• ગુરુવાર, 21 મે, 2026

ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં રાજ્યના 36 હજાર મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા

અમદાવાદ, રાજકોટ, તા. 20: ડોક્ટરના પ્રિક્રિપ્શન વિના પણ વેચાતી ઓનલાઇન દવાઓ અને કોર્પોરેટ્સ દ્વારા આપવામાં આવતા ભારે ભરકમ ડિસ્કાઉન્ટના વિરોધમાં સમગ્ર દેશ સહિત આજે ગુજરાતભરમાં પણ મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા. આજની એક દિવસીય હડતાલના પગલે સમગ્ર રાજ્યમાં 36 હજાર મેડીક્લ સ્ટોર્સને તાળા લાગ્યા હતા.

અમદાવાદમાં ટાઉનહોલ ખાતે ગુજરાત ડ્રગીસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિયેશનના સભ્યોએ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે દર્દીઓને તકલીફ ન પડે તે માટે હડતાલ દરમિયાન ઇમર્જન્સી અને હોસ્પિટલ સાથે સંકળાયેલા સ્ટોર્સ ખુલ્લા રહ્યા હતા. ઓનલાઈન દવાઓના વેપારના વિરોધમાં ‘ઓલ ઈન્ડિયા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એઓ.’ દ્વારા દેશવ્યાપી અપાયેલા  બંધના એલાનના સમર્થનમાં ‘ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશને’ પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું હતું. ગેરકાયદે ઇ-ફાર્મસીની કામગીરી પર રોક, 28 ઓગસ્ટ, 2018નું ઋજછ 817(ઊ) નોટિફિકેશન પાછું ખેંચવું, 26 માર્ચ, 2020નું ઋજછ 220(ઊ) નોટિફિકેશન રદ કરવું અને કોર્પોરેટ કંપનીઓની ભારે ડિસ્કાઉન્ટ નીતિ સામે કડક નિયમન લાવવા માગ કરી હતી. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જામનગર, મોરબી, સાવરકુંડલા, અમરેલી, ડોળાસા, જૂનાગઢ, બોટાદ, ધારી, તળાજા, ફલ્લા, સહિતના શહેરોના દવાની દુકાનના વેપારીઓ હડતાલમાં જોડયા હતા અને મેડિકલ સ્ટોર્સ બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક