• શનિવાર, 04 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

કુકસવાડા: લાંગોદ્રા મુકામે રહેતા રવજીભાઈ હીરાભાઈ કળથિયા (ઉં.60) તે ગિરીશભાઈ કળથિયા, નીતિનના પિતાનું અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આ માટે તેમણે શિવમ ચક્ષુદાન-આરેણા પરિવારનો સંપર્ક કર્યો હતો. હરદીપસિંહ જેઠવા દ્વારા સ્વર્ગસ્થના બન્ને ચક્ષુનું કલેક્શન કરાયું હતું. આ ચક્ષુઓ મુનિ સંત બાલાજી આઈ બેન્કને પહોંચાડવામાં આવ્યા હતા.

દેહદાન

પોરબંદર: પોરબંદરના શાંતિલાલભાઈ કોટેચાના પત્ની ગંગાબેન (ઉં.8ર) તે કમલેશભાઈ, નયનભાઈ, પ્રવિણાબેન કક્કડ અને સ્વ.હર્ષાબેન પાંઉના માતાનું તા.ર ના અવસાન થતાં તેમના શરીરનું દેહદાન તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ, ધરમપુર, પોરબંદરના એનેટોમી વિભાગને આપેલ છે. તેમણે પોતાની હયાતિમાં જ પોતાના મૃત્યુ બાદ આ ઉમદા દાન દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દેહદાન માટે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરના ડીન ડો.સુશીલકુમાર અને એનેટોમી વિભાગના વડા અને મેડિકલ કોલેજના એડીશનલ ડીન ડો.મયંકકુમાર જાવિયા, ડો.હાર્દિક જોષી, ડો.અક્ષય પંડયા, કિશન પરમાર, ઉત્સવ વિરાણી વગેરેનો સહયોગ મળ્યો છે.

રાજકોટ: ધોરાજી નિવાસી સ્વ. વસંતલાલ તારાચંદ શાહના પુત્રવધૂ સ્વ. તરુણાબેન (ઉ.74) તે સ્વ. કીર્તિકુમાર વસંતલાલ શાહના પત્ની, નેહલબેન મેહુલકુમાર પારેખ (રાજકોટ), જાનકીબેન રાજેશકુમાર દોશી (રાજકોટ)ના માતા, જામનગર નિવાસી સ્વ. બાબુલાલ ચુનીલાલ શાહના દીકરીનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.4ના સવારે 10 કલાકે શ્રમજીવી દેરાસરના ઉપાશ્રયમાં, 3-શ્રમજીવી સોસાયટી, ઢેબર રોડ, રાજકોટ છે.

અમરેલી: ગુણવંતભાઇ દામોદરભાઇ ઠાકર (ઉ.80) (િનવૃત્ત હેડ પોસ્ટ અને નિવૃત્ત મામલતદાર કલેકટર કચેરી અમરેલી) તે શાંતિલાલ, તનસુખભાઇના ભાઇ, જીતેન્દ્રભાઇ, કેવલના પિતાનું તા.2ના અવસાન થયું ઁ. બેસણું તા.4ના બપોરે 3 થી 6 ધરમનગર, લાઠી રોડ, એસ.ટી. ડિવિઝનની સામે, હોટલ રસથાળના સામેના રોડ ઉપર અમરેલી છે.

રાજકોટ: દિલીપભાઇ દામજીભાઇ પરમાર (ઉ.59) તે નારાયણભાઇ દામજીભાઇ પરમારના મોટા ભાઇનું  તા.3ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6 નાં સાંજે 4 થી 6 શ્રી મોમાઇ કૃપા, કૃષ્ણ સોસાયટી શેરી નં.4, સહકાર સોસાયટી પાસે, રાજકોટ છે.

રાજકોટ: મોહનલાલ દામોદરભાઇ જોશી તે હંસાબેનના પતિ, હરેશભાઇ, હિતેશભાઇ, સુધાબેન, રેણુકાબેન, મીનાબેન તથા વર્ષાબેનના પિતાનું તા.2 ના અવસાન થયું છે. બેસણું તા.4 નાં સાંજે 4 થી 5 જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ચિતલ: પુંજાપાદર નિવાસી હાલ લીલીયા મોટા સવિતાબેન પ્રેમશંકરભાઇ ઠાકર (ઉ.91) તે દિનેશભાઇ, સ્વ. હસુભાઇ, અરવિંદભાઇ ઠાકરના માતાનું તા.3 ના ચૈત્ર સુદ-1 (પડવો)ને અવસાન થયું છે. બેસણું તા.6 ના સાંજે 3 થી 6 દિનેશભાઇ ઠાકરના નિવાસસ્થાને રામકૃષ્ણ સોસાયટી, લીલીયા મોટા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક