• બુધવાર, 03 જૂન, 2026

avshan nodh

ભાવનગરના પત્રકાર કિરણભાઈ ગોહિલના માતુશ્રીનું અવસાન

ભાવનગર: ભાવનગર નિવાસી ડો.વસંતરાય મગનલાલ ગોહિલના પત્ની રોહિણીબેન ગોહિલ (ઉં.81) તે પ્રવિણચંદ્ર ગોહિલ (િનવૃત્ત આર.એમ.એસ), સ્વ.મહેન્દ્રભાઈ ગોહિલ (કલર ક્રિએશન), ડો.અનીલકુમાર ગોહિલ (િનવૃત્ત ડેપ્યુટી હેલ્થ ઓફિસર, મહાનગરપાલિકા), સ્વ.રૂક્ષ્મણીબેન મનસુખલાલ વાઘેલા, સ્વ.જશુમતીબેન નાનજીભાઈ પરમાર (કાંદિવલી, મુંબઈ), સ્વ.શારદાબેન ઈશ્વરલાલ રાઠોડના ભાભી, ધર્મેન્દ્ર ગોહિલ (શો-ટાઈમ ન્યુઝ), કિરણભાઈ ગોહિલ (શો-ટાઈમ ન્યુઝ), ભારતીબેન નૈષધકુમાર માંડલીયા (અમદાવાદ)ના માતુશ્રી, નયનાબેન, સોનલબેન ગોહિલ (એલ.આઈ.સી), નૈષધકુમાર ચંદુલાલ માંડલીયાના સાસુ, ઋત્વી શિવમકુમાર પરમાર, ઉદિત ગોહિલના દાદી, અત્રેયના નાની, અમદાવાદ નિવાસી સ્વ.શાંતિલાલ ભીમજીભાઈ રાઠોડના દીકરી, સ્વ.સુરેશભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ, સ્વ.નયનાબેનના મોટા બહેનનું તા.1ના રોજ અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30, માધવાનંદ આશ્રમ, મુનીડેરી, એરપોર્ટ રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.

 

રાજકોટ: સુશીલાબેન દોશી તે સ્વ.જગદીશચંદ્ર પ્રભાશંકર દોશીના પત્ની, સ્વ.હરકિશનભાઈ દોશીના ભાભી, સ્વ.જીતેન્દ્રભાઈ, વિમલભાઈ, જયેશભાઈના માતુશ્રીનું તા.1 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.4 ને ગુરૂવારે સવારે 10 વાગ્યે અને પ્રાર્થનાસભા સવારે 11 વાગ્યે શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 94/9પ નેમિનાથ સોસાયટી, ગાંધીગ્રામ, આકાશ ડેરી પાસે, નાણાવટી ચોક, 1પ0 ફૂટ રીંડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: જશવંતીબેન વેગડ (ઉં.95) તે સ્વ.અમૃતભાઈ દેવશીભાઈ વેગડના પત્ની તથા સ્વ.સુશીલાબેન લલીતકુમાર અજાગીયા, સ્વ.હસ્મિતાબેન હસમુખભાઈ કાચા, સ્વ.િવનોદભાઈ તથા હિતેશભાઈના માતુશ્રી તથા બિંદીયાબેન હિતેશભાઈ વેગડના સાસુ તથા દર્શિત, મીતના દાદીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 5 થી 7, 301, અલય ટાવર, મહાત્મા ગાંધી સ્કૂલ પાસે, નાનામોવા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર: જામનગર નિવાસી મોઢ વણિક ભૂપતરાય પ્રતાપરાય દેસાઈ (ઉં.85) તે સમીર દેસાઈના પિતા તેમજ નીલકંઠ જતીનભાઈ દેસાઈના મોટાબાપુનું અવસાન થયું છે. ઉઠમણું તા.4ના ગુરૂવારે વૈજનાથ મહાદેવ મંદિર, હવાઈ ચોક, જામનગર સાંજે 5-30 થી 6 ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

રાજકોટ: ઔદિચ્ય ઘેલારામ બ્રાહ્મણ સ્વ.મગનલાલ પોપટલાલ જોષીની પૌત્રી તે બકુલભાઈ અને કંચનબેનની પુત્રી જલ્પા (જાનવી)(ઉં.34) તે ધવલ (એમેઝોન)ની બહેનનું તા.31-5ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 5 થી 6, ઔદિચ્ય ઘેલારામ બ્રાહ્મણ બોર્ડીંગ, જયંત કે.જી.રોડ, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: દેવેન્દ્રભાઈ જાદવજીભાઈ ખંભાયતા (ગુંદાસરાવાળા)(ઉં.86)નું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે વાણીયાવાડી મેઈન રોડ, જલારામ ચોક, પટેલ વાડીમાં સવારે 9 થી 10-30 રાખેલ છે.

રાજકોટ: મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ રાજકોટ નિવાસી રમેશભાઈ રતીલાલ રાજ્યગુરૂ (ઉં.73, નિવૃત્ત વન વિભાગ) તે સરોજબેનના પતિ, પિનાક, જય, જિજ્ઞાશાના પિતા તથા દિનકરભાઈ, સુશીલાબેન, જયાબેન, નિર્મલાબેન, શારદાબેન, જયશ્રીબેનના ભાઈનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 5 થી 6-30, જય સાંઈનાથ મહાદેવ મંદિર, સાંઈબાબા પાર્ક, મહાત્મા ગાંધી સ્કૂલ પાછળ, નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જોડિયા: લોહાણા સમાજના અગ્રણી સ્વ.મુળજીભાઈ ગાંડાલાલ ગણાત્રાના પત્ની તેમજ જીતેન્દ્રભાઈ, ભરતભાઈ તથા કિરણબેનના માતુશ્રી અને સ્વ.જમનાદાસ રાચ્છ તથા સ્વ.કાંતિલાલ રાચ્છના બહેન તેમજ વિવેક અને અક્ષરના દાદીમા વનિતાબેન મુળજીભાઈ ગણાત્રાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 4 થી 5, લોહાણા મહાજન વાડી, જોડિયા ખાતે રાખેલ છે.

પોરબંદર: મગનલાલ માધવજીભાઈ હંસોરા (ઉં.78) તે જેન્તીભાઈ માધવજીભાઈ હંસોરાના નાનાભાઈ તથા જીતેન્દ્રભાઈ તથા કલ્પેશભાઈના કાકાનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું (બેસણું) તા.4ને ગુરૂવારે 4 થી 5, ખાખચોકમાં આવેલ લુહાર જ્ઞાતિની વાડીએ રાખેલ છે.

જસદણ: ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ મુળ જસદણ (હાલ લેસ્ટર લંડન) નિવાસી સ્વ.મુળશંકર ભવાનીશંકર વ્યાસના પૌત્ર અને જનકરાય મુળશંકર વ્યાસના પુત્ર ઋષિકેશ વ્યાસ (ઉં.46) તે મન, હર્ષના પિતા તથા નેહાબેન નિરજકુમાર જોષી (લંડન)ના મોટાભાઈ, તે ઉપેન્દ્રભાઈ મુળશંકર વ્યાસના ભત્રીજા તથા સ્વ.મનુભાઈ રેવાશંકરભાઈ શુક્લ (સ્વ.ચંદનબેન)ના ભાણેજ અને સ્વ.રવીન્દ્રભાઈ ધીરજલાલ જોષી (દામનગર)ના જમાઈ, તે દિપકભાઈ, જાનકીબેન હિતેશકુમાર શુક્લના બનેવીનું તા.31/5ના રોજ લેસ્ટર (લંડન) ખાતે અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે ગાયત્રી મંદિર, લાયબ્રેરી હોલ, જસદણ ખાતે બપોરે 4-30 થી 6 કલાકે રાખેલ છે. શ્વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ડોળાસા: નથુભાઈ હમીરભાઈ બારડના પત્ની હિરૂબેન (ઉં.80) તે નારણભાઈ બારડ (પ્રાથમિક શિક્ષક - ગોંદરાપરા પ્રાથમિક શાળા ડોળાસા), દીપકભાઈ, રામસિંહભાઈ (પીજીવીસીએલ-સાવરકુંડલા)ના માતુશ્રી તેમજ ચિરાગસિંહ એન.બારડ (નાયબ મામલતદાર-પ્રાંત કચેરી ઉના), જયસિંહ આર.બારડ, વિજયસિંહ ડી.બારડના દાદીમાનું તા.2ના રોજ અવસાન થયું છે. બેસણું તા.4ના રોજ નારણભાઈ બારડના નિવાસ સ્થાને, ગોંદરાપરા પ્રાથમિક શાળાની બાજુમાં, ડોળાસા ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક