 4 થી 6 રામચોક, બ્રાહ્મણની વાડી, વાંકાનેર ખાતે છે. લૌકીક વ્યવહાર
બંધ છે.
મોરબી:
છોટાલાલ મણિલાલ ખિરૈયા (ઉ.83) તે સ્વ.સંજયભાઈ, સ્વ.વિજયભાઈ, અજયભાઈ, જાગૃતિ જીલેશકુમાર
સોમૈયાના પિતા તેમજ પ્રશાંત, હેમાંશુ, યસના દાદાનું તા.ર0ને મંગળવારે અવસાન થયુ છે.
બેસણુ તા.ર3ને શુક્રવારે સાંજે 4 થી 6 જલારામ મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબી ખાતે
છે. શ્વસુર પક્ષની સાદડી સાથે છે.
જામનગર:
મૂળ ગામ નાના ખડબા હાલ જામનગર મંગલસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.80) (અજંતા વાળા)નું તા.20નાં
રોજ અવસાન થયું છે. બેસણું: તા.22ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન રોકડિયા
હનુમાન મંદિર પાસે, મિલન સોસાયટી, નવાગામ ઘેડ, જામનગર ખાતે રાખેલ છે.
દેરડી(કુંભાજી):
રમણીકભાઇ ઉમિયાશંકર મહેતા (ઉ.97)નું તા.20ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.24ને શનિવારે
અમારા નિવાસસ્થાને રાખેલ છે.
રાજકોટ:
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ દિનકરભાઈ (ઉં.વ.70) (નિવૃત્ત નેશનલ ઈન્સ્યુરન્સ)
તે સ્વ.કાશીરામ મયાશંકર જોષીના પુત્ર, સ્વ.ભોગીલાલભાઈ (ની.ઈજનેર), સ્વ.જગદીશભાઈ, સ્વ.નવનીતભાઈ
(નિવૃત્ત એલઆઈસી), સુરેશભાઈ (નિવૃત્ત પીએસઆઈ) અને સરલાબેન વિનોદરાય ત્રિવેદીના નાનાભાઈ
તેમજ અમિત અને દિગંતના કાકાનું તા.19ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરુવારે
ચંદ્રમૌલેશ્વર મહાદેવજીનું મંદિર, ચંદનપાર્ક મેઈન રોડ, શેરી નં.5નો ખૂણો, પેરેડાઈઝ
હોલ પાછળ, રૈયા રોડ, રાજકોટ મુકામે સાંજે 4થી 5-30 છે.
રાજકોટ:
પ્રકાશગિરિ વેલગિરિ ગોસ્વામી તા.18ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરુવારે
સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને છે.
રાજકોટ:
મનુભાઈ વિઠ્ઠલદાસ મોરઝરિયા (એક્સાઈડ બેટરી-ઓવરસીઝ એજન્સીઝ) તે પ્રણવભાઈના પિતાશ્રી,
ફાલ્ગુનીબેનના સસરા તેમજ તાન્યા, શિવરાજ, યુગના દાદાનું તા.21ને બુધવારે અવસાન થયું
છે. પ્રાર્થના સભા તા.22ને ગુરુવારે સાંજે 4થી 5, ઠાકોરદ્વાર રેસીડેન્સી પર્ણકુટીર
પોલીસ ચોકી સામે, શ્રી કોલોની મેઈન રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
દશા સોરઠિયા વણિક શાંતિલાલ વૈદ્ય (ઉં.વ.94) તે સ્વ.ગોરધનદાસ ભગવાનજી વૈદ્યના પુત્ર,
સરોજબેનના પતિ અને સ્વ.નિષિત, બીનાબેન તથા પલ્લવીબેનના પિતાશ્રી, સ્વ.ધીરૂભાઈ, સ્વ.મુગટભાઈ,
સ્વ.મધુબેન, સ્વ.ચંપાબેન, હંસાબેન, ઈન્દુબેનના મોટાભાઈ તથા સ્વ.કેશવલાલ અમૃતલાલ રઘાણી
(બગસરા)ના જમાઈ, સ્વ.મનોજકુમાર, અતુલભાઈના સસરા, સ્વ.હરસુખભાઈ વ્રજલાલ કુરાણી (માણાવદર)ના
વેવાઈનું તા.20ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ને ગુરૂવારે સાંજે 4થી
5, તેમના નિવાસ સ્થાન, ‘હરિદયા’, દ્વારકેશ પાર્ક, શેરી નં.6, ડ્રીમ સીટી, આલાપ ગ્રીન
સીટી પાછળ, રાજકોટ ખાતે છે. લૌકિક ક્રિયા બંધ છે.
રાજકોટ:
ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ હિંમતલાલ કાનજીભાઈ રાવલ (ઉં.વ.78) તે રંજનબેનના પતિ, હરસુખભાઈ,
શોભનાબેન પંડયા તથા હંસાબેન પંડયાના ભાઈ, ડો.મલ્લિકાબેન રાવલના પિતાનું તા.20ના અવસાન
થયું છે. બેસણું તા.22ને ગુરુવારે સત્યેશ્વર મહાદેવ મંદિર, સત્યમ શિવમ સુંદરમ સોસાયટી,
એમઆરએફ શોરૂમની બાજુમાં, જામનગર રોડ, માધાપર ચોકડી નજીક, રાજકોટ ખાતે સાંજે 4થી 6 છે.
રાજકોટ:
મુક્તાબેન બાબુભાઈ જીલ્કા (ઉં.વ.90) તે લતાબેન વસંતભાઈ મકવાણા, મંજુબેન ગોપાલભાઈ ડોડિયા,
પૂજાબેન કિશોરભાઈ પરમાર તથા હરેશભાઈ મુકેશભાઈના માતાનું તા.20ને મંગળવારે અવસાન થયું
છે. બેસણું તા.22ને ગુરુવારે સાંજે 4થી 6, આશાપુરા મંદિર, હુડકો ક્વાર્ટર-હુડકો બસ
સ્ટોપ પાછળ, નવનીત ડેરી વાળી શેરી, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે છે.
સાવરકુંડલા:
નાગજીભાઈ સવજીભાઈ પરમાર (ઉં.વ.80) તે દિનેશભાઈ, સુરેશભાઈ તથા નીલેશભાઈના પિતાશ્રીનું
તા.20ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરુવારે સાંજે 4થી 6, ગુર્જર ક્ષત્રિય
કડિયા જ્ઞાતિ કોર્નરની વાડી, નીચેનો વિભાગ પારેખ વાડી, સાવરકુંડલા ખાતે છે.
અમરેલી:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ કાંતાબેન નાથાલાલ પંડયા (ઉં.વ.95) તે વિનોદભાઈ (અમદાવાદ),
અશોકભાઈ (બીએસએનએલ) તથા ઉષાબેન અરુણકુમાર જોષીના માતા તથા કેયુરભાઈ, નીકુંજભાઈ, રૂષીભાઈ
તથા પૂજાબેન પાર્થકુમાર જોષીના દાદી તથા પ્રેમશંકર હરિશંકર પંડયાના બહેનનું તા.21ના
અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરુવારે બપોરે 4થી 6, આર.કે.હોલ, કેરિયા રોડ, રેલવે
ગરનાળા પાસે, અમરેલી ખાતે છે.
પૂર્વ
સાંસદ લલિતભાઇ મહેતાના પત્નીનું અવસાન
વાંકાનેર:
ઇન્દુમતીબેન મહેતા (ઉ.86) તે વાંકાનેરના પૂર્વ સાંસદ સ્વ. લલિતભાઇ અમૃતલાલ મહેતાના
પત્ની, તુષારભાઇ, ભાવીનીબેન તથા કલ્પેન્દુભાઇના માતા અને હિનાબેન, મનિષાબેન અને કમલેશભાઇ
હીરાલાલ શાહના સાસુ તથા છગનલાલ હિરાચંદ મહેતાના પુત્રી, પલ્લવ તથા પરીના દાદીમા તથા બેલા નિધિશકુમાર શાહના નાનીમાનું તા.20ના અવસાન
થયું છે. ઉઠમણું: તા.22ને ગુરૂવારે સવારે 10 કલાકે જૈન ઉપાશ્રય મેઇન રોડ-વાંકાનેર તથા
પ્રાર્થના સભા સવારે 11 કલાકે વિશાશ્રી માળી જૈન ભોજનશાળા, દિવાનપરા, વાંકાનેર ખાતે
છે.
ગોંડલ
લુહાર સમાજના અગ્રણી વજુભાઇ હંસોરાનું અવસાન
ગોંડલ:
લુહાર વજુભાઇ બચુભાઇ હંસોરા (ઉ.88) તે ઘનશ્યામભાઇ, રાજુભાઇ, મુકેશભાઇ, દીપકભાઇ, કિરણભાઇના
પિતા તથા સ્વ. બટુકભાઇ, સ્વ. હસુભાઇ, સ્વ.
બળવંતભાઇ, સ્વ. વિનુભાઇ, પ્રકાશભાઇના મોટાભાઇનું અવસાન થયું છે. બેસણું: તા.22ને ગુરૂવારે
સાંજે 3 થી 5 શ્રી લુહાર વાડી, 15 સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે છે.
બાબરાના
સહકારી આગેવાન ડો. ચૌહાણનું અવસાન
બાબરા:
બાબરા શહેરને વર્ષો સુધી પોતાની કર્મભૂમિ બનાવી તબીબી ક્ષેત્રે લોક હૃદયસ્થ થયેલા મુળ
વડોદરાના વતની ડો. કંદર્પ હરિભાઇ ચૌહાણ (ઉ.90)
નું વડોદરા ખાતે અવસાન થયું છે. સ્વ. ડો.કંદર્પ ચૌહાણ વર્ષો પહેલા બાબરા સરકારી દવાખાનામાં
તબીબ તરીકે આવ્યા બાદ બાબરાને કર્મભૂમિ બનાવી અને પોતાની કલીનીક માધ્યમથી સામાજિક સેવા
કરી બાબરા નગરપંચાયતના સભાપતિ, ગ્રામ પંચાયત ઉપસરપંચ અને બાબરા પ્રથમ આર્થિક માતૃ સંસ્થા
નાગરિક સહકારી બેંકના સ્થાપક, ડિરેક્ટર અને વર્ષો સુધી ચેરમેન તથા મર્કન્ટાઇલ ક્રેડીટ
કો. ઓપ. બેંક સોસાયટીના સ્થાપક, ચેરમેન તરીકે સેવા આપી ચુકયા છે. બાબરા શહેરના સ્મશાન
ગૃહ નીલકંઠ મંદિરના વિકાસ સહિત શહેર માટે પીવાના પાણી, રસ્તા સહિત દુષ્કાળની સ્થિતિમાં
અબોલ જીવો માટે કેટલ કેમ્પોનું સંચાલન સદા લોક હૃદયમાં રહેશે. તેવો રાધારમણભાઇ અને
ડો. જનાર્દનભાઇના પિતાશ્રી થાય.