સબાલેંકા અંતિમ-8 રાઉન્ડમાં
પેરિસ
તા.2: રશિયાની 19 વર્ષીય ખેલાડી મીરા એન્ડ્રિવા અને યુક્રેનની 1પમા ક્રમની ખેલાડી માર્તા
કોત્સૂયક ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના સેમિ ફાઇનલમાં
પહોંચી ગયા છે. આઠમા ક્રમની મીરા એન્ડ્રિવાનો કવાર્ટર મેચમાં રોમાનિયાની ખેલાડી સોરેના
ક્રિસ્ટા સામે 6-0 અને 6-3થી વિજય થયો હતો. જયારે માર્તા કોત્સૂયકે હમવતન ખેલાડી 7મા
ક્રમની એલિના સ્વિતોલિનાને 6-3, 2-6 અને 6-2થી હાર આપી સેમિમાં જગ્યા બનાવી હતી.
નંબર
વન બેલારૂસની આર્યના સબાલેંકાનો ચોથા રાઉન્ડમાં ચાર વખતની પૂર્વ ગ્રાંડસ્લેમ વિજેતા
જાપાની ખેલાડી નાઓમી ઓસાકા વિરૂધ્ધ 7-પ અને 6-3થી વિજય થયો હતો અને કવાર્ટર ફાઇનલમાં
જગ્યા બનાવી હતી. જયાં તેનો સામનો ડાયના શ્રાઇડર વિરૂધ્ધ થશે. તેણી અમેરિકી ખેલાડી
મેડિસન કીજને 6-3, 3-6 અને 6-0થી હાર આપી હતી. સબાલેંકાએ જીત બાદ માઇકલ જેકશનની જેમ
મૂન વોક ડાન્સ કર્યોં હતો.
ચોથા
રાઉન્ડના ગઇકાલના અન્ય એક મેચમાં ઓસ્ટ્રિયાની ખેલાડી અનાસ્તાસિયા પોતપોવા સામે રશિયન
ખેલાડી અન્ના કાલ્નિસ્કયાનો ત્રણ સેટની લડત પછી 6-4, 2-6 અને 7-6થી જીત મેળવી ફ્રેંચ
ઓપનમાં પહેલીવાર અંતિમ-8 રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.