ચક્ષુદાન
રાજકોટ:
માધવજીભાઈ હરજીભાઈ જસાણીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયુ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન,
ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 859મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતિના કમળાપુર નિવાસી હાલ રાજકોટ ચંદાબેન જાની તે સ્વ.વસંતરાય
બાલાશંકર જાની (બેંક ઓફ બરોડા)ના પત્ની, અર્ચના વિપુલકુમાર જોષી, ધારા કેતનકુમાર વ્યાસ,
વૈશાલી આશીષકુમાર ત્રિવેદીના માતા, પુલકીત, પ્રતિતિ અને હિરવાના નાનીનું તા.20ના અવસાન
થયું છે. બેસણું તા.21ના સાંજે 5 થી 6-30, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી,
સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.
જામનગર:
હાલારી ભાનુશાળી જ્ઞાતિના લક્ષ્મીબેન રમેશભાઈ નાખવા (ઉં.78)નું તા.20ના અવસાન થયું
છે. ઉઠમણું તા.21ના સાંજે 5 થી 5-30 ભાઈઓ તથા બહેનો માટે શ્રીવેજુમા સ્મૃતિ હોલ, પવનચક્કી
પાસે, જામનગર છે.
રાજકોટ:
સ્વ.પ્રદિપભાઈ શિવલાલ રવાણીના પત્ની જાગૃતિબેન તે સ્વ.શિવલાલ વલ્લભજી રવાણીના પુત્રવધૂ,
સ્વ.ઉષાબેન જ્યોતિન્દ્રભાઈ મહેતા, ઈલાબેન બિપીનભાઈ દોમડીયા, રાજેશ્રીબેન અશ્વિનભાઈ
પુંજાણીના ભાભીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21ના સવારે 10-30 થી 11-30, અજંતા-ઈલોરા
એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, જાગનાથ પ્લોટ, શેરી નં.3, રાજકોટ છે.
ઉના:
મોઢ વણિક તેજસભાઈ મહેન્દ્રભાઈ સોલંકી (ઉં.43) તે મહેન્દ્રભાઈના પુત્ર, સાગરભાઈના નાનાભાઈ,
સ્વ.જીતેન્દ્રભાઈ, દિલીપભાઈ તથા કિરીટભાઈના ભત્રીજાનું તા.20ના અવસાન થયું છે. બેસણું
તા.21ના સાંજે 4 થી 6, કેસર બાગ, ટાવર ચોક પાસે, ઉના છે.
રાજકોટ:
જ્યોતિબા ગંભીરસિંહ જાડેજાનું તા.16ના અવસાન થયું છે. બેસણું: તા.21ના સાંજે 5 થી
6-30 મા આશાપુરા નિવાસ, બંસરી પાર્ક શેરી નં. 02, બાપા સીતારામ ચોક પાસે, એન્જલ પાર્ક
મેઇન રોડ, રાજકોટ રાખેલ છે.
રતનપુર
(તા. ઉમરાળા): મૂળરાજસિંહ પ્રભાતસિંહ ગોહિલ (ઉ.87) તે મહોબતસિંહના મોટાભાઇ, સ્વ. જગતસિંહ,
રઘુવીરસિંહ, સ્વ. સાબુભા, સ્વ. કિરીટસિંહ અને દિલુભાના દાદાના દીકરા ભાઇ, બળદેવસિંહના
પિતા, જયપાલસિંહ, ચેતનસિંહ, યોગેન્દ્રસિંહ, સ્વ. મહેશસિંહ, ધર્મેન્દ્રસિંહ, કૃષ્ણદેવસિંહ,
ક્રિપાલસિંહ અને પ્રહલાદસિંહના મોટા બાપુનું
તા.18ના અવસાન થયું છે.
રાજકોટ:
દશા સોરઠિયા વણિક વિસાવદર નિવાસી હાલ રાજકોટ ગુણવંતીબેન ચંદ્રકાંત માંડવીયા (ઉ.83)
તે સ્વ. ચંદ્રકાંત માંડવીયાના પત્ની, પરેશભાઇ, ઇલાબેન કિરીટભાઇ શાહ, રીટાબેન હિતેશભાઇ
પારેખ, હિનાબેન દિપેશભાઇ પારેખના માતા તથા અંકિતાબેનના સાસુ, પ્રભુદાસભાઇના નાના ભાઇના
પત્ની, મનહરલાલભાઇ, રમેશભાઇના ભાભી, સ્વ. ભાનુબેન, હંસાબેનના ભાભી તથા વિનીત, દેવાંશીના
દાદીનું તા.18નાં રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.21નાં બપોરે 4 થી 6 માલવીયા
વાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.
જૂનાગઢ:
સોરઠીયા શ્રીગોડ માળવીય બ્રાહ્મણ સરદારપુર નિવાસી ભાનુમતીબેન ભટ્ટ (ઉ.85) તે સ્વ. ગમનલાલ
ગૌરીશંકર ભટ્ટના પત્ની, સ્વ. નૌતમલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. જયંતીલાલ અને સ્વ. કાંતિલાલના
નાના ભાઇના પત્ની, પ્રાણશંકરભાઇ, શાંતિલાલના
ભાભી, જયેશભાઇ, મીનાક્ષીબેન ભરતભાઇ પુરોહિત (ગોરખ મઢી)ના માતા, સ્વ. મંગળજી જેશંકર
દવે (ભુતડી)ના પુત્રી, મહેશકુમારના બહેનનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.21ના
સાંજે 5 થી 6 કલાકે મુંડીયા સ્વામી મંદિર સત્સંગ હોલ, મધુરમ, ટીંબાવાડી, જૂનાગઢ છે.
જામનગર:
કિરીટભાઇ રતિલાલભાઇ રાજાણી (ઉ.58) તે રતિલાલભાઇના પુત્ર, નિશાબેનના પતિ, સ્વ. અતુલભાઇ,
હિતેનભાઇ, વર્ષાબેન હિતેશભાઇ મોરજરીયા (નૈરોબી), માલતીબેન અશ્વિનભાઇ લાખાણી (લંડન),
લીનાબેન ધીરેનભાઇ ગોકાણી (મુંબઇ)ના ભાઇ, રીમાબેનના પિતા, જમનાદાસ દયાળજીભાઇ તન્ના (વેરાવળ)ના
જમાઇનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.21નાં સાંજે 4 -4-30 લેઉવા પટેલ
સમાજ, રણછોડદાસ આશ્રમ ગેટ-1 સામે, રણજીતનગર જામનગર છે. ભાઇઓ તથા બહેનો માટે છે.
ઉના:
મોઢ વણિક તેજસભાઇ મહેન્દ્રભાઇ સોલંકી (ઉ.43) તે મહેન્દ્રભાઇના પુત્ર, સાગરભાઇના નાના
ભાઇ, સ્વ. જીતેન્દ્રભાઇ, દિલીપભાઇ તથા કિરીટભાઇના ભત્રીજાનું તા.20ના અવસાન થયું છે.
બેસણું તા.21ના સાંજે 4 થી 6 કેસરબાગ, ટાવર ચોક પાસે, ઉના છે.
રાજકોટ:
મુકતાબેન કામેશ્વરભાઇ ભટ્ટ તે કુમારીલભાઇ કે. ભટ્ટ (નિવૃત્ત કર્મચારી, નાગરિક સહકારી
બેન્ક તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ વોર્ડ નં.8), દેવેન્દ્રભાઇ (રોયલ એનફિલ્ડ બુલેટ શો રૂમ),
કલ્પેશભાઇ ભટ્ટ (કર્મચારી, સરસ્વતી શિશુ મંદિર)ના માતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું:
તા.21ના સાંજે 4-30 થી 6-30 સુધી સોમનાથ મહાદેવનું મંદિર, સોજીત્રાનગર, સોજીત્રા ટાંકાની
સામે, રૈયા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
નેકનામ નિવાસી હાલ રાજકોટ સ્વ. કેશુભાઇ મનજીભાઇ જાદવના પુત્ર, સ્વ. ગોપાલભાઇના પત્ની,
હર્ષાબેન (હસુબેન) તે રવિભાઇ અને સુનિલભાઇના માતા, બટુકભાઇ અવચરભાઇ લખતરીયાના દીકરી,
હર્ષદભાઇ (સિવિલ હોસ્પિટલ- મેડિકલ કોલેજ)ના બેનનું તા.19ના અવસાન થયું છે. બેસણું :
તા.21ના સાંજે 4 થી 6 વાણંદ સમાજ વાડી, લક્ષ્મીનગર છે.
ગોંડલ:
શારદાબેન ધીરજભાઇ સોમૈયા તે ભરતભાઇ, સ્વ. હિતેશભાઇના માતા, વરૂણભાઇ અને હેમાંગીબેન
મહેતાના દાદી, સ્વ. વૃંદાવનદાસ જોબનપુત્રાના દીકરી, નીલાબેન ગણાત્રા, જાનકીબેન કક્કડ,
સ્વ. ચંદ્રીકાબેન પાવ, સ્વ. દક્ષાબેન દેવાણીના માતાનું તા.20ના અવસાન થયું છે. બેસણું:
તા.21નાં સાંજે 5 થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, 9/20 ભોજરાજપરા છે.