• ગુરુવાર, 21 મે, 2026

IPLથી વિરાટ કોહલીની સૌથી વધુ 230 કરોડની કમાણી

સૌથી મૂલ્યવાન ફ્રેંચાઇઝી KKRની વેલ્યૂ 19200 કરોડ : હારૂન રિપોર્ટમાં દાવો

નવી દિલ્હી, તા.20: વિરાટ કોહલી આઇપીએલ ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી છે. જયારે કેકેઆર સૌથી મૂલ્યવાન ફ્રેંચાઈઝી છે. ફનેટિક સ્પોર્ટ્સ અને હારૂનના આજે જાહેર થયેલ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીને આઇપીએલના 18 વર્ષ દરમિયાન આરસીબી તરફથી કરાર પેટે 230 કરોડ રૂપિયા ચૂકવાયા છે. આઇપીએલની તમામ 10 ફ્રેંચાઇઝીનું મૂલ્યાંકન 1.63 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એવું પણ અનુમાન કરાયું છે કે આઇપીએલની તમામ ટીમનું વતર્માન મૂલ્યાંકન જે વર્તમાનમાં 1.8 બિલિયન ડોલર છે તે વર્ષ 2032માં 1પ બિલિયન ડોલર સુધી પહોંચી જશે. કેકેઆરનું મૂલ્યાંકન આ રિપોર્ટમાં 19200 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર આઇપીએલમાં કમાણીના મામલે રોહિત શર્મા બીજા નંબર પર છે. તે 227.2 કરોડની કમાણી કરી ચૂકયો છે જ્યારે મહેન્દ્રસિંહ ધોની 200 કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાને છે.

મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના પહેલા સ્થાને છે. તેણીએ ડબ્લ્યૂપીએલમાં અત્યાર સુધીમાં 13.7 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હોકી ઈન્ડિયા લીગમાં  હરમનપ્રિત સિંઘ 78 લાખ રૂપિયા સાથે સૌથી વધુ વેતન મેળવનારો ખેલાડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક