• શુક્રવાર, 06 માર્ચ, 2026

અવસાન નોંધ

વાંકાનેર રઘુવંશી સમાજના અગ્રણી, સેવાકર્મી અશોકભાઈ રાજવીરનું અવસાન

વાંકાનેર: સ્વ.ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉં.64) તે સ્વ.જયંતિલાલ, સ્વ.મનસુખભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, લલિતભાઈ, પ્રફુલ્લભાઈના ભાઈ, ધવલભાઈ, આશિષભાઈના પિતા, રાજકોટ નિવાસી સ્વ.વિનોદચંદ્ર ગોપાલજી સોનછાત્રાના જમાઈનું તા.3ના અવસાન થયું છે. બંને પક્ષનું ઉઠમણું તા.6ના સાંજે 5 કલાકે ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર છે.

 

રાજકોટ: લાભુબેન દામજીભાઈ પડસુંબીયા (ઉ.78) તે રજનીકાંતભાઈ, વિજયભાઈના માતાનું તા.પના અવસાન થયુ છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર, 9/10 રાજકોટ છે.

રાજકોટ: મંજુલાબેન કાચા (માલિયાસણવાળા) તે વિનોદભાઈ બચુભાઈ કાચાના પત્ની, હિતેષભાઈ, અજયભાઈના માતા, રાજેશભાઈના ભાભી, દિવ્યંગભાઈના ભાભુ, રિદ્ધી, પલ અને રિધમના દાદીનું તા.રના અવસાન થયુ છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6 સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સોસાયટી-7, સહકાર મેઈન રોડ, રાજકોટ છે.

પોરબંદર: ઓડદર ગામના જયશ્રીબેન ભાયાણી (ઉ.પ0) તે દિનેશભાઈ રામજીભાઈ ભાયાણીના પત્ની, વિવેકભાઈના માતા, રાજુભાઈના ભાભી, ઉદયભાઈના કાકીનું તા.4ના અવસાન થયું છે. બેસણુ તા.6નાં 3 થી પ તેમના ઓડદર ખાતેના નિવાસ સ્થાને છે.

માણાવદર: સરદારગઢ નિવાસી દુર્લભજી ચંદુલાલ રૂપારેલ (ઉ.79) તે કનુભાઈના ભાઈ, લાલાભાઈના પિતા, અનિલભાઈ તથા મુકેશભાઈના કાકાનું તા.4ના અવસાન થયુ છે. બેસણુ તા.6ના સાંજે 4 થી પ લોહાણા મહાજનવાડી, સરદારગઢ ખાતે છે.

જામનગર: લાલપુર નિવાસી હાલ જામનગર મહેતા ભોગીલાલ શામજીભાઈ (ઉ.86) તે સ્વ.વાસંતીબેનના પતિ, મનીષભાઈ, પરીનભાઈ, બીનાબેન, ભાવનાબેનના પિતા, હાર્દિકાબેન, ચૈતાલીબેન, સંજયભાઈ, હિતેન્દ્રભાઈના સસરા, અમૃતલાલ ડોસાલાલ મહેતા (વડ પાંચસરા)ના જમાઈ, પૂર્વ, યાત્રી, મોક્ષ અને નક્ષના દાદાનું તા.4ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.6નાં સવારે 10.1પ વાગ્યે મોટા ઉપાશ્રય, લાલ બાગ, જામનગર પ્રાર્થના સભા 11.30 વાગ્યે અમૃતવાડી, જામનગર છે.

જામનગર: સ્વ.મોહનલાલ ઠાકરશી વારીયા (બજરવાળા)ના પુત્રી બાલબ્રહ્મચારી રમાબેન (ઉ.8પ) તે બા.બ્ર.વનીતાબેન તથા દલપતભાઈ, જગદીશભાઈ, મહેન્દ્રભાઈ, મુગટભાઈ, જ્યોતિબેન કિશોરભાઈ મકીમના બહેન, શીતલ હિતેનભાઈ સંઘવી, ધ્રુવી હિરેનભાઈ દોશી, નિધિ કિશોરભાઈ મકીમના માસીનું તા.પના અવસાન થયુ છે. બેસણુ તા.6ના બપોરે 4 થી 4.30 વાગ્યે લીમડાવાળા ઉપાશ્રયે, હેડ પોસ્ટ ઓફિસ પાસે છે. લૌકિક વહેવાર બંધ છે.

મોરબી: ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ દેરાળા નિવાસી હાલ મોરબી મુક્તાબેન મહેતા તે મુકુંદભાઈ પ્રભાશંકરભાઈ મહેતાના પત્ની, ધર્મેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ, જાગૃતિબેન વિનાયકરાય દવેના માતા, નરેન્દ્રભાઈ, સ્વ.જ્યોતિન્દ્રભાઈના ભાભી, સ્વ.જયશંકરભાઈ એમ. જોશી, હરિપ્રસાદભાઈ એમ. જોશીના બહેનનું તા.4ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષ સાથે તા.6ના સાંજે પ થી 6 ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ શેરી નંબર 10/11 મોરબી છે.

રાજકોટ: શારદાબેન કારીયા તે બાબુલાલ જેઠાલાલ કારીયાના પત્ની, દિનેશભાઈ, રાજેશભાઈ, જયેશભાઈ, હંસાબેન ચંદ્રકાન્તભાઈ સોઢા તથા તરલીકાબેન નરેન્દ્રકુમાર કોટકના માતા, સ્વ.કચરાભાઈ શામજીભાઈ સૌમેયા (ગોંડલ)ના દીકરીનું અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.6નાં પ થી 6 પંચનાથ મંદિર, લીમડા ચોક, રાધા કૃષ્ણ હોલ, રાજકોટ છે.

સુરેન્દ્રનગર: કનકલતા બહેન જયસ્વાલ (ઉ.76) તે નવનીતલાલ મગનલાલ જયસ્વાલના પત્ની, નિલેષભાઈ (સુ.નગર), જયેશભાઈ (પૂણે)ના માતા, સ્વ.પ્રભુલાલ રતીલાલ જયસ્વાલ (જોરાવરનગર)ના પુત્રી, સુરેશભાઈ, સ્નેહલભાઈ, મેહુલભાઈ, રાહુલભાઈ, સંજયભાઈના બહેનનં તા.રના પૂણે (મહારાષ્ટ્ર) મુકામે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1રના સાંજે 4 થી 6 સુ.નગર મુકામે ગણપતી મંદિરની વાડી, સનફ્લાવર સ્કૂલ પાછળ, માનવ મંદિર રોડ ખાતે છે.

રાજકોટ: ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ જામનગર નિવાસી હાલ રાજકોટ સ્વ.ફુલશંકર ઉમિયાશંકર ત્રવાડી (ત્રવાડી ઉમિયાશંકર કાલીદાસ મીઠાઈવાળા)ના પુત્ર જગદીશચંદ્ર ત્રિવેદી તે કિશોરભાઈ, રંજનબેન, રજનીભાઈ, અશોકભાઈ, જયેન્દ્રબેનના ભાઈ, અવંતિકાબેનના પતિ, ધવલભાઈ, ભાર્ગવીબેનના પિતા, રાજેશકુમાર જાની અને રિદ્ધિબેનના સસરા, સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ વિજયશંકર ત્રિવેદીના જમાઈ, ગૌરાંગભાઈ, વત્સલભાઈ, કમલભાઈ, અંજલીબેન, રન્નાબેન, દિપ્તીબેન, મીનાક્ષીબેનના બનેવીનું અવસાન થયુ છે. ઉઠમણુ, પિયરપક્ષનું બેસણુ તા.6ના સાંજે 4.30 થી પ.30 એ-101, શ્યામલ સત્વ, ગોલ નેસ્ટની બાજુમાં, શ્રીનાથજી ચોક, પોલીસ હેડક્વાર્ટર રોડ, અંબિકા ટાઉનશીપ, મવડી, રાજકોટ છે.

લીલાખા: કોટડા સાંગાણીના નાના માંડવા ગામના સમાજસેવક પ્રાગજીભાઈ ધનજીભાઈ પડાળિયા તે રાજકોટના કોઠારીયા રોડ પર શ્રીનાથજી ડેરીના અક્ષયભાઈના પિતાનું અકસ્માતમાં અવસાન થતા પડાળિયા પરિવાર તથા ગામમાં શોક ફેલાયો છે. લેઉવા પટેલ સમાજ સેવાકર્મી, ગૌસેવા, ધાર્મિક ઉત્સવમાં ફંડ ફાળામાં અગ્રેસર હતા.

રાજકોટ: ઔ.ગુ.સા. બ્રા.શૈલેષભાઈ બાબુભાઈ વ્યાસ (ઉ.પ8) તે રૂપલબેનના પતિ, સ્વ.ધીરુભાઈ ભટ્ટના જમાઈ, હર્ષ, યશના પિતા, વિપુલભાઈ, જયદીપભાઈ અને કલ્પનાબેન કપિલકુમાર ત્રિવેદી, માધવીબેન મનોજકુમાર ભટ્ટ, નિકિતાબેન ગૌતમકુમાર પંડયા અને મીનાબેન પ્રફુલકુમાર જોશીના ભાઈનું તા.4ના અવસાન થયુ છે. બેસણુ તા.7ના સાંજે 4 થી પ.30 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, 80 ફુટ રોડ, રાજકોટ છે.

ધણફુલીયા (તા.વંથલી): પ્રવીણકુમાર નરસીદાસ ભીમજીયાણી (બટુકભાઈ) (ઉ.60) તે ભગવાનજીભાઈ, શાંતિભાઈ, અશોકભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈનાં ભાઈ, મોહનભાઈ લાધાભાઈ જોબનપુત્રા (ખમીદાણા)ના જમાઈ, નિતિનભાઈ, દિવ્યેશભાઈ તથા જાગૃતિબેન સંદીપકુમાર ઠકરારના પિતાનું તા.પના અવસાન થયુ છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.7ના જાગનાથ મંદિર, ધણફુલીયા છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ નયનાબેન વિનોદભાઈ ભટ્ટ તે સ્વ.રવિશંકર જીવરામ પંડયાની પુત્રીનું તા.રના અમદાવાદ મુકામે અવસાન થયુ છે. બેસણુ/ઉઠમણુ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક