• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

રાઘવ ચઢ્ઢાને આપે રાજ્યસભા ઉપનેતા પદેથી હટાવ્યા

નવી દિલ્હી, તા. 2 : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતાના પદેથી હટાવી દીધા છે. જે રાઘવ ચઢ્ઢા માટે મોટો ઝટકો છે. આપે સાંસદ અશોક મિત્તલને ઉચ્ચ સદન રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પસંદ કર્યા છે. આ ઉપરાંત રાઘવ ચઢ્ઢાને સદનમાં બોલવા માટે પણ સમય ફાળવવામાં ન આવે તેવી માગણી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ રાજ્ય સભા સચિવાલયને પત્ર લખીને નિર્ણય અંગે જાણકારી આપી હતી. છેલ્લા અમુક સમયથી રાઘવ ચઢ્ઢા આપ અને તેના મોટા નેતાઓ સંબંધિત મુદ્દે ચુપ રહ્યા હતા અને હવે પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા ઉપનેતા પદેથી રાઘવને હટાવી દીધા છે. જાણકારી અનુસાર આપે રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે સાંસદ રાઘવ ચઢ્ઢાને સદનમાં બોલવા માટે પણ સમય ફાળવવામાં ન આવે.

ઇ-પેપરના નવા શુલ્ક