ચલાલા
રઘુવંશી સમાજના અગ્રણી ધીરજલાલ ઉનડકટનું અવસાન
ચલાલા
: મૂળ ચલાલાના વતની અને હાલ મોટી કુકાવાવ સ્થિત લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને ભકિત
મેડિકલવાળા ધીરજલાલ જીવણલાલ ઉનડકટ(ઉ.વ.78) તે સ્વ.રસિકભાઈ (ગાંધી મેડિકલ-લીલીયા મોટા),
ચંદુલાલ (ગોલ્ડન ટી ડેપો ચલાલા), સ્વ.દિનેશભાઈ (જલારામ ફૂટવેર-સુરત), સ્વ. નવલભાઇ તેમજ
સુરેશભાઈ (ચલાલા મેડિકલ ચલાલા)ના ભાઈ તેમજ સંજયભાઈ (ભક્તિ મેડિકલ રાજકોટ)ના પિતાનું
તા.1ના મોટી કુકાવાવ ખાતે અવસાન થયું છે. સાદડી તા.5ને ગુરુવારે સાંજે 4થી 5 મૂળીમાની
જગ્યામાં ચલાલા ખાતે છે. ધીરજલાલે પોતાનું સમગ્ર જીવન સમાજની ઉન્નતિ અને દીન-દુખિયાઓની
સેવામાં સમર્પિત કરી દીધું હતું. ચલાલાથી મોટી કુકાવાવ સુધીના વિશાળ પંથકમાં તેમની
સેવાકીય પ્રવૃત્તિઓનો સુવાસ ફેલાયેલો હતો. આજે તેમની અણધારી વિદાયથી ઉનડકટ પરિવાર સહિત
રઘુવંશી સમાજે એક સાચા માર્ગદર્શક અને વડીલ ગુમાવ્યા છે.
ચક્ષુદાન
રાજકોટ:
પ્રવીણભાઇ મગનભાઇ કાનાબારનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 817મું ચક્ષુદાન થયું છે. ફેબ્રુઆરી -2026માં
દસમું (10) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ
માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશભાઇ મેહતા: 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું
છે.
અમરેલી:
અમદાવાદ નિવાસી નાનાલાલ રણછોડભાઇ પરમાર (ઉ.84) તે ડો. અશોક પરમાર (આસ્થા હોસ્પિટલ,
અમરેલી), સંજયભાઇ તથા મિતેશભાઇના પિતા તેમજ નિસર્ગના દાદાનું તા.1ને રવિવારે અવસાન
થયું છે. બેસણું: તા.5 ને ગુરૂવારે બપોર 4 થી 6 મહાજન પાર્ટી પ્લોટ અમરેલી ખાતે છે.
પોરબંદર:
કાંતિલાલ જીવનલાલ અટારા (ઉં.91) તે વિજયાબેનના પતિ તથા હીનાબેન પોપટ, દિપ્તીબેન પોપટ,
નીશાબેન અટારા, દીપકભાઈ અટારાના પિતાશ્રી તથા કિશોરભાઈ પોપટ અને યોગેશભાઈ પોપટના સસરાનું
તા.1ના અવસાન થયું છે. સાદડી તા.6ને શુક્રવારે 4-15 થી 4-45 પોરબંદરની લોહાણા મહાજન
વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.
નવાગઢ
(જેતપુર): દોલતરાય વિઠ્ઠલદાસ જોબનપુત્રા (ઉં.80) તે જલારામ ન્યુઝ એજન્સી વાળા પરેશભાઈ,
રેણુકાબેન, જોશનાબેનના પિતાશ્રી, કનુભાઈ, કાંતિભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈના ભાઈ, દક્ષ
તથા ડો.કૃપાલીબેનના દાદા અને નાની મોણપરી નિવાસી સ્વ.મથુરદાસ માધવજીભાઈ ઉનડકટના જમાઈનું
તા.2ના અવસાન થયું છે. બેસણું તા.5ને ગુરૂવારે સાંજે 4 થી 5, નવી લોહાણા મહાજન વાડી,
નવાગઢ ખાતે છે. શ્વસુર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ઘનશ્યામભાઈ (ઘટુભાઈ) જોબનપુત્રા (ઉં.85) તે વિઠ્ઠલદાસના પુત્ર, મીરાબેનના પતિ, ડેનીભાઈ,
નિકીભાઈ (ઓસ્ટ્રેલિયા) તથા મિલીબેનના પિતાશ્રી, પાયલબેન, સોનલબેન તથા કૃણાલભાઈ મહેતાના
સસરા, રૂદ્રાક્ષ, શિવના દાદા, નક્ષત્રના નાનાજી, સ્વ.વિનુભાઈ, સ્વ.સુલુભાઈ, સ્વ.દિનુભાઈ,
સ્વ.દાનાભાઈ, લલીતભાઈ, સ્વ.પુરણભાઈ, સ્વ.અશોકભાઈ તથા રજનીભાઈના ભાઈ તથા સ્વ.રામજીભાઈ
પોપટભાઈ ગણાત્રાના જમાઈનું તા.2ના સોમવારે અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.3ને મંગળવારે
બપોરે 1-30 વાગ્યે તેમના નિવાસ સ્થાન, “માતૃ સ્મૃતિ’’, 1-સરદારનગર વેસ્ટ એસ્ટ્રોન સિનેમા
ચોક સામેથી રામનાથપરા સ્મશાન, રાજકોટ ખાતે જશે.
રાજકોટ:
દિલીપકૌર ગુરૂચરણસિંઘ ચંડોક તે જીતેન્દ્રસિંઘ ગુરૂચરણસિંઘ ચંડોક (નિવૃત્ત કંટ્રોલર-રાજકોટ)ના
માતા, સન્ની બગ્ગાના સાસુનું તા.1ને રવિવારે અવસાન થયું છે. બેસણું મંગળવાર તા.3ના
સાંજે 5 થી 6, ગુરૂસંઘ સાહેબ, ગુરૂદ્વાર જંક્શન પ્લોટ, રેલ્વે સ્ટેશન, રાજકોટ ખાતે
છે.
નાંગલપુર:
ગીરીશ ગંગર (ઉં.52) તે ભાનુબેન હરીલાલ કાનજી ગંગરના પુત્ર, મીનલના પતિ, વૃષભના પિતા,
સુશીલા ખીમજી કાનજી સંગોઈના જમાઈનું તા.1ના અવસાન થયું છે.
છસરા:
વિમળા ગંગર (ઉં.76) તે નેણામા ખીમજી માલશીના પુત્રવધુ, ચુનીલાલના પત્ની, સ્વ.ભરત, જીગ્નેશના
માતા, લક્ષ્મીબેન ભવાનજી સંગોઈના પુત્રી, તારાબેન પ્રવિણચંદ્ર, અમૃતબેન જયંતી, આશાબેન
જયંતિલાલના બહેનનું તા.28ના અવસાન થયું છે.
બાડા:
મંજુલા છેડા (ઉં.79) તે મેઘબાઈ રામજી રતનશીના પુત્રવધુ, સ્વ.ઉમરશીના પત્ની, કવિતા,
નીકેતા, ભાવેશ, રૂપેશના માતા, પાનબાઈ કલ્યાણજી પુનશીના પુત્રી, સેવંતીલાલ, મહેન્દ્ર,
ગીરીશ, દમયંતી (શશી), અરૂણા (અલકા), મીનાક્ષીના બેનનું તા.1ના અવસાન થયું છે.
જામનગર:
નરેશભાઈ ભટ્ટ (ઉં.67) તે સ્વ.વજેશંકર તથા ગં.સ્વ.લીલાવંતીબેનના પુત્ર, હેમલતાબેનના
પતિ, ભરતભાઈ તથા ચંદ્રેશભાઈ, વિણાબેન નિશીતકુમાર વાસુ (આફ્રિકા), સંગીતાબેન કૌશીકકુમાર
દિક્ષિત (યુ.કે.)ના મોટાભાઈ તથા સોનલબેન, કૈલાશભાઈ, નિષ્માબેનના પિતા, સ્વ.જટાશંકર
ગોપીયાણીના જમાઈનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 5 થી 5-30, પાબારી
હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.
જૂનાગઢ:
જગદીશ અબોટી બ્રાહ્મણ દિનેશભાઈ છોટાલાલ દવે તે રમેશભાઈ અને પ્રફુલભાઈના નાનાભાઈ તથા
રાજેશભાઈ દવેના મોટાભાઈ અને શ્વેતાબેનના પતિ તેમજ પ્રિયાંશીબેન અને નિયતિબેનના પિતા
તથા ધર્મેશભાઈ રમેશભાઈ દવેના કાકાનું અવસાન થયું છે. ઉઠમણુ તા.પના સાંજે 4 થી પ ઓમકારેશ્વર
મંદિર, દીપાંજલિ-ર, પેન્ટાલુન્સવાળી ગલી, જૂનાગઢ ખાતે રાખેલ છે.
પોરબંદર:
શૈલેન્દ્રસિંહ નટુભા પરમાર તે રાજેન્દ્રબા પરમારના પતિ, કુમારી ઋષિતાબા પરમારના પિતા
તેમજ સ્વ.ભુરાભાઈ મુંજાભાઈ જાડેજાના સાઢુભાઈ અને હીરલબા ભુરાભાઈ જાડેજાના બનેવીનું
તા.ર/3ના રોજ પોરબંદર મુકામે અવસાન થયું છે.
લીલાખા:
નાના માડવા નિવાસી પ્રાગજીભાઈ ધનજીભાઈ પડાળીયા (ઉં.68) તે મંજુબેનના પતિ, શ્રીનાથજી
ડેરી કોઠારીયા નિવાસી અક્ષયભાઈ, વિલાશબેન ભાવેશભાઈ ગેડીયા (હલેન્ડા), દક્ષાબેન વિપુલભાઈ
ગજેરા (રામોદ), દયાબેન શૈલેષભાઈ રંગાણી (જંગવડ), નૈનાબેન સંદીપભાઈ પાઘડાળ (ચારણીયા)ના
પિતા તથા અરવિંદભાઈ શામજીભાઈ રોકડ (વાડાસડ)ના બનેવીનું તા.2ને સોમવારે અવસાન થયું છે.
બેસણું નાના માડવા ખાતે ગુરૂવારને તા.5ના સાંજે 4 થી 6 છે.