• રવિવાર, 22 માર્ચ, 2026

avshan nodh

વાંકાનેર પંથકના સામાજીક અને રાજકીય અગ્રણી અસરફભાઈ બાદી (િતરંગા)નું અવસાન, કાલે બેસણુ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના મુળ ખેરવા ગામના વતની અને હાલ ચંદ્રપુર (અમર સોસાયટી) સ્થિત ભાજપ અગ્રણી અસરફભાઈ રહેમાનભાઈ બાદી (િતરંગા)નું અવસાન થયું છે. તેમની ઓચિંતી વિદાયથી સમાજને એક સારા વ્યક્તિની ખોટ પડી છે. તેઓ ચક્રવાતવાળા યાકુબભાઈ બાદીનાં ભાઈ થતા હતા. બેસણુ તા.ર3 ને  સોમવારે બપોરે 3થી સાંજે 6 તેમના નિવાસ સ્થાન અમર સોસાયટી, સીએનજી પંપ પાછળ, ચંદ્રપુર ખાતે રાખેલ છે.

ગોંડલ: મચ્છુ કઠિયા લુહાર કિરણભાઈ વજુભાઈ હણસોરા (ઉ.48) તે ઘનશ્યામભાઈ, રાજેશભાઈ, મુકેશભાઈ તથા દિપકભાઈનાં નાનાભાઈ, વિનોદભાઈ સિદ્ધપુરા (રાજકોટ)નાં જમાઈ, હિરેનભાઈ તથા અજયભાઈનાં બનેવીનું તા.ર0ના અવસાન થયું છે. બેસણુ તા.ર3ને સોમવારે લુહારવાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

રાજકોટ: દાઉદી વ્હોરા ફખરૂદીનભાઈ અસગરઅલી ગાંધી (ઉ.84) તે આરીફભાઈ અને સમીરભાઈ ગાંધીના પિતા તથા ઈદ્રીશભાઈ, શોકતભાઈ તથા મરહુમ અસ્માબેન (ગોંડલ) તથા રસીદાબેનના ભાઈ અને હોજફાભાઈ તથા અલીઅસગરભાઈના દાદાનું તા.ર0ના અવસાન થયું છે. જીયારતના સિપારા તા.ર3ને સોમવારે જોહર અસરની નમાઝ બાદ જામનગર રોડ, ગાંધી સોસાયટીના હોલમાં રાખેલ છે.

રાજકોટ: જૂનાગઢવાળા હાલ કેશોદ ઠા. મહેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ કારિયા તે ગીતાબેનના પતિ તથા હેતલબેન વિશાલકુમાર માખેચાના પિતા તથા જગજીવન મોહનલાલ પલાણના જમાઈનું તા.ર0મીએ અવસાન થયું છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.ર3ને સોમવારે સાંજે 4 થી પ વિશાલકુમાર માખેચા, શ્યામલરાજ એપાર્ટમેન્ટ, સી-ર04, શાંતિનગર ગેઈટની અંદર, રૈયાધાર, રાજકોટ ખાતે છે.

રાજકોટ: સ્વ. વિજયકુમાર ખીમજીભાઈ ટાંક તે અંજનાબેનના પતિ, કિશોરભાઈ અને કિરણકુમારના પિતાનું તા.18ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.ર3 ને સોમવારે સવારે 9 થી 10.30 શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક