રાજકોટ:
સતી માતાજી ઉપાધ્યાય પરિવારના મંજુલાબેન ઉપાધ્યાય (ઉં.85) તે સ્વ.શરદચંદ્ર ભાનુશંકર
ઉપાધ્યાયના પત્ની, સ્વ.લાભશંકરભાઈ જોષીના દીકરી, પરીક્ષિત અને બિંદી વિમલકુમાર વ્યાસના
માતા, વિમલકુમાર કે.વ્યાસ તથા કાજલ પરીક્ષિત ઉપાધ્યાયના સાસુ, હેમાદ્રીના નાનીમા, સ્વ.ઈન્દ્રવદનભાઈ,
અનંતભાઈ, કિશોરભાઈ, વિષ્ણુપ્રસાદ તથા સ્વ.જનકભાઈ ઉપાધ્યાયના ભાભી, સ્વ.રમેશભાઈ, સ્વ.કનુભાઈ,
સ્વ.વિનુભાઈ, સ્વ.ગુણવંતભાઈ, સ્વ.ધનસુખભાઈ અને સ્વ.દિલીપભાઈ જોષી, સ્વ.અનસુયાબેન વિષ્ણુભાઈ
પંડિત, સ્વ.પુષ્પાબેન મલયભાઈ ઉપાધ્યાયના બહેનનું તા.18મીએ અવસાન થયું છે. બેસણું તા.21ને
શનિવારે સાંજે 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.
તાલાલા
ગિર: હરિલાલ રતિલાલ કટારીયા (ઉ.વ.74) તે છબીલભાઈના મોટાભાઈ, ભાવિનભાઈ, દીપકભાઈ તથા
પપ્પુભાઈ, કોમલબેન (બરોડા)ના પિતાનું તા.19મીએ અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની
સાદડી તા.20ના સાંજે 5 થી 6, લોહાણા મહાજન વાડી,
તાલાલા
છે.
ગોંડલ:
ધર્મેશભાઈ ગિરીશભાઈ પંડયા (ઉ.64)(નિવૃત્ત રેલ્વે સીટીઆઈ રાજકોટ) તે સ્વ.ગિરીશભાઈ પંડયાના
પુત્ર, સ્વ.ડાયાલાલ પંડયાના જમાઈ, આરતીબેનના પતિ, જયદેવભાઈ, ઋષિકેશભાઈના પિતા, વાણીબેનના
સસરા, ગૌરાંગભાઈ, વિવેકભાઈના ભાઈ, મીરાબેન સંજીવભાઈ પંડયા (ભાવનગર)ના મોટાભાઈનું તા.16ના
અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4 થી 6, “હેમવાડી’’, જુનો સિમેન્ટ રોડ, સ્ટેશન
પ્લોટ, ગોંડલ છે.
રાજકોટ:
મુળ માંગરોળ નિવાસી હાલ રાજકોટ અભય ધીરજલાલ દોશી (ઉં.71) તે સ્વ.ધીરજલાલ વખતચંદ દોશીના
પુત્ર, સ્વ.રશ્મિબેન દોશીના પતિ, સ્વ.હરકિશનભાઈ નાગરદાસ ઢેઢી (ગોંડલ)ના જમાઈ, સ્વ.સુરભીબેન
રાજેન્દ્રભાઈ ધુલિયા, લીનાબેન દીપકભાઈ શેઠ, જાગૃતિબેન દીપકભાઈ કામદાર, વર્ષાબેન કિરણભાઈ
શાહ, ભક્તિબેન અશોકભાઈ ગાંધી, દીપકભાઈ દોશી (સન્મતિ ફાઈલ), હેમલભાઈ દોશી (ઈન્કમટેક્સ
ઓફિસ)ના મોટાભાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સવારે 10 કલાકે નેમીનાથ
વિતરાગ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે ગાંધીગ્રામ છે.
રાજકોટ:
સુનીલભાઈ બચુભાઈ જારિયા (ઉ.40)નું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી
7, ક્રિષ્ના બંગ્લોઝ, શેરી નં.1, હોટલ એડીબીની સામે, મેરીગોલ્ડ બિલ્ડીંગની બાજુમાં,
માધાપર-બેડી હાઈવે,
રાજકોટ
છે.
જેતપુર:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બટુકલાલ ભવાનીશંકર વ્યાસ (બી.બી.વ્યાસ) તે ભાવેશભાઈ
(જેતપુર), રક્ષાબેન બીરેનભાઈ મહેતા (સુરત), કલ્પનાબેન પ્રશાંતકુમાર મહેતા (સુરત)ના
પિતા, સંસ્કૃતિ, નૈઋતિના દાદા, નૌતમલાલ રતિલાલ મહેતા (જુનાગઢ)ના બનેવીનું તા.18ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.21ના સાંજે 4 થી 6, ખોડપરા, શંકરની ડેરી (રામનાથ મહાદેવ મંદિર)વાળી
ગલી, જેતપુર છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.
રાજકોટ:
ધ્રુવપાલસિંહ (લક્કીભાઈ) જાડેજા તે વિક્રમસિંહ પ્રવીણસિંહ જાડેજાના પુત્ર, જયેન્દ્રસિંહ,
ટીકુભા, જયપાલસિંહના ભાઈ, પરીક્ષિતસિંહના પિતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21ના
સાંજે 4 થી 6, ક્ષત્રિય સમાજની વાડી, વાવડી ગામ ખાતે રાખેલ છે.