કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : હવે પોતે નક્કી કરશે અભ્યાસક્રમ
નવી
દિલ્હી, તા. 3 : કેન્દ્ર સરકારે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)ની સલાહ ઉપર રાષ્ટ્રીય
શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી)ને ‘ડીમ્ડ યુનિવર્સિટી’નો દરજ્જો
આપ્યો છે. જેનાથી હવે એનસીઈઆરટીને વિશ્વવિદ્યાલયની જેમ કામ કરવાની આઝાદી મળશે. જો કે
આ સાથે જરૂરી શરતો પણ લાગુ કરવામાં આવી છે.
એનસીઈઆરટીએ
2025માં તમામ શરતો પુરી કરવાનો રિપોર્ટ સરકારને આપ્યો હતો. ત્યાર બાદ યુજીસીની વિશેષજ્ઞ
સમિતિએ રિપોર્ટની તપાસ કરી હતી અને તેને યોગ્ય ઠેરવ્યો હતો. યુજીસી આયોગે જાન્યુઆરી
2026માં પોતાની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બાદમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા
એનસીઈઆરટીને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવાના પ્રસ્તાવને અંતિમ રૂપ આપ્યું છે. એનસીઈઆરટીએ
યુજીસી અધિનિયમ 1956ની ધારા 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી બનવા માટે આવેદન કર્યું હતું.
આ આવેદન યુજીસી પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું હતું. યુજીસીએ આવેદનની તપાસ
કરીને 2023માં અમુક શરતો સાથે લેટર ઓફ ઈન્ટેન્ટ (એલઓઆઈ) જાહેર કર્યું હતું. જેમાં એનસીઈઆરટીને ત્રણ વર્ષમાં તમામ શરતો પુરી કરવા કહેવામાં
આવ્યું હતું.