• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: જયવંતભાઈ પ્રેમચંદ મહેતાનું અવસાન થતા વીપીનભાઈ તેમજ પરિવારજનોએ ચક્ષુદાનનો નિર્ણય લઈને બે દૃષ્ટિહીન બાંધવોને દૃષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કર્યું છે. ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશ દોશી અને ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન મોદી દ્વારા કરાવાયું છે.

રાજકોટ: નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણ હર્ષદભાઇ પ્રભુભાઇ જોષી (ઉ.74) તે સ્વ. રંજનબેનના પતિ, પ્રજ્ઞાબેન, શિલ્પાબેન અલ્પેશભાઇના પિતા, યશવંતભાઇ, સ્વ. મેનાબેન તથા મુકેશભાઇના ભાઇ, નીરૂબેન, સ્મિતાબેનના જેઠ, પ્રિયાબેન, જિજ્ઞેશકુમાર, મેહુલકુમારના સસરા, મંથનના દાદા, માનસી, જીયા, તક્ષના નાના, પ્રકાશભાઇ, પરેશભાઇ, ભાવનાબેન, વંદનાબેન, જીલબેનના મોટા બાપુ, અરવિંદકુમાર વ્યાસના સાળા, સ્વ. પોપટભાઇ ઠાકરના જમાઇનું અવસાન થયું છે. બેસણું તા.9ના બપોરે 4 થી 6 કોમન પ્લોટ, શાત્રીનગર, નાના મૌવા, રાજકોટ ખાતે છે.

સાવરકુંડલા: નિર્મલસિંહ નવલસિંહ રાણા તે કેસરીસિંહના ભાઇ તથા રામદેવસિંહના પિતાનું તા.5ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન મણિભાઇ ચોક, કન્યાશાળાની બાજુની ગલીમાં, ડેલા નં.1, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલા: અશ્વિનસિંહ જસુભાઇ રાણા તે તખુભાઇના ભાઇ તથા જયરાજસિંહના પિતાનું તા.5ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન મણિભાઇ ચોક, કન્યા શાળાની બાજુની ગલીમાં, ડેલા નં.1, સાવરકુંડલા ખાતે છે.

અમરેલી: હરેશભાઇ અમૃતલાલ ભુપતાણી (ઉ.65) તે કેતનભાઇ, ઉમંગભાઇના પિતાનું તા.7ના અવસાન થયું છે. બેસણુ: તા.9ને સોમવારે સાંજે 4 થી 6 લોહાણા મહાજનવાડી, લાઠી રોડ અમરેલી ખાતે છે.

જામનગર: શારદાબેન નથવાણી (ઉ.85) તે સ્વ. શામજીભાઇ કટારીયાના પુત્રી, સ્વ. કાંતિલાલ નથવાણીના પત્ની, મુકેશભાઇ, સ્વ. કિશોરભાઇ, નીલાબેન ઠક્કર તથા આરતીબેન સોનછાત્રાના માતા તેમજ જલ્પા, કિશન, પ્રતિક, રવિ, હિરલના દાદીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.9ના સાંજે 4 થી 4-30 જડેશ્વર મહાદેવ મંદિર, 6 પટેલ કોલોની, જામનગર ખાતે છે.

પોરબંદર: જેન્તીલાલ વલ્લભદાસ દાવડા (ઉ.71) તે રવિભાઇ દાવડા, પ્રજ્ઞાબેન હેતલભાઇ રૂઘાણી (પોરબંદર), રૂપલબેન અમિતભાઇ કાનાણી (ભાટીયા)ના પિતા તેમજ સ્વ. વલ્લભદાસ અમરશી સિમરીયાના જમાઇનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા અને શ્વસુર પક્ષની સાદડી તા.9ને સોમવારે 4-15 થી 4-45 લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

રાજકોટ: નટવરલાલ નારણભાઇ પોરીયા (ઉ.83) તે સ્વ. મંજુલાબેનના પતિ, બિંદયાબેન રાઠોડ (સોનુ)ના પિતા અને ચેતનભાઇ રાઠોડના સસરાનું તા.5ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ઉદ્યોગનગર કોલોની, કવાર્ટર નં. 178, ગોંડલ ખાતે  છે.

બગસરા: દશા સોરઠીયા વણિક જ્યોત્સનાબેન (ઉ.75) તે સ્વ. પ્રભુદાસભાઇ નાનાલાલ સાંગાણીના પત્ની,  આશિષભાઇ તથા મેહુલભાઇના માતાનું તા.8ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે તેમના નિવાસસ્થાને દરબારગઢ શેરી ખાતે સાંજે 4 થી 6 છે.

બગસરા: નિર્મળાબેન (ઉ.75)તે સ્વ. અમૃતલાલ આણંદજીભાઇ પારેખની દીકરીનું તા.8ને રવિવારે અવસાન થયું ઉઠમણું/ બેસણું તા.9ને સોમવારે સાંજે 5 થી 6 તેમના નિવાસસ્થાન પ્રવિણભાઇ અમૃતલાલ પારેખ “િશવ આશીષ” જૂની નગરપાલિકા પાસે, થાણા રોડ, શિવાજી ચોક, બગસરા ખાતે છે.

રાજકોટ: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ યજ્ઞબાળાબેન ઓધવજીભાઈ દવે (િનવૃત્ત પ્રિન્સીપાલ જામજોધપુર નગર પંચાયત કન્યા વિદ્યાલય) તે ભરતભાઈ રાજનીકાતભાઈ દવે (િનવૃત્ત સીનીયર ક્લાર્ક આર.ટી.ઓ.રાજકોટ)ના ફૈબાનું તા.6ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે સાંજે 5 થી 6, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

ધોરાજી: સરલાબેન વૈકુંઠભાઈ માધાણી (ઉ.વ.80) તે વિજયભાઈ, નયનભાઈ, હિતેશભાઈ, દિપકભાઈ તથા જયશ્રીબેન સુરેશકુમાર મીઠાણી (મુંબઈ)ના માતા તથા સ્વ.જયંતભાઈ શેઠ, સ્વ.અનંતભાઈ શેઠ તથા સ્વ.હરેશભાઈ શેઠના બહેનનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે બપોરે 3 થી 5, “આકાશ હોલ”, જમનાવાડ રોડ, ધોરાજી મુકામે છે. લૌકિક ક્રિયા બંધ છે.

જુનાગઢ: ભાનુમતીબેન કક્કડ (ઉ.વ.91) તે સ્વ.હરીવલ્લભ વૃંદાવનદાસ કક્કડના પત્ની, રાજેશભાઈ (દલાલ), નીરૂબેન ગીરીશકુમાર તન્ના (અમદાવાદ), બીનાબેન ભરતકુમાર સાદરાણી (ગીરીરાજ પ્રોટીન-જુનાગઢ), અર્ચનાબેન જયેશકુમાર રાયચુરા (શ્રી મહાપ્રભુજી બેઠક - નરોડા), ધ્રુવભાઈ કક્કડ (નેપચ્યુન ઈલે., અમદાવાદ)ના માતા, ઉત્સવી નીરવકુમાર ઉનડકટના દાદી તેમજ કલ્પેશભાઈ સુમનલાલ રૂપારેલીયાના બહેનનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.9ને સોમવારે સાંજે 5 થી 6, જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જુનાગઢ ખાતે છે.

વેરાવળ: ઈન્દુબેન કિશોરચંદ્ર શિંગાળા (ઉ.વ.75) તે મથુરાદાસ નારણદાસના પુત્રવધૂ, હિરેનભાઈ, વિશાલભાઈ (એડવોકેટ)ના માતા, અંદરજીભાઈ ગોકળદાસ કોટેચા (ગોળવાળા) રાજકોટના પુત્રી, બટુકભાઈ, સ્વ.િવનોદચંદ્ર, હરીશભાઈના બહેનનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.9ને સોમવારે બપોરે 4 થી 5, નવા રામ મંદિર, કૃષ્ણનગર વેરાવળ ખાતે છે.

રાજકોટ: શાંતાબેન (ઉ.વ.89) તે અ.ની.કાંતિલાલ વિઠ્ઠલજી કક્કડના પત્ની, અ.ની.જયેશભાઈ, નવીનભાઈ, બાબાભાઈ તેમજ અ.ની.રસીકભાઈ તથા દક્ષાબેન શૈલેષકુમાર બુદ્ધદેવના માતા તેમજ ચિરાગભાઈ, દર્પણભાઈ, જેવીનભાઈ, રવિભાઈ, નીરવભાઈ, અમીબેન, ટમીબેન, સોનલબેન તેમજ નિધીબેનના દાદીમા, સ્વ.મણિલાલ નરસીદાસ નંદાણીના પુત્રી, સ્વ.કાંતિલાલ અને સ્વ.નટુભાઈ મણિલાલ નંદાણીના બહેનનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.9ને સોમવારે સાંજે 4-30 થી 6, બીએપીએસ, સ્વામિનારાયણ મંદિર, યોગી સભા ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બંન્ને પક્ષની સાથે છે.

રાજકોટ: શૈલેષગીરી ગોસ્વામી (ઉ.વ.54)(બેડીપરા દશનામ ગોસ્વામી યુવક મંડળના માનદ પ્રમુખ) તે સ્વ.િહંમતગીરી અમૃતગીરી (શક્તિ પુજન આચાર્ય)ના પુત્ર તથા સ્વ.અનિલગીરી, રાજેન્દ્રગીરીના ભાઈ, દર્શીતગીરી, ભાવિનીબેન, નીકીતાબેનના પિતાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ને મંગળવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, મોરબી રોડ, 5 ક્રિષ્ના પાર્ક, ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: સુગરાબેન (ઉ.વ.77) મુ.ગુલામહુસૈનભાઈ લોકાટ (ઝ.અબ્બાસભાઈ અકબરઅલી સાવલીવાલા) તે મુસ્તુફાભાઈ અને સૈફુદીનભાઈના માતાનું તા.7ને શનિવારે અવસાન થયું છે. જિયારત તથા સીપારા તા.9ને સોમવારે મવાઈદ (સૈફી કોલોની) રાજકોટ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

પાકિસ્તાન ફરી ઘૂંટણિયે : ભારત સામેના મેચ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો February 11, Wed, 2026