• સોમવાર, 01 જૂન, 2026

avshan nodh

ગોંડલ: ગોંડલ મુળ મોટા દડવા હાલ ગોંડલ રમાગૌરી અરવિંદભાઇ સુચક (ઉ.78) તે હરેશભાઇ, ભારતીબેન, નિખિલેશભાઇ, રાજુભાઇ (જલારામ)નાં માતા, સ્વ. મોહનલાલ નાનજીભાઇ તન્ના (વડીયા દેવડી વાળા)નાં પુત્રી, સ્વ. દલસુખભાઇ, સ્વ. લલીતભાઇનાં બહેનનું તા.31નાં અવસાન થયું છે. બેસણું તા.1 ના સાંજે 5 થી 6 જલારામ મંદિર, ભોજરાજપરા-9, ગોંડલ છે.

જામનગર: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સરસ્વતીચંદ્ર ગોપાલજી જોશી  (કાકુભાઇ) (ઉ.89) તે રાજેન્દ્ર જોશી (જામનગર), ધર્મેશ જોશી (મુંબઇ), યોગેશ જોશી (મુંબઇ), ચેતના હેમેન્દ્ર મીન (રાજકોટ)નાં પિતા, (િનવૃત્ત મામલતદાર) લલીતચંદ્ર જી. જોશી અને સ્વ. પ્રવિણચંદ્ર જી. જોશી (િજલ્લા પંચાયત)નાં વડીલબંધુ, સાકરલાલ શુકલ (નદીપા)નાં જમાઇ, કરણ, સ્મિત, ઇશીતા, ડોલીનાં દાદાનું તા.30નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.1ના સાંજે 5 થી 5-30 કષ્ટભંજન હનુમાન મંદિર સત્સંગ હોલ, ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે છે.

રાજકોટ: અંજનાબેન યજ્ઞેશચંદ્ર નાણાવટી (ઉ.80) તે આશિષ નાણાવટી અને નાગેશ નાણાવટીના માતા, ઉષ્મા આશિષ નાણાવટી અને તેજલ નાગેશ નાણાવટીના સાસુ, કુશ, બ્રિજેશ અને દિશાના દાદીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.2 નાં સાંજે 5 થી 6 નાગર બોર્ડીગ વિરાણી હાઇસ્કૂલ સામે, રાજકોટ ખાતે છે.

ભાટિયા:  ગાગા નિવાસી સ્વ. ચંદુલાલ તુલસીદાસ મશરૂ (ઉ.68) તે સુધીર, રીટાબેન શૈલેષકુમાર કોટેચાના પિતા, કાંતિલાલ (બુધા મામા), તુલસીદાસ, સ્વ. મોહનલાલ તુલસીદાસના નાનાભાઇનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા બહેનો-બહેનો માટે તા.1ના વાઘેર વાળા વાછરડાડાના મંદિરે, મુ. ગાગા 4-30 થી 5 સસરાપક્ષ, મોસાળ પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: સ્વ. નારણદાસ અમૃતલાલ પડીયાના પુત્ર વસંતભાઇ (ઉ.72) તે જયશ્રીબેનના પતિ, સ્વ. રંજનબેનના નાનાભાઇ, સ્વ. સુરેશભાઇ, કનકબેન ચંદ્રકાન્તભાઇ છાંટબારનાં મોટા ભાઇ, પ્રશાંત તથા ચાંદની ધવલકુમાર ગરાચનાં પિતા, કાવ્યા, જીયાંશના દાદા તેમજ હિંમતલાલ છોટાલાલ ખુડખુડીયા (લીંબડી)નાં (જમાઇ)નું તા.30નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.1નાં સાંજે 5 થી 6 બ્રહ્મક્ષત્રિયની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: પુરણ ઉતમકુમાર વસાવડાનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.1 ને સોમવારે સાંજે 5-30 થી 6-30 હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે, રાજકોટ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક