રાજકોટ:
પ્રદિપભાઇ શશીકાંતભાઇ પરમાર (ઉ.58) તે સ્વ. શશીકાંતભાઇ એચ. પરમારના પુત્ર, રક્ષાબેનના
પતિ, હર્ષદભાઇ ધીરૂભાઇ પરમાર, સંદિપભાઇ એસ. પરમાર, દિપકભાઇ એસ. પરમારના ભાઇ, નિશાંત
અશોકભાઇ પરમાર, હાર્દિક અશોકભાઇ પરમાર, અશ્વિનભાઇ ભરતભાઇ પરમારના કાકા, ઋષી દિપકભાઇ
પરમારના દાદાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6નાં સાંજે 4 થી 6 ભગવાન ભુવન વાડી,
પંચનાથ પ્લોટ શેરી નં.11, રાજકોટ ખાતે છે.
પોરબંદર:
મૂળરાજભાઇ ભગવાનજીભાઇ કોટેચા (ઉ.80)તે રાજેન્દ્રભાઇના ભાઇ, મનિષાબેન રાજેશભાઇ કાનાબાર,
કાજલબેન મોનિકભાઇ સચદેવના પિતા, સાહિલ, ખુશીના નાનાનું તા.5ના અવસાન થયું છે. બેસણું
તા.6નાં 3-30 થી 4 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભામાં ભાઇ-બહેનોનું સંયુકત
છે.
રાજકોટ:
કલ્પનાબેન ભુપેન્દ્રભાઇ શાહ તે ભુપેન્દ્રભાઇ
બી. શાહના પત્ની, નીરવભાઇ, ઉર્વીબેન દોશીના માતા, ભાવેશભાઇ કીર્તિભાઇ દોશીના સાસુનું
તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સાંજે 4-30 થી 5-30 ગીતા મંદિર, જંકશન પ્લોટ,
રાજકોટ છે.
પોરબંદર:
મૂળ શીલ નિવાસી કોળી સમાજ શ્રેષ્ઠી પોરબંદર સ્થિત જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ (અરજણભાઇ)
રામભાઇ ભરડાના પત્ની બકુલબેન (ઉ.67) તે ધવલભાઇ (પ્રોફેસર), અંજલિબેન (શિક્ષિકા), ડિમ્પલબેન
(શિક્ષિકા)ના માતા, સ્વ. દિનેશભાઇ, પ્રવીણભાઇ (લંડન)ના બેન, ગોવિંદભાઇ, ગોપાલભાઇ, કાંતિભાઇના
નાના ભાઇના પત્ની, પરસોતમભાઇના ભાભી, સ્વ. બાલુભાઇ, મગનલાલના સાળીનું તા.5ના અવસાન
થયું છે. પ્રાર્થના સભા તા.9 નાં 4 થી 5 વાંઝા દરજી જ્ઞાતિ વંડી, છાંયા-ખાંભી રોડ પર
સિગ્મા સ્કૂલ પાછળ, હિંગળાજ મંદિર ચોક ખાતે છે.
પોરબંદર:
કુસુમબેન પ્રેમજીભાઇ અમલાણી (ઉ.78) તે પ્રેમજીભાઇ લક્ષ્મીદાસ અમલાણીના પત્ની, રોહિતભાઇ,
વિપુલભાઇ, મયુરભાઇ, નીતિનભાઇ, બીનાબેન વિનોદભાઇ ચંદારાણાના માતા, શાંતિલાલ, રમણીકલાલ, દિલીપભાઇ, રાજેન્દ્રભાઇના
ભાભીનું તા.5 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6ના 5 થી 5-30 લોહાણા મહાજન વાડીના
પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ: મુળ મોરબીના હાલ રાજકોટ જયંતકુમાર જગજીવનભાઇ કારીયા
(ઉ.79) (રિટાયર્ડ એસ.ટી. વહીવટી અધિકારી), તે સ્વ. જગજીવનભાઇ માવજીભાઇ કારીયાના પુત્ર,
ચંદનબેન જે. કારીયાના પતિ, જીતેનભાઇ (આઇ.ડી.બી.આઇ. બેન્ક) અને મિતાલી જે. કારીયાના
પિતા, વિધિબેન (પાયલબેન)ના સસરા, રમેશભાઇ (રાજકોટ), ભરતભાઇ (મુંબઇ), નીતિનભાઇ (રાજકોટ),
નરેશભાઇ (મોરબી), કુસુમબેન તન્ના અને કાજલબેન ગણાત્રાના મોટાભાઇ, નારાયણદાસ જાદવજીભાઇ
પોપટ (મોરબી)ના જમાઇનું તા.2 ના અવસાન થયું છે.
બેસણું તા.6ના સાંજે 5 થી 6 નવદુર્ગા હોલ, જી.કે. ધોળકિયા સ્કૂલ સામેની શેરી,
પંચાયત ચોક પાસે, યુનિ. રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.ભરતભાઇ પોપટલાલ દતાણીના પત્ની, ગોપાલભાઇના માતા રૂપાબેન (ઉ.70) તે સ્વ. જયંતીલાલ
તથા અશોકભાઇના ભાભી, સ્વ. બાલચંદ્રભાઇ અમૃતલાલ જોબનપુત્રાના બેનનું તા.5 ના રોજ અવસાન
થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.6 ના સાંજે 5 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ
છે.
જૂનાગઢ:
જાનકીદાસ તુલસીદાસ દેવમુરારી (ઉ.67) તે કપિલભાઇ, દર્શનભાઇ તેમજ ઉર્વશીબેન અને હિતાજ્ઞાબેનના
પિતાનું તા.3 ના અવસાન થયું છે. બેસણું તા.6 ના સાંજે 4 થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર,
દીપાંજલિ-2 ટીંબાવાડી, જૂનાગઢ છે.
રાજકોટ:
સ્વ. સોની મનસુખલાલ બેચરભાઇ આડેસરા (વાગુદડ વાળા)ના પુત્ર ભુપતભાઇ (ઉ.70) તે જગદીશભાઇ,
હર્ષદભાઇના મોટાભાઇ, કરણ, રાજ, મીતાબેન, નીતાબેન, પુનમબેન, અમીબેન, દિશાબેનના પિતા,
કાંતિલાલ હિરજીભાઇ રાણપરા (ટંકારા વાળા)ના જમાઇનું તા.5ના અવસાન થયું છે. બંને પક્ષનું
બેસણું તા.6 ના સાંજે 4 થી 5-30 ડ્રીમ સીટી કલબ હાઉસ સોપાન હાઇટ સામે, શાંતિનગર ગેટ
પાસે, રૈયાધાર રાજકોટ છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.