મુંબઈ તા.2: પૂર્વ લેગ સ્પિનર સાઇરાજ બહુતુલે અફઘાનિસ્તાન સામે 6 જૂનથી શરૂ થતાં ટેસ્ટ અગાઉ સ્પિન બોલિંગ કોચ તરીકે ટીમ ઇન્ડિયામાં નિયુકિત થઇ છે. પ3 વર્ષીય બહુતુલે સફેદ દડાની ભારતીય ટીમમાં સ્પિન કોચની જવાબદારી સંભાળશે. આઇપીએલમાં તેઓ પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફમાં સામેલ હતા. અગાઉ તેઓ બંગાળની રણજી ટ્રોફી ટીમ અને ઈન્ડિયા એ ટીમના સ્પિન કોચ રહી ચૂકયા છે. 1997માં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય મેચમાં પદાર્પણ કરનાર સાઇરાજ બહુતુલે 2003માં આખરી ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા. તેઓ ફકત બે ટેસ્ટ અને આઠ વન ડે રમ્યા છે. 188 પ્રથમ શ્રેણી ક્રિકેટમાં બહુતુલેના નામે 630 વિકેટ છે. લિસ્ટ એ ક્રિકેટમાં 197 વિકેટ છે. હેડ કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં હાલ ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં સિતાંશુ કોટક, મોર્ને મોર્કલ અને રેયાન ટેન ડેશકાટે અને ટી. દિલીપ છે. હવે તેમાં સાઇરાજ બહુતુલેનો સમાવેશ કરાયો છે.