• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

avshan nodh

રાણના અખબારી એજન્ટ કિશોરભાઇ બદિયાણીના માતુશ્રીનું અવસાન

રાણ: ચંપાબેન બદિયાણી તે સ્વ. છગનલાલ જમનાદાસ બદિયાણીના પત્ની (ઉં.85) તે સ્વ. મુકેશકુમાર, સ્વ. અજીતકુમાર, વિપુલભાઇ તથા કિશોરભાઇ બદિયાણી (ન્યુ પેપર એજન્ટ)ના માતુશ્રીનું તા.5ના રોજ અવસાન થયું છે. ઉઠમણુ: તા.7ને શનિવારે બોપરે 4થી 5 તેમના નિવાસસ્થાને રાણ ગામે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

 

ચક્ષુદાન

રાજકોટ: ઉકમીચંદ દયારામ છુંછાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 804 ચક્ષુદાન થયું છે. જાન્યુઆરી-ર6માં સોળમું (16) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

ચક્ષુદાન

ઉપલેટા: કોલકી ગામના વિજયાબેન લાલજીભાઇ દેસાઇનું અવસાન થતા તેમના પુત્ર કમલેશભાઇ દેસાઇ દ્વારા ચક્ષુદાન અને દેહદાનની ઇચ્છા વ્યક્ત કરતા તેની જાણ ઉપલેટાના સેવાભાવી માનવસેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રના લાલજીભાઇ રાઠોડને કરતા તેઓ તાત્કાલિક કોલકી જઇને ચક્ષુદાન તથા દેહદાન સ્વીકારી મેડીકલ કોલેજને મોકલી આપ્યું હતું. આ સેવા કાર્યમાં ધોરાજી માનવ સેવા મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ બાબરિયા પણ સહભાગી થયા હતા.

 

ચક્ષુદાન

રાજકોટ: રશ્મિબેન નિખિલભાઇ શાહનું અવસાન થતાં તેના પુત્ર, સિદ્ધેશ અને પરિવારે બેંક કર્મચારી વિજયભાઇ પારેખની પ્રેરણાથી ચક્ષુદાન કર્યું છે. દાન વિવેકાનંદ યુથ કલબ માર્ગદર્શન મુકેશ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઇ મોદી દ્વારા કરાયું છે.

ધોરાજી: સોની ચંદ્રકાંતભાઇ (ચંદુભાઇ) લીલાધરભાઇ માંડલિયા (ઉં.81) તે નવનીતભાઇ, રાજુભાઇ, દિલીપભાઇ તથા જ્યોત્સનાબેન જિતેન્દ્રકુમાર ભુવા (રાજકોટ)ના મોટાભાઇ તથા કિરીટભાઇ, કલ્પેશભાઇ તથા લીનાબેન રાજેશકુમાર ધોળકિયા (રાજકોટ)ના પિતા તથા દીપ શુભમ, અંજલીબેન નિકુંજકુમાર  રાજપરા (ઉપલેટા) તથા રાધિકાબેન રવિકુમાર (અમદાવાદ) તથા દિયાના દાદાનું તા.5મીએ અવસાન થયું છે.  બેસણુ: તા.7ને શનિવારે સાંજે 4 થી 6 બ્રાહ્મણ વાડી, વઘાસિયા ચોરા પાસે, ધોરાજી ખાતે રાખેલ છે.

ભાવનગર: વાંકાનેર નિવાસી હાલ ભાવનગર સ્વ. મોહનગિરિ અમૃતગીરી ગોસ્વામીના પત્ની, ઇન્દુમતી ગોસ્વામી (ઉં.85)નું તા.6ના રોજ અવસાન ગોસ્વામી થયું છે. બેસણુ: તા.9ને સોમવારે સાંજે 4થી 6 શ્રી. મોઢ ચાતુર્વેદી (ચુ.સ.) બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન, સિંધુનનગર, કુકુરામ મંદિર સામે રાખેલ છે. તેઓ વાંકાનેર નિવાસી સ્વ. અમૃતગિરિ બાપુ પરિવારના જયેષ્ઠ પુત્રવધૂ હતા તેમજ જગદીશગિરિ (અલગારી મોજ) (િગરિ બાપુ), અતુલગિરિ તથા રૂપાબેનના માતુશ્રી તેમજ અભયગિરિ તથા યશવંતગીરી (ભોલાબાપુ)ના દાદીમા થાય.

રાજકોટ: મૂળ જેતલસર ગામ, હાલ રાજકોટ નિવાસી અશોકભાઇ જટાશંકરભાઇ પંડયા (ઉં.65) તે હિનાબેનના પતિ, જયાબેન પી. પંડયાના ભત્રીજા, પાર્થ, વિવેકના પિતા, વિધિબેનના સસરા, સ્વ. નરેન્દ્રભાઇ, કીર્તિભાઇ, સ્વ. ગિરીશભાઇ, પુષ્પાબેન, કુંદનબેન, નિતાબેનના ભાઇ, સ્વ. રમેશભાઇ ઠાકર, હર્ષદભાઇ ઠાકર, શૈલેષભાઇ ઠાકરના બનેવી, દ્વિજાના દાદાનું તા.6ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.9ને સોમવારે સાંજે 4-30થી 5-30 ગીતા મંદિર, જંક્શન પ્લોટ, મેઇન રોડ, જંકશન પોલીસ ચોકીની બાજુમાં રાજકોટ ખાતે રાખયું છે.

રાજકોટ: રાજકોટ નિવાસી પ્રમોદકુમાર વનમાળીદાસ જસાણી (ઉં.73) તે સરોજબેનના પતિ તથા મેહુલ, મનીષાના પિતા, યુવરાજના દાદા તથા ગિરીશભાઇ, ભૂપેન્દ્રભાઇ, કિશોરભાઇ, કુસુમબેનના ભાઇનું તા.4ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી: તા.9ને સોમવારે 4થી 5 જીનેશ્વર એપાર્ટમેન્ટ 201/એ, પટેલ ચોક, નાગેશ્વર મંદિર મેઇન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધ્રોલ: સ્વ. બાબુલાલ મનજીભાઇ અનડકટના પુત્ર, મનસુખભાઇ (ઉં.75) તે આશિષભાઇ, રોહિણીબેન મનીષકુમાર ઉનડકટ, કલ્પનાબેન કૌશિકકુમાર પોપટના પિતા, નીતિન, રાજુ, અને ધવલના ભાઇજી તથા હેત અને આર્ચીના દાદા તથ કાટકોલા વાળા રતિલાલ ગિરધરલાલ કોટેચાના જમાઇનું તા.6ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.7ને શનિવારે સાંજે ચારથી પાંચ શ્રી મનોકામના હનુમાનજી મંદિર ખાતે રાખેલ છે.

જૂનાગઢ: ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના જૂનાગઢના અગ્રણી ભરતભાઈ ગોકળદાસ રાવલ (ઉં.87), તે પરેશભાઈ અને રાજેશભાઈ પિતનું તા.5મીએ અવસાન થયું છે. બેસણું તા.7મીએ શનિવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાન 13-ડી, ગોકુલનગર, મણિભુવનમાં રાખેલ છે.

અમરેલી: અમરેલી નિવાસી પ્રેમિલાબેન નગદિયા (ઉં.68) તે સુરેશભાઈ નગદિયા (બેંક ઓફ બરોડા)ના પત્ની પ્રશાંતભાઈના માતૃશ્રી તેમજ કિરીટભાઈ નગદિયા (ચલાળાવાળા)ના ભાભી, સ્વ.િવનુભાઈ, રાજુભાઈ, પંકજભાઈ, સંદીપભાઈ, ભાવિકભાઈ તથા વ્રજેશભાઈના કાકીનું તા.6ના રોજ અમરેલી ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તેમજ પિયરપક્ષની સાદડી તા.7ને શનિવારે સાંજે 4થી 6 મહાજન પાર્ટી પ્લોટ, સ્ટેશન રોડ, ગોપી ટોકિઝની બાજુમાં, અમરેલી ખાતે રાખેલ છે.

વિસાવદર: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગોરખપુર (ભેંસાણ) નિવાસી જગદીશભાઈ મગનલાલ મહેતા (ઉં.73) તે નાનાલાલ તથા કાળુભાઈના ભાઈ તથા ધવલના પિતાનું તા.પના રોજ અવસાન થયું છે. બેસણું તા.9 સોમવારે તેમના નિવાસ સ્થાન ગોરખપુર મુકામે સવારે 8થી સાંજે 6 રાખેલ છે.

જેતપુર: જેતપુર નિવાસી વ્રજલાલભાઈ ઠાકશીભાઈ માંડવિયા (ઉં.70) તે ચેતનભાઈ, સતિષભાઈના પિતા તેમજ ધીરૂભાઈ, મગનભાઈ, જગદીશભાઈના ભાઈનું તા.6ના રોજ થયું છે. બેસણું તા.9ને સોમવારે સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાને સરદાર ચોક, કેનાલ રોડ, માધવ પાર્ક, જેતપુર મુકામે રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સરોજબેન જોષી (ઉં.78) તે સ્વ.નરેન્દ્રભાઈ રેવાશંકરભાઈ જોષીના પત્ની, યોગેશભાઈ છેલશંકર વ્યાસ અમદાવાદના મોટા બેન, ધવલભાઈ નરેન્દ્રભાઈ જોષી (જીએમબી) તથા આરતીબેન નરેન્દ્રભાઈ જોષીના માતુશ્રીનું તા.6ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. 9ને સોમવારે સાંજે 4થી 6 ‘શ્રી રેવુરામ ઉગમ કૃપા’, ટાગોર-ર, ડાભોર રોડ, હરભોલે પાનથી બીજી ગલીમાં, અમારા નિવાસ સ્થાને રાખેલ છે.

રાજકોટ: કેતનભાઇ નારણભાઇ બુંદેલા (ઉં.55) તે સ્વ. ભાવેશભાઇના મોટાભાઇ તથા જીતીશ કેતનભાઇ બુંદેલાના  પિતા, હિમાંશુના મોટા બાપુનું અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 5થી 6 પંચનાથ મંદિર, પુનિત હોલ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: લંડન નિવાસી પ્રફુલચંદ્ર શાંતિલાલ ભગત (ઉં.76) તે રમીલાબેનના પતિ, બ્રિજેશ અને અમિતના પિતા, સુરેશભાઇ ભગત (રાજકોટ)ના મોટાભાઇ, જવાહરભાઇ મોતીલાલ શાહ (દીવ))ના બનેવીનું તા.4ને બુધવારે  અવસાન થયું છે.

જામનગર: નવાગામ નિવાસી સવિતાબેન વેલજીભાઇ ગોહિલ (ઉં.75) તે અશ્વિનભાઇ વેલજીભાઇ ગોહિલ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, એનોટોમી ડીપાર્ટમેન્ટ હેડ), ડો. દિલીપ ગોહિલ, અનિલાબેન જયેશકુમાર રાઠોડના માતાનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.7ને શનિવારે સાંજે 5થી 5-30 પાબારી હોલ, જામનગર ખાતે છે.

રાજકોટ: ગોહિલવાડી બ્રાહ્મણ અજયભાઇ વોરા (ઉં.75) તે રોઝમીનાબેનના પતિ, સ્વ. મગનલાલ ગોરધનદાસ વોરા તથા સ્વ. કમળાબેનના પુત્ર, સ્વ. અજીતભાઇ, સુધીરભાઇ, સ્વ. પ્રદીપભાઇ, ચંદ્રિકાબેન ભરતભાઇ મહેતાના મોટાભાઇ, પરાગભાઇ, પ્રશાંતભાઇ, ચિતનભાઇ, ધારાબેન, કેશાબેનના મોટા બાપુજી, કવિતાબેન શશીનકુમાર પંચોલીના મામા, મુકેશભાઇના પિતરાઇ ભાઇનું તા.5ને ગુરુવારે અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.7ના શનિવારે સાંજે 4 વાગે તેમના નિવાસસ્થાન બી 2- 302, સદગુરૂ કોલોની, એજી ચોક, કાલાવડ રોડ, રાજકોટથી મોટા મૌવા મુક્તિ ધામ જશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક