• રવિવાર, 12 જુલાઈ, 2026

avshan nodh

ચક્ષુદાન-દેહદાન

રાજકોટઃ સુરતમાં ધનબાઇ દેવસીભાઇ ચૌધરીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કરાવેલ છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 878 મું ચક્ષુદાન તથા 71મું દેહદાન થયું છે. ચક્ષુદાન, દેહદાન સુરતનાં પ્રતિનિધિ પ્રફુલ્લભાઇ શિરોયાના સહયોગથી થયું છે.

તળાજામાં ચક્ષુદાન

તળાજાઃ રેડક્રોસ સોસાયટી ભાવનગર સાથે તળાજાના તબીબો સંકલન કરીને દેહદાન અને ચક્ષુદાન સ્વિકારે છે. તળાજા પંથકમાં જ્યાંથી પણ ચક્ષુદાન માટેનો ફોન આવે અહીંના સેવાભાવી ડોક્ટર અને ટીમ દ્વારા સ્વર્ગસ્થના ઘરે જઇને ચક્ષુ મેળવવા માટે સ્થળ પર ઓપરેશન કરીને લેવામાં આવે છે. જે આખો ભાવનગર રેડક્રોસને પહોંચાડાય છે.

મૂળ ટીમાણા વાળા પંડÎ પરિવાર 92 વર્ષીય સોનબાઇબેન દલપતભાઇ પંડÎાનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા ચક્ષુદાન આપવાનો નિર્ણય કરેલ. ડોક્ટર ટીમે સ્થળ પર ઓપરેશન કરીને ચક્ષુદાન મેળવ્યું હતું. ડો. હરેશભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થના પુત્રનું પણ અગાઉ ચક્ષુદાન કરાયું હતું. પરિવાર દ્વારા બીજુ ચક્ષુદાન છે.

રાજકોટઃ મહારાજ ઘેલારામજી જ્ઞાતિના વસંતભાઈ જોશી તે સ્વ.ભાઈશંકરભાઈના પુત્ર, સ્વ.મધુસૂદનભાઈ, પ્રવિણભાઈ, જયશ્રીબેન, મનોરમાબેન, સ્વ.શરદભાઈ તથા યોગેનભાઈના ભાઈનું તા.11 નાં અવસાન થયુ છે. બેસણુ તા.13 નાં સાંજે થી 6 કાશી વિશ્વનાથ મંદિર, કાશી વિશ્વનાથ પ્લોટ, સદર બજાર છે.

મોરબીઃ નિમાબેન ચંદારાણા (.64) તે હરેશકુમાર મોહનલાલ ચંદારણા (જલારામ ઓઈલ મીલ) ના પત્ની, ધવલભાઈ, કૃણાલભાઈ, કિંજલબેન પ્રતિકકુમાર અઢીયાના માતા, વેરાવળ નિવાસી સ્વ.નારણદાસ કેશવજી રૂઘાણીના પુત્રી, સ્વ.ભરતભાઈ, અનિલભાઈ, કિરીટભાઈના બહેનનું તા.9 નાં અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.13 નાં સાંજે 430 થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી છે.

ભેસાણઃ ઔદિચ્ય સહત્ર બ્રાહ્મણ મુકંદભાઈ ભાઈશંકરભાઈ પંડÎ (.80) તે સ્વ.િદનકરરાય, સ્વ.પ્રમોદરાય, જીતેન્દ્રભાઈ, દિવાકરભાઈ, રમાબેનના ભાઈ, યોગેશકુમાર, યજ્ઞેશભાઈ અને તૃપ્તિબેન રાવલના પિતાનું તા.11 ના અવસાન થયુ છે. બેસણુ તા.13 ના બપોરે 3 થી 6 લેઉવા પટેલ સમાજવાડી, ભેસાણ છે.

રાજકોટઃ સ્વ. શાંતિલાલ આંબાલાલ ચાવડાના દિકરા શીરીષભાઈ (ઉં.69) (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક) તે રીટાબેનના પતિ, હિરલ, વેલેન્ટીનાના પિતા, હિતેશભાઈ, હર્ષાબેન પ્રદીપભાઈ ચૌહાણ, વર્ષાબેન મહેશભાઈ વાઘેલા (મુંબઈ), ડોલીબેન આશીષભાઈ સોલંકી (અમદાવાદ) ના ભાઈનું તા.10 ના અવસાન થયુ છે. બેસણુ તા.11 નાં સાંજે 4 થી 6, સી-04, સોપાન લકઝુરિયા, જલારામ ચોક, રૈયા હિલ, રૈયા રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક