• મંગળવાર, 10 માર્ચ, 2026

avshan nodh

ફિલ્મ નિર્માતા-િદગ્દર્શક અભિલાષ ઘોડાના પત્ની કેતકીબેનનું અવસાન

રાજકોટ:  ગુજરાતી ફિલ્મ જગત અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાના પત્ની, કેતકી અભિલાષ ઘોડા (ઉં.59)નું કેન્સરની બીમારીને કારણે અવસાન થયું  છે. જાણીતા નિર્માતા દિક્ષીત ઘોડાના ભાભી અને કરન ઘોડા, વિવેક ઘોડાના માતા તથા માહિતી વિભાગના પૂર્વ કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બહેન છેલ્લા અઢી વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. ગઇ કાલે સવારે આઠ વાગ્યે તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દેહત્યાગ કર્યો છે. શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવનાર કેતકીબેન સંસ્કૃત વિષયમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા. આ નવા જમાનાના અનેક વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉત્તમ જ્ઞાન આપી સફળ બનાવવામાં તેમણે ખુબ મોટો ભાગ ભજવ્યો છે. પ્રાર્થના સભા તા.10ને મંગળવારે સાંજે પાંચથી સાત સિંધુ ભવન, સિંધુ ભવન રોડ, વત્રાપુર, અમદાવાદ ખાતે છે.

 

 

પોરબંદર: ઈન્દુબેન રાઠોડ (ઉ.વ.65) તે હરિભાઈ મનુભાઈ રાઠોડ (સદગુરૂ રસવાળા)ના પત્ની તથા મહેશભાઈના ભાભી અને નિલેશભાઈ તથા ચિરાગભાઈના માતા તેમજ મમતાબેન અને નિર્મળાબેનના સાસુનું તા.8ના અવસાન થયું છે.

રાજકોટ: તારામતીબેન તે સ્વ.નરશીદાસ છગનભાઈ બુધેલીયાના પત્ની, મહેશભાઈ, દિનેશભાઈ નરશીદાસ તથા યશવંતીબેન સતીષકુમાર સોલંકીના માતા, રાજેશ્વરી મહેશભાઈ, શિલ્પા દિનેશભાઈ, સતીષકુમાર મગનલાલના સાસુ, વિજયભાઈ, હરેશભાઈ, હસુભાઈ, કિરીટભાઈ, નરેશભાઈ, હર્ષદભાઈ, અશોકભાઈ બુધેલીયાના કાકી, હિમાંશુ, પાર્થ, દિશી, પ્રસન્નના દાદીમા તથા પરાગ, હેમાલી, ખ્યાતિના નાનીમાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન, સંતોષ પાર્ક, બ્લોક નં.7, શેરી નં.4, મીરાનગર પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે 4-30 થી 6-30 છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક પ્રફુલકુમાર ધોળકીયા (ઉ.વ.77) તે સ્વ.દયાળજીભાઈ જુઠાભાઈ ધોળકીયાના પુત્ર, સ્વ. કનૈયાલાલભાઈ, અરવિંદભાઈ, સ્વ.ભરતભાઈ, સ્વ.ભાનુબેન, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ.મંજુલાબેનના ભાઈ, નરેન્દ્રભાઈ, હર્ષાબેન (નાગરીક બેંક), ડોલીબેન પંકજકુમાર ચૌહાણ, પ્રજ્ઞાબેન મનીષકુમાર પારેખના પિતા, શિલ્પાબેનના સસરા, સ્વ.કાંતિલાલ દુર્લભજી ગગલાણી (આકોલવાડીવાળા)ના જમાઈનું તા.9ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.12ને ગુરૂવારે માલવીયા વાડી, ગોંડલ રોડ ખાતે સાંજે 4 થી 6 છે. લૌકિક ક્રિયા બંધ છે.

સાવરકુંડલા: વાહીદભાઈ મુસાભાઈ હિંગોરા (હોમગાર્ડ)(ઉં.54) તે બાબુભાઈ અને આસીફભાઈ હિંગોરાના ભાઈનું તા.5ના અવસાન થયું છે. હિન્દુ ભાઈઓનું બેસણું તા.10ને મંગળવારે સાંજે 4 થી 6, અમારા નિવાસ સ્થાને, દોસ્તપુરીવાળા ખાચામાં, કંસારા બજાર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

કેશોદ: ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ  ડો.ચંદ્રકાંતભાઈ લાભશંકર જોષી (ઉં.88) તે રમાબેનના પતિ, યોગેશભાઈ, મનોજભાઈના પિતા તથા જસુબેનના મોટાભાઈ તથા જીતુભાઈ (પોરબંદર)ના કાકા તથા દિપકભાઈ, પ્રાચી તીર્થ પત્રકારના મોટાબાપાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ને ગુરૂવારે કેશોદ ખાતે નીલકંઠ મહાદેવના મંદિરે સાંજે 4 થી 6 છે.

બોટાદ: અબ્દુલ રહીમભાઇ (બોટાદ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ)તે ઇબ્રાહિમભાઇ વીરમજીભાઇ સોલંકીના પુત્ર,  હનીફભાઇ, ઇલીયાસભાઇ તથા સલીમભાઇના વાલીદ, અબ્દુલ હમીદભાઇ, સરદારભાઇ તથા નજીર મહંમદભાઇના મોટા ભાઇનું તા.9ના અવસાન થયું છે. જીયારત તા.10ને મંગળવારે અસર બાદ સાંજે 6 વાગ્યે જુના કબ્રસ્તાનમાં જીયારત તથા ઓરતોની જીયારત એમના ઘરે રાગળી શેરી જુના સિપાઇ વાડો બોટાદ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક