• ગુરુવાર, 21 મે, 2026

ટોચના સ્થાને રહી પ્લેઓફ પ્રવેશનું ગુજરાત ટાઇટન્સનું લક્ષ્ય

આજે અમદાવાદમાં CSK વિરુદ્ધ આખરી લીગ મેચ

 

અમદાવાદ, તા.20: પ્લેઓફમાં સ્થાન જમાવી ચૂકેલી ટીમ ગુજરાત ટાઇટન્સ તેના અંતિમ લીગ મેચમાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને સીએસકે વિરુદ્ધ વિજયના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. આથી ટોચના બે સ્થાને રહીને પ્લેઓફમાં પહોંચી શકે છે. લીગ રાઉન્ડ પછી ટોચના બે સ્થાન પર રહેનાર ટીમને ફાઇનલમાં પહોંચવા બે તક મળે છે. હાલ ગુજરાત ટાઇટન્સ 16 અંક સાથે બીજા સ્થાને છે જ્યારે આરસીબી 18 અંક સાથે ટોચ પર છે. સનરાઇઝર્સ પણ કવોલીફાય છે અને તેના 16 અંક છે. તે ત્રણ નંબર પર છે. ત્રણેય ટીમના 1-1 મેચ બાકી છે. બીજી તરફ સીએસકેની સફર લગભગ સમાપ્ત થઇ ચૂકી છે. તેના ખાતામાં 13 મેચમાં 6 જીતથી 12 અંક છે અને 6 નંબર પર છે. તેનો પણ એક મેચ બચે છે.

ગુરુવારે રમાનાર મેચમાં સીએસકે સામે ટાઇટન્સ મોટી જીત મેળવશે તો તે આરસીબીના નેટ રન રેટ 1.06પથી પણ આગળ થઇ શકે છે. જો સનરાઇઝર્સ તેના અંતિમ મેચમાં આરસીબીને હાર આપશે તો પહેલા બે સ્થાન માટે નેટ રન રેટ આધાર બનશે. હાલ ગુજરાતનો નેટ રન રેટ 0.400 અને સનરાઇઝર્સનો 0.3પ0 છે.

સીએસકેને તેના પાછલા મેચમાં સનરાઇઝર્સ સામે હાર મળી હતી. આથી તેની પ્લેઓફની આશા લગભગ ખતમ થઇ ચૂકી છે. આથી પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન સીએસકે જીત સાથે સીઝન સમાપ્ત કરવા માગશે. ટાઇટન્સને તેના પાછલા મેચમાં કેકેઆર સામે હાર મળી હતી. તે આખરી લીગ મેચમાં વિજય સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર રહી પ્લેઓફમાં પહોંચવા માગશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક