• સોમવાર, 16 નવેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રશ્મિબેન (મીનાબેન) રમેશચંદ્ર બુદ્ધદેવનું અવસાન થતાની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 913મું ચક્ષુદાન થયું છે.

બગસરા: શાત્રી દિનેશભાઇ જગદીશભાઇ ભટ્ટ (ઉ.48) તે રાજુભાઇ ભટ્ટ, શાત્રી હર્ષદભાઇ ભટ્ટના નાનાભાઇ, પ્રદીપભાઇ વ્યાસ (રાજકોટ)ના સાળાનું અવસાન થયું છે. બેસણું તા.19ને ગુરૂવારે 9 થી 5 નાની પીંડાખાઇ ગામે છે.

રાજકોટ: રમિલાબેન તે સ્વ. જીતેન્દ્રભાઇ જીવનલાલ કાનાબાર (માળિયા હાટીના વાળા)ના પત્ની તે રોનિલભાઇ, દિપ્તીબેન પ્રદિપભાઇ મજીઠીયા, શિલ્પાબેન નિલેશભાઇ વિઠલાણી, મેઘાબેન  અર્જુનસિંહ જાડેજાના માતા, નિતાબેનનાં સાસુ, હેતાંશ, સ્તવનનાં દાદી, સ્વ. રસિકભાઇ,  ગીરીશભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. મુકતાબેન કાંતિલાલ ઠક્કરનાં ભાભી, રોનિત, નંદિતી, સ્તુતિ, વંશરાજના નાની, સ્વ. વ્રજલાલ હરીલાલ દશાણી (ધારીવાળા)નાં પુત્રીનું  તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા અને પિયર પક્ષની સાદડી તા.16ના સાંજે 4-30 થી 5-30 યોગીસભા ગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

પોરબંદર: જીવનભાઇ ગોકળદાસ મદલાણી (ઉ.82)  (મદલાણી મંડપ સર્વિસ) તે  અશ્વિનભાઇ, મનીષભાઇ, સંદિપભાઇ, સીમાબેનના પિતા, રીધમ અને તેજના દાદા, આત્માન કોટકના નાનાનું તા.14ના અવસાન થયું છે.

રાજકોટ: સ્વ. રમેશભાઇ પીતામ્બરભાઇ સિસોદીયાના પત્ની ગીતાબેન તે કૌશિકભાઇ  સિસોદીયાના માતા, બાબુભાઇ, રાજેશભાઇના ભાભી, રેખાબેનના સાસુ, મિતાંશના  દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4-30 થી 6 શિવમ પાર્ક-6, ધરમનગર પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. હેમરાજજીભાઈ ત્રીકમજીભાઈ તન્નાના પુત્ર નંદલાલભાઈ (ખીજડીયા) વાળા તે નટવરભાઈના મોટાભાઈ, સંજયભાઈ, અજયભાઈ, પત્નાબેનના પિતા, નિલેશકુમાર ધીરજલાલ કોટકના સસરા, શ્યામ, રાઘવ, મહેકના દાદા, સ્વ.જયંતીલાલ પોપટલાલ ખંઘેડીયાના જમાઈનું તા.14 ના અવસાન થયું છે. બેસણુ, પિયર પક્ષની સાદડી સાથે તા.16 નાં સાંજે 4 થી પ, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: ચંદ્રકાંતભાઈ ગંગાશંકર પંડયા (ઉ.85) (નિવૃત્ત આચાર્યશ્રી) તે હસુમતીબહેનના પતિ, સંજયભાઈ, કૌશિકભાઈના પિતાનું તા.14 ના અવસાન થયું છે. બેસણુ તા.16 નાં સવારે 8:30 થી 10:30 ભક્તિ આશ્રમ મંદિર, કાલાવડ રોડ, એ.જી.ચોક, રાજકોટ ખાતે છે.

રાજકોટ: સ્વ. ભરતભાઇ નાનજીભાઇ વસોયા (ઉ.68) તે મોહનભાઇ, સ્વ. રતીભાઇ, બાબુભાઇ, રમાબેનનાં ભાઇ, દિવ્યેશ, ચેતના, સપના, હેતલ અને વૈશાલીના પિતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16નાં સોમવારે તેમના નિવાસસ્થાને આનંદ એવન્યુ મેઇન રોડ, ઘનશ્યામનગર, શેરી-5, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, ઓવરબ્રીજ પાસે, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક