વીરપુર
વેપારી એસોસીએશન પ્રમુખના પુત્ર વીરેનકુમાર ગઢીયાનું 39 વર્ષે અવસાન
વીરપુર
(જલારામ): યાત્રાધામ વીરપુરના લોહાણા સમાજના અગ્રણી રમેશભાઈ ગઢિયાના ભત્રીજા, વીરપુર
વેપારી એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ ગઢિયાના પુત્ર વીરેનકુમાર ભરતભાઈ ગઢિયાનું 39 વર્ષની
વયે ટુંકી બીમારી બાદ અવસાન થયું છે. વીરપુરના એક આશાસ્પદ યુવાનના અવસાનના સમાચાર થતું
સમગ્ર વીરપુર પંથકમાં અને વેપારી આલમમાં શોક છવાયો છે. વીરેનકુમારના માનમાં વીરપુરના
વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી સ્વયંભુ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સદગતની
અંતિમયાત્રામાં વીરપુરના તમામ સમાજના અગ્રણીઓ, વેપારી મીત્રો, મોટી સંખ્યામાં નગરજનો
જોડાયા હતા. વીરેનકુમાર ગઢિયાની પ્રાર્થનાસભા (બેસણું) ગુરૂવારે તા.12ના બપોરે 4 થી
6, દરમિયાન લોહાણા મહાજન વાડી, વીરપુર ખાતે યોજાશે. જ્યાં વિવિધ સામાજિક અને રાજકીય
આગેવાનો સદ્ગતને પુષ્પાંજલિ અર્પણ કરશે.
ચક્ષુદાન
રાજકોટ:
શોભનાબેન વસંતભાઈ ચનીયારાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 807 ચક્ષુદાન થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રવિણચંદ્ર અનુપચંદ મહેતાનું અવસાન થતા તેમના પુત્રો
જૈન અગ્રણી હેમલભાઈ, બિલ્ડર, પપ્પુભાઈ (ચંદ્રેશભાઈ), જીગ્નેશભાઈની સહમતીથી અને જૈન
સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળાની પ્રેરણાથી સ્વ.પ્રવીણભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ
ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને
ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ હતું. ડો.ધર્મેશ શાહે સહકાર આપેલ. સંસ્થાનું આ સળંગ 192મું ચક્ષુદાન છે.
રાજકોટ:
વસંતભાઈ હીરાલાલ કારીયા (ઉં.89) (કરાંચીવાળા) તે લક્ષ્મીબેનના પતિ, હીરેનભાઈ અને પિયુષભાઈ
કારીયા (એલઆઈસી), હેમા જયેશકુમાર ખંધાડિયાના પિતા, પાર્થ અને બંસીના દાદાનું તા.9ના
અવસાન થયું છે. બેસણુ તા.1રનાં સાંજે પ થી 6, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક
મેઈન રોડ, ડાયમંડ હાઈટ્સની સામે, પેરેડાઈઝ હોલ પાસે છે.
ગોંડલ:
સ્વ.અનુપચંદ વખતચંદ મહેતાના જયેષ્ઠ પુત્ર પ્રવિણચંદ્ર (ઉં.83) હાલ રાજકોટ તે સ્વ.લતાબેનના
પતિ, પ્રફુલ્લચંદ્ર, રસિકાબેન, માલતીબેન, સ્વ.કોકીલાબેનના મોટાભાઈ, પપ્પુભાઈ (ચંદ્રેશભાઈ),
હેમલભાઈ, જીજ્ઞેશભાઈના પિતા, મીનાબેન, પલ્લવીબેન, મયુરીબેનના સસરા, હર્ષ, મીત, પ્રિયા,
રિયા, હિત, યશવીના દાદાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સવારે 10 કલાકે પ્રાર્થનસભા
સવારે 11 કલાકે રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ઉપાશ્રય, સી.એમ.શેઠ પૌષધશાળા, ગાદીપતિ
માર્ગ, 2/8 રોયલ પાર્ક, રાજકોટ છે.
પોરબંદર:
રૂડીબેન હરભમભાઈ રાણાવાયા (ઉં.78) તે હરભમભાઈ કાનાભાઈ રાણાવાયાના પત્ની, દિલીપભાઈ,
અશોકભાઈના માતાનું તા.10ના અવસાન થયું છે.
રાજકોટ:
ચંદ્રિકાબેન મયાશંકર મહેતા તે મહેન્દ્રભાઈ, સ્વ.રમેશભાઈના બેન, મેહુલ મહેતા (શિવમ ફાસ્ટ
ફૂડ) તથા ઓજસ મહેતા (રૂડા ઓફીસ)ના ફઈબાનું તા.9ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું
તા.12ના સાંજે 5થી 6, મો.નં.98245 29931, 94282 88452
રાજકોટ:
બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન નટવરલાલ પડીયા જેતપુર નિવાસી (ઉં.78) તે સ્વ.મુલચંદભાઈ વલ્લભજી
મર્થકના પુત્રી, સ્વ.છગનલાલ મુળચંદભાઈ મર્થક, સ્વ.બાબુલાલ તથા સ્વ.વસંતલાલના બેનનું
તા.7ના જેતપુર ખાતે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.12ના 5થી 6, બ્રહ્મ ક્ષત્રિયની
વાડી, પેડક રોડ, સામે કાંઠે,
રાજકોટ
છે.
મોરબી:
સ્વ.જયંતીલાલ લવજીભાઈ પુજારા (પુર્વ કાઉન્સીલર, જૂના જનસંઘી, આર.એસ.એસ., દરિયાલાલ વાળા)ના
પત્ની ભાનુબેન જયંતીલાલ પુજારા (પૂર્વ ઉપપ્રમુખ, મોરબી નગરપાલિકા), તેઓ સ્વ.ગાંડાલાલ
રણછોડદાસ કારીયાના પુત્રી, નીલાબેન (જ્યોતિબેન) શૈલેષકુમાર ચોલેરાના માતા, સ્વ.ચીમનલાલના
ભાભી, નરેન્દ્રભાઈ, હસુભાઈ, ચંદ્રવદનભાઈ, ચીમનલાલ પુજારાના કાકીનું તા.10ના અવસાન થયું
છે. બેસણું તા.12ના સાંજે 4થી 5, અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા રેસીડેન્સી, અયોધ્યા
ચોક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભાણવડ:
લોહાણા વેપારી સ્વ. માધવજી લીલાધરભાઇ પતાણીનાં પુત્ર અશોકભાઇ (ઉ.68) તે સુભાષભાઇ, વિનોદભાઇ,
સ્વ. દીપકભાઇ, નિરેનભાઇ, હર્ષિદાબેનના ભાઇ, તપનભાઇ, દર્પણભાઇના પિતા અને રામજીભાઇ સોમજીભાઇ
સોમાણી (મીઠાપુર વાળા)ના જમાઇનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું, સાસરા પક્ષની સાદડી
તા.11ના 4 થી 5 ભાણવડ લોહાણા મહાજન વાડી, ઠે. પોરબંદર ગેઇટ પાસે છે.
રાજકોટ:
સૂર્યાબેન નલિનકાન્ત પારેખ (ઉ.86) તે મનિષભાઇ, જયેશભાઇ પારેખના માતા, રૂબીબેન પારેખના
સાસુ, પ્રવીણભાઇ, જગદીશભાઇ, સ્વ. અશ્વિનભાઇ, સ્વ. રંજનબેન પારેખ અને ડો. સ્વ. ભારતીબેન
શેઠના ભાભી, સ્વ. ધોળીબેન ભાણજીભાઇ માધણી (મુંબઇ)ના દીકરી, અંકિતા આકાશ દોશીના દાદીનું
તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના 9-30 થી 11 21 ગીતા એપાર્ટમેન્ટ, 23/25 ન્યુ
જાગનાથ, રાજકોટ ખાતે છે.
વલ્લભીપુર:
ધાંધળી નિવાસી હાલ ભાવનગર અજયભાઇ કનૈયાલાલ પંડયા (ઉ.52) તે સ્વ. કનૈયાલાલ નર્મદાશંકર
પંડયા (બીડીસી બેંક)ના મોટા પુત્ર તથા ભક્તિબેન જાની (શિ.તરસમિયા પ્રા. શાળા)ના પતિ,
ડો. ધ્રુવ પંડયાના પિતા, ભરતભાઇના ભત્રીજા, વંદનાબેન દિલીપકુમાર મહેતા (વલભીપુર), પ્રણવભાઇ
પંડયા (સિહોર નાગરીક બેંક), જીગર ભરતભાઇ પંડયાના ભાઇ, ધાંધળીવાળા
સ્વ. હસમુખરાય મનસુખલાલ જાની (રીટાયર્ડ પીઆઇ)ના મોટા જમાઇ, સમીરભાઇ જાની (શાસનાધિકારી-ભાવનગર),
અલ્પાબેન જાની (શિક્ષિકા ભાવનગર મ્યુ. શાળા નં. 69)ના બનેવીનું તા.9ના અવસાન થયું છે.
બંને પક્ષની સંયુકત સાદડી તા.12ને ગુરૂવારે સાંજે 4 થી 6 રામવાડી, વિભાગ નં.1, ભીડભંજન
મંદિર સામે, ભાવનગર છે.
રાજકોટ:
જીતેન્દ્રભાઇ ભીખુભાઇ ભાલોડિયાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી
5 ઇછેશ્વર મહાદેવ મંદિર, સાંઇબાબા મંદિર પાસે, ગાંધીનગર, જામનગર છે.
રાજકોટ:
સ્વ. અશોકભાઇ કેશવભાઇ વ્યાસ (ઉ.69) તે ગુણવંતીબેન વ્યાસના પતિ, શશીકાંતભાઇ, સ્વ. ગીતાબેન
વિનોદરાય જોશી, સુધાબેન ગૌતમભાઇ જોશી, રીટાબેન ઉદયનભાઇ ત્રિવેદી (અમરેલી)ના ભાઇ, અલ્પેશ,
શિતલબેન રાજેશભાઇ જાની, નિતાબેન હેમાંગભાઇ જાનીના પિતા, સાધનાબેન અલ્પેશભાઇ વ્યાસના
સસરા, ભાર્ગવી અને કૌશલના દાદા, ભાવિનભાઇ અને ધ્રુવ શશીકાંતભાઇ વ્યાસના ભાઇજીનું તા.9ના
અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 4 થી 6 જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ,
રાજકોટ છે.
જામનગર:
શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ મૂળ જામનગર નિવાસી હાલ વડોદરા સ્વ. ડો. નિરંજનભાઇ કેશવલાલ
જાની (ઉ.75) તે કેશવલાલ પોપટલાલ જાની (ભૂતપૂર્વ સલાહકાર, નવાનગર કો.ઓ.બેંક)ના પુત્ર,
સુધાબેન, સ્વ. યોગેશભાઇના ભાઇ, કૈલાશબેનના પતિ, દિપ્તી તથા અવનીશના પિતાનું તા.8ના
વડોદરા ખાતે અવસાન થયું છે. સાદડી તા.12ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ,
જામનગર છે.
રાજકોટ:
સ્વ. ઉર્મિલાબેન હસમુખભાઇ પીઠડીયા (ઉ.71) તે હસમુખભાઇ ડાયાલાલ પીઠડીયા (ખોખા વાળા)ના
પત્ની, સ્વ. જયંતીલાલ હીરાલાલ સરવૈયા (મોરબી)ના દીકરી, રાજેશભાઇ જયંતીલાલ સરવૈયા (સરિતા
સોઇંગ મશીન વાળા)ના બહેન, પારૂલબેન નીરજકુમાર સાંચલા, વિપુલભાઇ તથા કૌશિકભાઇ પીઠડીયાના
માતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું- સાદડી તા.12નાં 4 થી 5 સ્વામિનારાયણ ગુરૂકુળ, ઢેબર રોડ, શ્રીજી પ્રસાદમ,
સહજાનંદ બેંકવેટ હોલ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
બોટાદ:
શ્રીમાળી બ્રાહ્મણ માણેકલાલ કૃપાશંકર ઓઝાના પુત્ર
વિજયભાઇ (ઉ.64) તે શરદભાઇના નાનાભાઇ, ઘનશ્યામભાઇના મોટા ભાઇ, પ્રફુલાબેન રાજુભાઇ
ત્રિવેદી, નયનાબેન રમેશચંદ્ર ત્રિવેદીના નાના ભાઇ, નિકુંજભાઇ ઓઝા, પ્રતિક્ષાબેન કેતનકુમાર
(અમદાવાદ)ના પિતા, તુષારભાઇ, નિરજભાઇના કાકા, અંકિતાબેન, મહર્ષિના દાદાનું તા.10ના
અવસાન થયું છે. બેસણું તા.12નાં 4 થી 6 ભાવસાર જ્ઞાતિની વાડી, અવેડા ગેઇટ,
બોટાદ
છે.