• શનિવાર, 21 માર્ચ, 2026

avshan nodh

ચક્ષુદાન, દેહદાન

રાજકોટ: મધુભાઈ નારણભાઈ માવદિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 826મું ચક્ષુદાન તથા 66મું દેહદાન થયેલ છે. સ્વર્ગસ્થ પોતે ચક્ષુદાન તથા દેહદાનનો સંકલ્પ પત્ર ભરેલો હતો.

ઉપલેટા: સ્વ. અમૃતલાલ કપુરચંદ કોટીચાના પુત્ર, મુકેશભાઇ (ઉ.67) તે નિતાબેનના પતિ, હાર્દિક, વર્ધમાન, હસ્તીના પિતા, સંજયભાઇ, ઉષાબેન, જ્યોતિબેન, પન્નાબેનના ભાઇ તે મનસુખલાલ ત્રિકમજી શેઠના જમાઇ, વિરાજ, દિપના ભાઇજીનું તા.20નાં સુરતમાં અવસાન થયું છે. ઉઠમણું તા.22નાં સવારે 10 વાગ્યે, પ્રાર્થનાસભા સવારે 11 કલાકે સુરજ વાડી, ઉપલેટા છે.

રાજકોટ: માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ હાલ રાજકોટ- બાલાગામ નિવાસી જ્યોતિભાઇ પ્રભાશંકર ઠાકર (મુખ્યાજી- હવેલી, બાલા ગામ)તે પ્રવીણભાઇના ભાઇ, મિતેષભાઇના પિતા, સુમિતભાઇ, ઉદયભાઇના કાકાનું તા.19ના અવસાન થયું છે. બેસણું/ઉઠમણું તા.23નાં સાંજે 4 થી 6 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન, બાલાગામ

મુકામે છે.

રાજકોટ: ધીરજબેન ધીરેન્દ્રભાઇ પરમાર (ઉ.79) તે અનિલભાઇ, વિનોદભાઇ, વિપુલભાઇના માતાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21નાં સાંજે4-30 થી 6 દરમિયાન સુંદરમ શિલ્પ, બેંકવેટ હોલ, એચ.સી.જી. હોસ્પિટલ પાછળ, અયોધ્યા ચોક પાસે, રાજકોટ છે. મોસાળ પક્ષ કંસારા બાબુલાલ પોપટલાલ છાત્રાલા- જામનગરની સાદડી સાથે છે.

રાજકોટ: સુશીલાબેન માનસેતા મુળ સાવરકુંડલા હાલ રાજકોટ તે સ્વ. ભીખાલાલ કાનજીભાઇ માનસેતાના પત્ની, ગંભીરભાઇ (સાવરકુંડલા), ડો. નંદલાલ કે, માનસેતા (અમદાવાદ)ના ભાભી, પ્રફુલભાઇ, પ્રકાશભાઇ, ભાવનાબેન નવીનકુમાર રાયચુરા, દક્ષાબેન ભરતકુમાર ઉનડકટના માતા, પ્રતિક, ચિંતન તથા જીતનાં દાદીમા, સ્વ. મગનલાલ જગજીવનભાઇ સુચક (જેતપુર)ના દીકરી, સ્વ. ગોરધનભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. જયવંતભાઇ, સ્વ. ગોકુલભાઇના બહેનનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.21ના સાંજે 4-30 થી 6 બેંકવેટ હોલ, આર્યલેન્ડ રેસીડેન્સી, શ્યામલ સ્કાયલાઇફ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ, મોટા મૌવા, રાજકોટ છે.

મોરબી: માધાપર-1 નિવાસી જય ભગવાન વાળાના મોટા પુત્ર, મોહનભાઇના પત્ની પ્રેમીલાબેન (ઉ.79) તે રામજીભાઇ, પરસોતમભાઇના ભાભી, ધીરેનભાઇ, ભાવનાબેન, દિપ્તીબેન, ભારતીબેનના માતા, અશોકભાઇ, મહેશભાઇ, કેશવભાઇના ભાભુ તથા ધરમ, મીરા, પવિત્રા, જયદીપ, ક્રિષ્નાના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણુ: તા.22ના સાંજે 4 થી 6 માધાપર શેરી નંબર-1,

મોરબી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક