ચક્ષુદાન
રાજકોટ: મંદીપભાઇ જગદીશભાઇ દવેનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાવેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 875મું ચક્ષુદાન થયેલું છે. ગુજરાતમાં અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન માટે મો.94285 06011 પર સંપર્ક કરવા જણાવાયું છે.
રાજકોટ: અશોકભાઈ (ઉં.વ.68) તે સ્વ.કાંતિલાલ આણંદજી શાહના પુત્ર, સ્વ. સુરેશભાઈ, સ્વ. જગદીશભાઈ, પ્રમીલાબેનના ભાઈ, પંકજબેનના પતિ, નિરાલીના પિતા, વિશાલભાઈના સસરા, કૌશિકભાઈના મહેતાના જમાઈનું તા.4ને શનિવારે અવસાન થયું છે. ઉઠમણું તા.9ને ગુરૂવારે સવારે 10 વાગ્યે વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ, કોઠારીયા નાકે, રાજકોટ ખાતે છે.
માંગરોળ: ખીમાભાઈ ખેતાભાઈ ગોહેલ (ઉં.વ.59) તે સ્વ.સોમાભાઈ, બાબુભાઈ, પુંજાભાઈ તથા જેઠાભાઈના ભાઈનું તા.5ને રવિવારે અવસાન થયું છે. બૌદ્ધ વિધિ માનખેત્રા ગામે તેઓના નિવાસ સ્થાને તા.9ને ગુરૂવારે છે.
લાંબા: જીવનદાસ લાલજીભાઈ સોનૈયા મુળ લાંબા હાલ મુંબઈ તે સ્વ.છગનલાલ અને સ્વ.હરિદાસના નાનાભાઈ તથા ભાવેશભાઈ અને હિરેનભાઈના પિતા, રમેશભાઈ, નવીનભાઈના કાકાનું તા.5ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તા.7ને મંગળવારે 4 થી 4-30, લાંબા મહાજન વાડીએ ભાઈઓ તથા બહેનોનું સાથે છે.
રાજકોટ: સુરેશભાઈ તે સ્વ.ભનુભાઈ ઘેલાભાઈ જેસડીયા તથા સ્વ.પ્રભાબેનના પુત્ર, રવિભાઈ, માધવીબેનના પિતા, જતીનકુમાર ઢોલરીયાના સસરાનું તા.5ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.9ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન, 2-શક્તિ સોસાયટી, સેટેલાઈટ સ્કૂલ વાળો રોડ, મોરબી રોડ, રાજકોટ ખાતે છે.