• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ : વિનોદરાય હીરાચંદભાઈ મણિયારનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 794 ચક્ષુદાન થયું છે. જાન્યુઆરી 25માં આ છઠ્ઠું (6) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: ધર્મેન્દ્રસિંહ ભીખુભાઈ પરમાર તે ભરતભાઈ, અશ્વિનભાઈના ભાઈનું તા.21ને બુધવારે અવસાન થયું છે. બેસણું તા.23ને શુક્રવારે સાંજે 4 થી 6, કુવાવાળી ખોડીયાર લક્ષ્મીવાડી, પુજારા પ્લોટ સામે, રાજકોટ

ખાતે છે.

જામનગર: બાજીબા (ઉ.વ.70) તે ગોપાલજી હમીરજી સોઢાના પત્ની, નરેન્દ્રસિંહના માતા, સાગરસિંહ, રાજેન્દ્રસિંહ, પ્રતાપસિંહ (આશાપુરા ઈલેકટ્રો પ્લેટર્સ)ના દાદીનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર3ના સાંજે 4 થી પ આશાપુરા હોટલ, જકાતનાકા, નાઘેડી રોડ, વિજયનગર, સીતારામ સોસાયટી શેરી નં.1, બ્લોક નં.18 જામનગર ખાતે છે.

ભાણવડ: જયશ્રીબેન (ઉ.વ.9ર) તે લોહાણા વેપારી સ્વ.ખીમજીભાઈ ગોવિંદજીભાઈ રાડીયાનાં પત્નિ, નરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ભાવિનભાઈ, જ્યોત્સનાબેન, ભાવનાબેન, પ્રજ્ઞાબેનનાં માતાનું તા.ર0ને મંગળવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.ર3 શુક્રવારે જલારામવાડી, વ્રજભૂમિ ખાતે સાંજે 4 થી 4.30 છે.

ત્રંબા (કસ્તુરબા ધામ): કમલેશભાઈ (ઉ.વ.49) તે મનસુખભાઈ લાલજીભાઈ ભટ્ટીના પુત્ર, વિજયભાઈ, મીનાબેન રાઠોડ, રેણુકાબેન ચુડાસમા, વર્ષાબેન ચુડાસમાના મોટાભાઈ તથા પીન્ટુબેનના નાના ભાઈ, સ્વ.વીરજીભાઈ, સ્વ.નાનજીભાઈ, સ્વ.ગીરધરભાઈ, સ્વ.બટુકભાઈ ભટ્ટીના ભત્રિજાનું તા.રરને ગુરૂવારે અવસાન થયુ છે. બેસણુ તા.ર4ને શનિવારે બપોરે 3 થી 6 તેમના નિવાસ સ્થાન ત્રંબા ખાતે છે.

મહુવા: પ્રભાશંકર મોહનલાલ જાની (ઉ.વ.86) તે સ્વ.જયશંકર, વ્રજલાલ, કાંતિલાલના ભાઈ તથા નિરંજનભાઈના કાકા, શ્યામસુંદર, ધીરજભાઈ, બકુલેશભાઈ, ભગવતીબેન, બંકિમકુમાર જોશીના પિતા, તરુણભાઈ, ઉદયભાઈ, ભાવિકભાઈ, અભિષેકભાઈ, નિકેત, ધ્રુમિત, મૌલિક, દર્શક, વિવેક, વૈભવ, ઓમ, લક્ષ્ય, આદિત્ય, આલોક, જૈત્ર, રૂદ્રાંશના દાદા, સ્વ.ગોવિંદજી છગનલાલ પંડયાના જમાઈ તેમજ ભાનુશંકર ગોવિંદજી પંડયા, ઘનશ્યામભાઈ ગોવિંદજી પંડયાના બનેવીનું તા.ર1ને બુધવારે અવસાન થયું છે. બેસણુ તા.ર4ને શનિવારે તેના નિવાસ સ્થાને છે.

રાજકોટ: જડીબેન શામજીભાઈ કમાણી તે ભરતભાઈ (ચીફ લોકો ઈન્સ્પેક્ટર-ઇન્ડિયન રેલ્વે, રાજકોટ)નાં માતા તથા અમિત પ્રતાપભાઈ કમાણી (સીનિયર સેક્શન ઓફિસર, ઈન્ડિયન રેલ્વે, રાજકોટ), વિશાલ મુકેશભાઈ કમાણી (ટેક્સ કન્સલ્ટન્ટ અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર-કમાણી એન્ડ કું), પારસ મુકેશભાઈ કમાણી (પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્ડિયન પોસ્ટ, અમદાવાદ), ઋષિકેશ ભારતભાઈ કમાણી (સી.એસ.ઓ., ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક, રાજકોટ)ના દાદીનું તા.ર0ને મંગળવારે અવસાન થયું છે. બેસણુ તા.ર3ને શુક્રવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન, 40-અવંતી પાર્ક, કોમન હોલ, ગેટ નંબર-ર, શીતલ પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

ચિતલ: રામસિંગભાઈ ડેર (ઉ.વ.66) (પૂર્વ સરપંચ) તે અમરેલી તાલુકાના મોણપુર નિવાસી પૂર્વ સરપંચ સ્વ.ભીખુભાઈ ગોરખભાઈ ડેર (વાવવાળા)ના પુત્ર, કનુભાઈ, મેકરણભાઈ અને રમેશભાઈના મોટાભાઈ, કમલેશભાઈ તથા જયરાજભાઈના પિતાનું તા.ર1ને બુધવારે અવસાન

થયું છે.

જામનગર: નરેન્દ્રભાઈ વિરમગામી (ઉ.71) તે સ્વ.કીર્તિકાંત જીવણદાસ વિરમગામીના પુત્ર, નયનાબેનના પતિ, સુયોગ તથા મીતલના પિતા, તૃપ્તિબેન અને હાર્દિકકુમારના સસરાનું તા.રરને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.ર3ને શુક્રવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન વિંગ પ01, માતૃ મેરીગોલ્ડ સાધુવાસવાણિકુંજ રોડ, રેલનગર પાસે, દ્વારકા વિલેજની બાજુમાં, રાજકોટ ખાતે છે.

ગોંડલ: વાલમ બ્રાહ્મણ સતિ માતાજી ઉપાધ્યાય પરિવારનાં પદ્માબેન (િનવૃત્ત શિક્ષિકા) તે ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયના પત્ની, અમૃતલાલ વ્યાસ (રીબવાળા)ના દીકરી તથા રમેશચંદ્ર અને સંજયભાઈના બહેન, હેમેક્ષભાઈ અને ગૌતમભાઈના માતા તથા કૃતિ, શ્રી અને સ્વરૂપના દાદીનું તા.ર1ના અવસાન થયું છે. બેસણુ તા.ર4 શનિવારે બપોરે 3.30 થી પ.30 અરુણ કોલોની કોમ્યુનિટી હોલ, રામજી મંદિર પાસે, ગોંડલ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: જયેશભાઈ કેશુભાઈ મેર (ઉ.47) તે શૈલેષભાઈ, મુકેશભાઈના નાના ભાઈ તેમજ નેહાબેન તિર્થકુમાર બાજોડીયા તથા રોમિતભાઈના પિતાનું તા.રરને ગુરૂવારે અવસાન થયુ છે. બેસણુ તા.ર6ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન, ‘િહંગળાજ કૃપા’, 10/13 જયરાજ પ્લોટ, રાજકોટ ખાતે છે.

બગસરા: તસ્નીમબેન ફિદાહુસેન ટીનવાલા (ઉ.વ.76) તે હુસેનીભાઈ ફીદાહુસેનભાઈ (મુંબઈ), મર્હુમ સકિનાબેન શબ્બીરભાઈ (ભાવનગર), ઝરીનાબેન શબ્બીરભાઈ (મુંબઈ), શરીફાબેન સાદીકભાઈ (ગારીયાધાર), દુરૈયાબેન હુસેનીભાઈ (પાલીતાણા)ના ભાઈનું તા.રરને ગુરૂવારે અવસાન થયુ છે. બીજીયા અને ઝીયારતના સીપારા તા.ર3ને શુક્રવારે સાંજે 7.30 કલાકે મગરીબ ઈશાની નમાઝ બાદ વજીહી મસ્જીદ બગસરા મુકામે છે.

જૂનાગઢ: સોરઠીયા શ્રીગોડ માળવી રેખાબેન જોશી (ઉં.49) તે પ્રવીણભાઈ ત્રીકમજી જોશીના પુત્રવધુ દિલીપભાઈના પત્ની તેમજ શાત્રી ભાવેશભાઈના ભાભીનું તા.ર0ના અવસાન થયુ છે. બેસણુ તા.ર3ના રોજ 4 થી 6, અમરનાથ મહાદેવ મંદિર, વાળંદ સોસાયટી, જુનાગઢ

ખાતે છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હંસાબેન (બકુબેન) જોષી (ઉ.વ.8પ) તે સ્વ.વ્રજલાલ ગોપાલજી જોષીના પત્ની, કેતનભાઈ તથા વિશ્વાસભાઈના માતા, મનાલી, હર્ષ તેમજ ઓમના દાદી, ભાવનાબેન તથા પુજાબેનના સાસુ, કિશોરભાઈ (એસ.ટી.જૂનાગઢ)ના ભાભી તથા સ્વ.રમણલાલ ભગવાનજી જોષી (ફોર્ટ સોનગઢ)ના પુત્રી, સ્વ.લક્ષ્મીકાંત, સ્વ.િદપકભાઈ તેમજ સ્વ.િકરણભાઈના બહેનનું તા.રરને ગુરુવારે અવસાન થયુ છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.ર4ને શનિવારે સાંજે 4 થી 6 અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય પાર્ક, અયોધ્યા ચોક, રાજકોટ ખાતે છે.

રાજકોટ: યશોમતીબેન (ઉ.વ.8પ) તે સ્વ.ગોરધનદાસ મોહનલાલ વસાના પત્ની, સ્વ.પોપટલાલ હિરાચંદ વોરાની પુત્રી, સ્વ.અનિલભાઈ, અજયભાઈ, મધુબેન કૈલાશકુમાર વોરા, નીતાબેન પ્રકાશકુમાર દોશી તથા આશાબેન યોગેશકુમાર પારેખના માતા, કાશ્મીરાબેન અજયભાઈ વસાના સાસુ, વિધી પારસકુમાર શાહના દાદીનું તા.ર1ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.ર3ને શુક્રવારે સવારે 10 થી 10.30 પ્રહલાદ પ્લોટ દેરાસર જૈન ઉપાશ્રય, રાજકોટ ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ રેખાબેન (ઉ.વ.76) તે સ્વ.મહેન્દ્રભાઈ પ્રેમશંકર ભટ્ટના પત્ની, હિરેનભાઈ, વિશાલભાઈ, રૂપલબેન શિરીષકુમારના માતા, હીનાબેન તથા કવિતાબેનના સાસુ, મધુસુદન પ્રેમશંકર ભટ્ટના ભાભી અને કૌશિકરાય વાસુદેવ વ્યાસના પુત્રી તથા હરેન્દ્ર કૌશિકરાય વ્યાસના મોટા બહેનનું તા.રરના અવસાન થયુ છે. અંતિમ યાત્રા તા.ર3ને શુક્રવારે સવારે 7.30 કલાકે તેમના નિવાસ સ્થાન ‘શ્રી ગાયત્રી કૃપા’, 1 કલ્યાણ પાર્ક, નાના મૌવા મેઈન રોડથી મોટા મૌવા સ્મશાન જશે.

જામનગર: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ દિલીપભાઈ ભટ્ટ (ઉ.વ.74) (િનવૃત્ત જેએમસી) તે સ્વ.ડો.મગનભાઈ તથા સ્વ.રસીકભાઈના ભાઈ, સ્વ.પ્રભુલાલ હરીશંકર ભટ્ટના પુત્ર તેમજ પારુલબેનના પતિ, કુંજલબેન (એસબીઆઈ) અને પ્રચેતના પિતા, સ્વ.ઉષાબેન, સ્વ.વર્ષાબેન, પ્રવિણાબેન, કિરણબેન, જ્યોતિબેનના ભાઈ, ડો.ધીરૂભાઈ, નિરંજનભાઈ, સ્વ.િનર્ભયભાઈ, સ્વ.યોગેશભાઈ, ડો.અવિનાશભાઈ (પૂર્વ મેયર)ના પિતરાઈભાઈનું તા.ર1ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર3ના સાંજે 4 થી 4.30 તળાવની પાળ, પાબારી

હોલમાં છે.

ધ્રોલ : ધ્રોલવાળા સ્વ.મોહનભાઈ ભવાનભાઈ ગણાત્રાનાં દીકરી જયંતીભાઈ મીરાણીનાં પત્ની ચંદનબેન (મોરબી નિવાસી) તે ભરતભાઈ, કિરીટભાઈ, જનકભાઈ, મુકેશભાઈ, ભાવેશભાઈ તથા રંજનબેન, દક્ષાબેન, ગીતાબેન, સોનલબેનનાં બહેનનું તા.22મીએ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ને સોમવારે સાંજે 4થી 6, મહાવીર સોસાયટી, રવાપર-સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પક્ષ સાથે

રાખેલ છે.

જૂનાગઢ: માણાવદરના પત્રકાર ભીમભાઈ ગરેજાનાં માતુશ્રી માલીબેન અને પિતા કેશુભાઈ પુંજાભાઈ ગરેજાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 3થી 6, ગિરિરાજ કોમ્યુનિટી હોલ, પાણી પુરવઠાની ઓફિસ પાસે, બાંટવા રોડ, માણાવદર ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક