ચક્ષુદાન
તથા સ્કીન ડોનેશન
રાજકોટ:
જ્યોતિબેન જીતેન્દ્રભાઇ મહેતાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી
અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 805 ચક્ષુદાન થયું છે.
જાન્યુઆરી 26માં સતર મું (17) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન,
દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા: મો. 94285 06011નો
સંપર્ક કરવા જણાવાયું છે.
ધ્રોલ:
સ્વ. અમૃતલાલ કપૂરચંદ્ર શેઠના પુત્ર, ચંદ્રેશકુમાર (ઉં.58) તે પ્રીતિબેનના પતિ, ધ્વનિ
તથા રિયાના પિતા, હર્ષદભાઇ (મદ્રાસ), પ્રફૂલ્લભાઇ (આરટીઓ વાળા -રાજકોટ), કિરીટભાઇ (કોટા),
સતિષભાઇ (આરટીઓ વાળા -ધ્રોલ) તથા જયશ્રીબેન શશીકાંતભાઇ કોઠારી, લતાબેન મુકેશકુમાર ગાંધી,
સરયુબેન રાજેશભાઇ કામદારના ભાવનગર નિવાસી સ્વ. ચંદ્રકાંતભાઇ હરિલાલ ધ્રુવના જમાઇ, સ્વ.
ભદ્રેશભાઇ તથા પરાગભાઇના બનેવીનું તા.6ના રોજ અવસાન થયું છે. ઉઠમણું: સવારે 10 વાગ્યે
તથા પ્રાર્થના સભા સવારે 10-30થી 11-30 તા.9-2ને સોમવારે રાજપૂત સમાજની વાડી, દરબારગઢ
પાસે, ધ્રોલ મુકામે રાખેલ છે.
ગોંડલ-
દેવચડી: ગીરધરભાઇ (બટુકભાઇ) પુરુષોત્તમભાઇ ધામેલિયા તે મગનભાઇ ધામેલિયાના નાના ભાઇ
તથા મુક્તાબેનના મોટા ભાઇ તથા સ્વ. વિનોદભાઇ, કિશોરભાઇ, નટુભાઇ, અશોકભાઇના પિતા, ભાવેશભાઇ, સુમિતભાઇના દાદાનું તા.6ના રોજ અવસાન
થયું છે. બેસણું: તા.8ને રવિવારે સાંજે 4થી 6 દેવચડી, લેઉવા પટેલ સમાજ ખાતે રાખેલ છે.
વાંકાનેર:
સ્વ. નટવરલાલ ગોરધનદાસ મહેતા (નિવૃત્ત રેલવે ટી.ટી.)ના પુત્ર નિલેશભાઈ (ઉં.49) તે ચિગભાઇના
ભાઇ તથા હર્ષભાઇના પિતા તથા સ્વ. કેશવલાલ રતીલાલ રાજપોપટના જમાઇ તેમજ પ્રવીણભાઇના બનેવીનું
તા.6ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું: તા.9ને સોમવારે સાંજે
4થી 6 અમારાં નિવાસસ્થાને સનઅસમોટફિયર ફલેટ નં.ડી-1302, ક્લબ-07, શેલા, અમદાવાદ ખાતે
રાખેલ છે.
જૂનાગઢ:
ચીમનભાઇ નથુભાઇ પિપરોતર (ઉં.80) તે મહેશભાઇના પિતા તથા કેવલ અને ધવનના દાદાનું તા.7ના
અવસાન થયું છે.
રાજકોટ:
પ્રમોદકુમાર વનમાળીદાસ જસાણી (ઉ.73) તે સરોજબેનના પતિ, મેહુલ, મનીષાના પિતાશ્રી, યુવરાજના
દાદા તથા ગિરીશભાઈ, ભૂપેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, કોકિલાબેનના બનેવી અને જીતેન્દ્રભાઈ,
મોહનભાઈ કેસરિયાના સાઢુભાઈનું તા.4ના અવસાન થયું છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.9ને સોમવારે
સાંજે 4 થી પાંચ જીનેશ્વર એપાર્ટમેન્ટ-એ, પટેલ ચોક,નાગેશ્વર મંદિર મેઈન રોડ, જામનગર
રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.
રાજકોટ:
કંડોળીયા બ્રાહ્મણ નિલમબેન (ઉ.62) તે પંડયા હરેશભાઇ રમણીકભાઇના પત્ની હેતલબેન (વિરાર),
દિપ્તીબેન (સુરત), અમિતાબેન તથા નીશીલભાઇ તથા સુબોધભાઇના માતા તેમજ રાજુલ તથા માનસીના
સાસુ તેમજ હિરના દાદીમા તેમજ ગજાનનભાઇ (સુરત) તથા જયેશભાઇ (અમરેલી) તથા મૃદુલાબેન (અમરેલી)ના
ભાભી તેમજ સ્વ. ચંપકલાલ મગનલાલ અધ્યારૂ (પોરબંદર)ની દીકરી તેમજ રૂદ્રેશભાઇ, મુકેશભાઇ
તથા અતિલા (પલ્લવી) પ્રવિણકુમાર જોષી (છગીયા)ની બહેનનું તા.6ને શુક્રવારે અવસાન થયું
છે. બેસણું: તા.9ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન રાજકોટ મુકામે છે.
રાજકોટ:
વનીતાબેન (ઉ.65) તે શશીકાંતભાઇ અમૃતલાલ પાલાના પત્ની, ભરતભાઇ તથા દિલીપભાઇના ભાભી,
હીરેનભાઇ તથા વૈશાલીબેન રાજેશકુમારના માતા તથા સ્વ. દયાલજીભાઇ પ્રાગજીભાઇ ઘુંચલા (બાલંભા
વાળા)ની પુત્રી તથા સ્વ. વિઠલભાઇ, સ્વ. જયંતીભાઇ, ગોપાલભાઇ (સુધીરભાઇ)ના બહેનનું અવસાન
થયું છે. બન્ને પક્ષની સાદડી તા.9ને સોમવારે સાંજે 4 થી 5 તેમના નિવાસસ્થાન વૃષભ એપાર્ટમેન્ટ,
નાણાવટી ચોકથી રામેશ્વર હોલ મેઇન રોડ, રાજકોટ ખાતે છે.
દામનગર:
ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ અરૂણાબેન (ઉ.74) તે સ્વ. ચંદ્રકાંતભાઇ (બટુકભાઇ) આચાર્યના
પત્ની, દેવેન્દ્રભાઇ, અમિતભાઇના માતા, પ્રફૂલા, શિલ્પાના સાસુ, જુહી, નંદિની, વીર,
વ્રજના દાદી, સ્વ. મનુભાઇ ઠાકર (અમરેલી)ના પુત્રી, પંકજભાઇ, પ્રકાશભાઇ, પ્રદિપભાઇના
મોટા બહેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું: તા.9ને સોમવારે સવારે 8 થી 6 તેમના નિવાસસ્થાન
111 પ્લોટ વિસ્તાર દામનગર ખાતે છે.
રાજકોટ:
શશીકાંત દોશી (રિટાયર્ડ યુનિયન બેંક મેનેજર (ઉ.91) (કુંદણી વાળા)ના પુત્ર, સ્વ. ભુપતભાઇનાં
ભાઇ, વિણાબેનના પતિ, સ્વ. મુલચંદ પ્રેમચંદ કુંભાણીના જમાઇ, હિતેષ, મીના મનસુખલાલ બરવણીયા,
લીના અશ્વિનભાઇ મહેતા, બિંદુ મિલન કોઠારીના પિતા, હર્ષ હિતેષ દોશી, રિધ્ધી, સૌરભ શાહનાં
દાદા, સુધા હિતેષ દોશીના સસરા, આયુષી હર્ષ દોશીના દાદાજી સસરા, ધિરાંશ હર્ષ દોશીનાં
મોટા દાદાનું તા.7ના શનિવારે અવસાન થયું છે.
બોટાદ:
મૂળ કાળાસર- જસદણ, હાલ તુરખા નિવાસી આશિષ જનકભાઇ મંડીર (ઉ.32) તે અમિતભાઇના ભાઇ તેમજ હિમતભાઇ દેવજીભાઇ તેરૈયા, જગદીશભાઇ
દેવજીભાઇ તેરૈયા (મૂળ ગામ), શ્યામ હિમતભાઇ તેરૈયા અને ઉત્તમ જગદીશભાઇ તેરૈયાના ભાણેજ
(ચિતલ)નું અવસાન થયું છે. બેસણું તા.9ને સોમવારે સાંજે 4 થી 6 તુરખા હાઇસ્કૂલ પાછળ,
દેવધરી રોડ, તુરખા ખાતે છે.