• ગુરુવાર, 09 જુલાઈ, 2026

અવસાન નોંધ

રાજકોટ: મંજુલાબેન લગધીર (બારોટ)(ઉં.69) તે અમૃતલાલ ગોવિંદભાઈ લગધીરના પત્ની, ભરતભાઈ, ચેતનાબેન કમલેશકુમાર દેવાયતકા, વર્ષાબેન મુકેશકુમાર રેણુકા, હેતલબેન રાજેશકુમાર દેવાયતકાના માતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4 થી 6, રંગીલા હનુમાન, વિવેકાનંદનગર-14, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે છે.

જૂનાગઢ: વંથલી નિવાસી હાલ જૂનાગઢ ગોરધનભાઈ બેચરભાઈ ભાલોડીયા (ઉં.72)નું તા.8ના અવસાન થયું છે. બેસણું રાજકોટમાં તા.9ના સવારે 8 થી 10, સ્પીડવેલ પાર્ટી પ્લોટ રાજકોટ તથા જૂનાગઢમાં તા.10ના સાંજે 4 થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: રમેશભાઈ વિરજીભાઈ ચૌહાણ (ઉં.76) તે સુરેશભાઈના મોટાભાઈ, નૈમિષભાઈ, આશીષના પિતા, મેહુલના કાકાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.10ના સાંજે 4 થી 6, રાધાકૃષ્ણ મંદિર, વેલનાથ ચોકવાળો રોડ, એરપોર્ટ દિવાલની સામે, ગાંધીગ્રામ, રાજકોટ છે.

રાજકોટ: કુરજીભાઈ રણછોડભાઈ ગડારા (ઉં.60)(ગામ દેપાડિયા)નું અવસાન થયું છે. બેસણું તા.9ના સવારે 8 થી 1, ઉમા ભવન, આલાપ એવન્યુની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

ઉપલેટા: જાદવજીભાઈ કેશવજીભાઈ મારડીયા (રૂપકલા હેર) (ઉં.98) તે સ્વ.પ્રાગજીભાઈ, બટુકભાઈ, વલ્લભભાઈ અને નેમચંદભાઈના મોટાભાઈ, અશ્વિનભાઈના પિતા, અભિષેકભાઈના દાદાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 6, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કોલકી રોડ ખાતે છે.

જામનગર: શ્રી હાલારી ભાનુશાળી ચમનલાલ નાનજીભાઈ કનખરાનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 5 થી 5-30 ભાઈઓ તથા બહેનોનું સાથે શ્રીકુંવરબાઈ જૈન ધર્મશાળા, ન્યૂ જૈલ શ્રોડ, પવનચકી, જામનગર છે.

જામનગર: શૈલેષકુમાર ઉનડકટ (નિવૃત્ત વિકાસ અધિકારી, એલ.આઈ.સી) (ઉં.63) તે સ્વ.મનસુખલાલ ડાયાલાલ ઉનડકટના પુત્ર, વર્ષાબેનના પતિ, ભાવનાબેન રાયઠઠ્ઠાના ભાઈ, સ્વ.પોપટલાલ માનસેતાના જમાઈ, ડો.ધારા, પ્રિયંકા, ધરમના પિતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.9ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.

જામનગર: મુળ ભલસાણના ગુર્જર સુથાર જ્ઞાતિના બીપીનભાઈ રતિલાલ વિશરોલીયા (ઉં.70) તે મનુભાઈ, અશ્વિનભાઈ, હંસાબેન કિશોરભાઈ છનિયારા, ધીરજબેન મહેન્દ્રભાઈ વાલંભીયા, અનીલાબેન અરવિંદભાઈ જાદવાણી, દિનાબેન બીપીનભાઈ બકરાણીયાના ભાઈ, જય, એકતા સુમીતભાઈ ભારદીયા (યુ.કે)ના પિતા, સ્વ.જમનાદાસ પિતામ્બરભાઈ આમરણીયા (રાજકોટ)ના જમાઈનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.

જામનગર: નયનાબેન મહેશભાઈ ભટ્ટ (ઉં.74) તે હિરેનભાઈ, જયદીપભાઈના માતા, કાર્તિક, રાધાના દાદીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના સાંજે 5-30 થી 6, ભાઈઓ-બહેનો માટે ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગર, જામનગર છે.

પોરબંદર: અડવાણાના જયશ્રીબેન કિરીટભાઈ જેઠવા (ઉં.65) તે કિરીટભાઈ માધવજીભાઈ જેઠવાના પત્ની, ભાવિનભાઈના માતાનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના 4 થી 5, અડવાણાની લોહાણા મહાજન વાડી ખાતે છે.

રાજકોટ: જાણીતા સિનિયર એડવોકેટ (આર. એમ. વારોતરિયા) રાજશીભાઈ વારોતરિયાના પત્ની અને એડવોકેટ દિનેશભાઈ, શિલ્પાબેન, પ્રતીક્ષાબેનના માતા, હેમીબેન આર.વારોતરિયાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6, પારસ કોમ્યુનીટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક