સોશિયલ મીડિયામાં સામે આવી ચોંકાવનારી બાબતો : વ્હાઈટ હાઉસ બહારથી અગાઉ પણ પકડાયો હતો
નવી
દિલ્હી, તા. 24 : વ્હાઈટ હાઉસની બહાર સુરક્ષા ચોકી ઉપર ગોળીબાર કરનારા શખસની ઓળખ સામે
આવી હતી. આરોપીનું નામ નાસિર બેસ્ટ બતાવવામાં આવ્યું હતું. વ્હાઈટ હાઉસ પાસે થયેલા
ગોળીબાદ સુરક્ષા જવાનોએ વળતી કાર્યવાહી કરી હતી જેમાં નાસિર ઘાયલ થયો હતો અને બાદમાં
હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. આરોપીની તસવીરો પણ સામે આવી છે. જ્યારે સોશિયલ
મીડિયામાં નાસિર પોતાને અસલી ઓબામા ગણાવતો હતો. આ પહેલા પણ તે ટ્રમ્પને ધમકીઓ આપી ચૂક્યો
છે.
હુમલો
કરનારા શખસની ઉમર માત્ર 21 વર્ષ હતી. તેને ઘણી વખત વ્હાઈટ હાઉસ નજીકથી અગાઉ પકડવામાં
આવ્યો હતો.
જો
કે તેની પાસે કોઈ હથિયાર ન મળતા છુટી જતો હતો. બાદમાં હવે સામે આવ્યું છે કે તે સોશિયલ
મીડિયા ઉપર ટ્રમ્પને ધમકી આપતો હતો અને પોતાને ઓસામા બિન લાદેન ગણાવતો હતો. નાસિક પોતાને
ઈસુ ખ્રિસ્ત પણ બતાવી ચૂક્યો છે. તેણે એક વખત કોર્ટમાં સોગંદનામું આપીને કહ્યું હતું
કે તે પોતે જ ભગવાન છે અને ધરપકડ થાય તેવું ઈચ્છે છે. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું
કે નાસિર માનસિક રીતે અસ્થિર છે.