દેશના મોટા ભાગમાં વાવાઝોડા, તોફાની પવન અને વરસાદની પણ આગાહી
નવી
દિલ્હી, તા. 2 (પીટીઆઈ) : કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 4 જૂનની આસપાસ શરૂ થવાની મંગળવારે
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ધારણા વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂનની
આસપાસ કેરળમાં આવે છે, જે દક્ષિણપશ્ચિમ ચોમાસાની ઋતુ (જૂન-સપ્ટેમ્બર) ની શરૂઆત દર્શાવે
છે. આ સાથે જ દેશના મોટા ભાગોમાં વાવાઝોડા,
વીજળી, તોફાની પવન અને વરસાદની આગાહી કરાઈ હતી.દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી
સમુદ્રના કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળના કેટલાક ભાગો અને તમિલનાડુમાં દક્ષિણ-પશ્ચિમ
ચોમાસુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ હોવાનું આઈએમડીએ દૈનિક આગાહી કરતાં જણાવ્યું
હતું. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ
અને અન્ય ઘણા રાજ્યોમાં વાવાઝોડા ચાલુ રહેવાની આગાહી કરાઈ હતી, જ્યારે કેરળ, તમિલનાડુ
અને ઉત્તરપૂર્વના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી
આઈએમડીએ
જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતમાં લાંબા ગાળાના સરેરાશ (એલપીએ)ના 90 ટકા વરસાદ થવાની
ધારણા છે. દેશના મોટા ભાગોમાં વાવાઝોડા, વીજળી, તોફાની પવન અને વરસાદની આગાહી કરી છે,
જેમાં ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ પ્રદેશોમાં સક્રિય પૂર્વ-ચોમાસાની હવામાન પરિસ્થિતિઓ
અઠવાડિયા દરમિયાન ચાલુ રહેવાની ધારણા છે..
તાજેતરના
દિવસોમાં તીવ્ર ઠંડી બાદ ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં આ અઠવાડિયા દરમિયાન ધીમે ધીમે
4-6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા પણ
દર્શાવાઈ
હતી.