• બુધવાર, 03 જૂન, 2026

અફઘાનિસ્તાન સામેના ટેસ્ટ માટે નબી અને પ્રિન્સ સહિતના 7 નેટ બોલર તરીકે પસંદ

મુંબઇ તા.2: ભારત અને અફઘાનિસ્તાન ટીમ વચ્ચેનો એકમાત્ર ટેસ્ટ મેચ શનિવારથી ન્યૂ ચંદિગઢમાં શરૂ થશે. આ ટેસ્ટ મેચ માટે આકિબ નબી અને પ્રિંસ યાદવ સહિતના 7 ખેલાડી નેટ બોલર્સ તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ થયા છે. તેઓ ભારતીય ટીમના ખેલાડીઓને તૈયારીમાં મદદ કરશે.

બીસીસીઆઇ દ્રારા જે બોલર્સનો સમાવેશ કરાયો છે તેમાં રણજી ટ્રોફીની પાછલી સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર આકિબ નબી, આઇપીએલ સ્ટાર પ્રિંસ યાદવ, ગુરજનપ્રિત સિંઘ, શિવાંગ કુમાર, સારાંશ જૈન અને જીશાન અંસારી છે. આખરી ત્રણ ખેલાડી સ્પિનર છે. પ્રિંસ યાદવ અફઘાનિસ્તા સામેની વન ડે શ્રેણીમાં ભારતીય ટીમમાં પસંદ થયો છે. આકિબ નબીએ રણજી ટ્રોફીમાં 12.પ6ની એવરેજથી 60 વિકેટ લીધી છે.

ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આ ફકત બીજો ટેસ્ટ રમાશે. પહેલો મુકાબલો 2018માં બેંગ્લુરુમાં રમાયો હતો. જે અફઘાનિસ્તાન ટેસ્ટ ઈતિહાસનો પહેલો મેચ હતો. જેમાં બે દિવસની અંદર ભારતનો એક દાવ અને 262 રન વિજય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક