• બુધવાર, 04 માર્ચ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: દિલીપભાઇ હરિલાલ બાબરિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 818મું ચક્ષુદાન થયું છે.

રાજકોટ: વાલમ બ્રાહ્મણ કોટડાસાંગાણી (હાલ રાજકોટ) સ્વ.નલીનીબેન તથા ધીરજલાલ દયાશંકર જોષીની પુત્રી રેખાબેન (નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ)(ઉં.72) તે પ્રિતીબેન, મીનાબેન નીતિનભાઈ ઉપાધ્યાય, તૃપ્તિ વિજય ઝવેરીના બેન, અપૂર્વ, પૂર્વી તથા ખુશીના માસીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4-30થી 6-30, શરણેશ્વર મહાદેવ (શિવ મંદિર), શિવનગર 3/6, ગોંડલ રોડ, એચ.જે.દોશી હોસ્પિટલ પાસે, રાજકોટ છે.

ગોંડલ: કરણદાસ નિલેશદાસ દાણીધારિયા (ઉં.રર) (ખાખીમઢી) તે નિલેશદાસનાં પુત્ર, સ્વ.રમેશભાઈનાં ભત્રીજાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.પના સાંજે ચારથી છ તેમના નિવાસસ્થાન ખાખીમઢી 7/8 ભોજરાજપરા, ઉદ્યોગભારતીવાળી શેરી, ગોંડલ છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જીજ્ઞાબેન પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી (ઉં.પ0) તે સ્વ.મનસુખલાલ માનશંકર ત્રિવેદીના પુત્રવધૂ, પ્રજ્ઞેશભાઈ (શાત્રી)ના પત્ની, સ્વ.ગુણવંતભાઈ, ઈન્દુભાઈ, સ્વ.પ્રમોદભાઈ, અશ્વિનભાઈના ભત્રીજા વહુ, શીતલબેન (ગોંધિયા), મોહિતભાઈ, કલ્પનાબેન (જૂનાગઢ), નિશિતાબેન (લંડન), જીજ્ઞાબેન (જામનગર), હર્ષિતભાઈના ભાભી, મંત્રના માતા, ઋત્વિજના ભાભુ, સ્વ.કિશોરચંદ્ર વિશ્વનાથ ત્રિવેદીના પુત્રી, ગૌરાંગભાઈના મોટા બહેનનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું તા.પના સાંજે 4.30થી પ.30 માસ્તર સોસાયટી હોલ, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે,

રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી હડીયાણા ચોવિસી વસંતભાઈ ચંદુલાલ ઠાકર (ઉ.9ર) મૂળ ગામ ટંકારા હાલ રાજકોટ નિવાસી સ્વ.ચંદુલાલ ઉમીયાશંકર ઠાકરના પુત્ર, સ્વ.દેવશંકરભાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.અનંતભાઈના નાનાભાઈ, રમેશભાઈ, સ્વ.કિરીટભાઈ, દિવ્યાબેન, ભદ્રાબેનના મોટાભાઈ, શરદભાઈ, શૈલેષભાઈ, પ્રિતીબેન અને દર્શનાબેનના પિતા, વિશાલ, ચિરાગ, સ્મીત, દિપાલીના દાદાનું તા.1ના અવસાન થયુ છે. બેસણુ તા.પનાં સાંજે પ થી 6 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, સહકારી કર્મચારી સોસાયટી પાસે, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: મનસુખલાલ ગીરધરલાલ બુદ્ધદેવ (ઉ.79) તે હર્ષાબેનનાં પતિ, અમિતભાઈ (એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ) તથા જયશ્રીબેન અતુલકુમાર બગડાઈ (વેરાવળ), નિમાબેન રવિનકુમાર આડતીયા (રાજકોટ)ના પિતા, રાખીબેનના સસરા, ઉદય તેમજ પુષ્ટિના દાદા, ચુનીલાલ પ્રાગજીભાઈ પોપટના જમાઈનું તા.રના અવસાન થયુ છે. બેસણુ તા.પના સાંજે પ.30 થી 6.30 નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી ગૌશાળા, જામનગર છે.

રાજકોટ: મહારાજશ્રી ઘેલારામજી ઔદીચ્ય ગોહેલવાડી બ્રાહ્મણનાં સ્વ.રવિશંકર મોહનલાલ જાનીના પુત્રી ચંદ્રભાગાબેન (બેનાબેન) જાની (ઉ.74) (રિટાયર્ડ શિવણ શિક્ષિકા-આરએમસી), તે સ્વ.ઈચ્છાશંકર, સ્વ.ભરતકુમાર, સ્વ.નટવરલાલ, સનતકુમાર, સ્વ.વિનાયકરાય જાનીના બહેન, મયુર જાનીના માતાનું તા.રના રોજ અવસાન થયુ છે. તા.પના સાંજે 4 થી 6 ખોડિયાર મંદિર, બ્રહ્મનાદ હાઉસિંગ સોસાયટી, ક્રિસ્ટલ સ્કૂલ નજીક, જામનગર રોડ, રાજકોટ છે.

ભાટીયા: મૂળ જામગઢકાવાળા હાલ ભાટિયા ગુલાબરાય પ્રભુદાસ પાબારી (ઉ.63) તે કિશોરભાઈ, ભરતભાઈ, લતાબેન નિલેશકુમાર કારીયા (ભાવનગર), જયશ્રીબેન ચિત્રરંજનકુમાર કાનાણી (માંડવી), મીતાબેન દિપકકુમાર લઘાણી (સલાયા)ના ભાઈ, મયૂરીબેન માધવકુમાર મોનાણી (પોરબંદર), પ્રિયાબેન મીતકુમાર કારીયા (પોરબંદર)ના પિતા, શામજીભાઈ મૂળજીભાઈ રાજાણી (પોરબંદર)ના જમાઈ, નિશાંતના નાનાનું તા.ર/3ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા, સાદડી તા.પ/3ના સાંજે 4 થી 4.30 દુધેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા ખાતે ભાઈઓ, બહેનો માટે છે.

જૂનાગઢ: મનોજભાઈ ગોહેલ (ઉ.પ0) તે જેન્તીભાઈ છગનભાઈ ગોહેલના પુત્ર, યોગેશભાઈના લઘુબંધુ, આદિત્યના કાકા, ધ્રુવિતના પિતાનું તા.રના અવસાન થયુ છે. બેસણુ તા.4ના સાંજે 4 થી 6 રામેશ્વર મંદિર, ગિરિરાજ સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ છે.

જસદણ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.પ્રહલાદભાઈ કેશવલાલ જાનીના પત્ની, ઉષાબેન (ઉં.9ર) તે ભારતભાઈ, સંજયભાઈ, કેતનભાઈ, મિતુલભાઈ, જાગૃતીબેન મહેશકુમાર ભટ્ટ (મોરબી), નયનાબેન પ્રકાશકુમાર મહેતાના માતા, ભરતભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ, કિશોરભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ (આણંદ)ના બેનનું તા.રના અવસાન થયુ છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.પના સાંજે 4 થી 6 ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશન સામે, જસદણ છે.

રાજકોટ: ચાતુર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ (મુળ અગાભી પીપળીયા) હાલ રાજકોટ, વિનોદભાઈ મહાશંકરભાઈ પંડયા (ઉ.83) તે દક્ષાબેન (દયાબેન)ના પતિ, સ્વ.લાભશંકર મહાશંકર પંડયાના લઘુબંધુ, વિપુલભાઈ, પંકજભાઈ, દિપ્તીબેન ભરતકુમાર જોષી (મોરબી)ના પિતા, સ્વ.પ્રભાશંકર જયાશંકર દવે (મુળ તળાજા)ના જમાઈ, વેદાંત, નિકેત, વૈદિક, પ્રાપ્તીના દાદાનું તા.1ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયરપક્ષનું બેસણુ તા.પના સાંજે 4.30 થી પ.30 કલાકે, સ્થળ: સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઈન રોડ, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ, રાજકોટ છે.

અમરેલી: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામનાં વતની ધ્રુવિક ગોંડલીયા તે નંદરામભાઈ દયારામભાઈ ગોંડલીયાના પુત્ર, નરેશભાઈના ભત્રીજા, અભિષેકભાઈ તથા દિશાતભાઈના ભાઈનું અવસાન થયુ છે. બેસણુ તા.પના 9 થી 1ર સુધી છાપરી ગામે તેમના નિવાસ સ્થાને છે.

જામનગર: સ્વ.વિનોદચંદ્ર ભગવાનભાઈ સાવડિયાના પુત્ર સંજીવભાઈ (ઉ.પ4) તે સ્વ.દેવેન્દ્રભાઈ કોઠારી (ભાવનગરવાળા) ના જમાઈ, બીનલબેન (નિશાબેન)ના પતિ, નિશિતા (નિશી), યશવીના પિતા, સ્મિત કિર્તીભાઈ મહેતાના સસરા, સ્વ.રીટાબેન નિલેશભાઈ મહેતા, રૂપાબેન શૈલેષભાઈ મહેતાના ભાઈ, શિલ્પાબેન મનિષભાઈ અવલાણીના બનેવીનું તા.3ના અવસાન થયુ છે. અંતિમયાત્રા તા.4ના સવારે 10 કલાકે નિવાસ સ્થાન પંચરત્ન એપાર્ટમેન્ટ, સ્વસ્તિક સોસાયટી, જામનગરથી નીકળશે. ઉઠમણુ તા.પના સવારે 9 કલાકે વારીયાનો ડેલો, ચાંદી બજાર, જામનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક