• સોમવાર, 16 નવેમ્બર, 2026

avshan nodh

ઉપલેટા: ગુર્જર ક્ષત્રિય કડિયા હરેશભાઇ જયંતીભાઇ સોલંકી (ઉ.53) તે મનીષભાઇના નાનાભાઇ, જીલના પિતાનું તા.13ના અવસાન થયેલ છે. બેસણું તા.16ને સોમવારે બપોરે  4 થી 6 ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ, કોર્ટ પાછળ, બાવલા ચોક, ઉપલેટા ખાતે છે.

રાજકોટ: વરીયાવંશ પ્રજાપતિ સ્વ. પ્રવિણભાઇ શામજીભાઇ વરીયા (નળીયાપરા)ના  પત્ની જયાબેન પ્રવિણભાઇ વરીયા (નળીયાપરા) તે દેવેન્દ્રભાઇ, પરેશભાઇ, દિપાલીબેન લાઠીયાના માતા, રસ્મીતાબેન, રાજેશભાઇ લાઠીયાના સાસુ, શ્રુતિબેનના દાદીનું તા.13ના અવસાન થયેલ છે. બેસણું તા.16ને સોમવારે સાંજે 4 થી 6 રામ મંદિર હોલ, રામનગર શેરી નં.2, પી.ડી.માલવીયા ફાટક સામે, ગોંડલ રોડ, રાજકોટ

ખાતે છે.

રાજકોટ: ચારૂબેન નલીનચંદ્ર પંડયા તે ડો. નલીનચંદ્ર ત્રંબકલાલ પંડયાના પત્ની, ડો. પરેશભાઇ એન. પંડયા (સિનર્જી હોસ્પિટલ)ના માતાનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.16ને સોમવારે સાંજે 4 થી 6 નૂતનનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.

જૂનાગઢ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ઇન્દુમતીબેન ત્રિવેદી (ઉ.88) તે કનૈયાલાલ નંદલાલ ત્રિવેદી (કે.એન. બ્રધર્સ)ના પત્ની, સ્વ. પંકજભાઇ, જયેશભાઇ, રતનભાઇ, હેમાંશુભાઇ, શૈલેષભાઇ, યજ્ઞેશભાઇના માતાનું તા.15ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.16ના સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે.

સાવરકુંડલા: લાલજીભાઇ નાનજીભાઇ વાઘેલા (ઉ.60) તે હરેશભાઇ, ઘનશ્યામભાઇના પિતાનું તા.11ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા.16ને સોમવારે બપોરે 3 થી 6 કલાકે, નિવાસસ્થાન ફ્રેન્ડ સોસાયટી, ઇન્દિરા વસાહત, સાવરકુંડલા ખાતે છે.

સાવરકુંડલા: કલ્પેશકુમાર રજનિભાઇ કવા (ઉ.46) (હાલ કોડીનાર) તે ઓધવજીભાઇ દેવજીભાઇ રાઠોડ (લીખાળાવાળા)ના જમાઇ, મનસુખભાઇ, ભરતભાઇના બનેવીનું તા.13ને શુક્રવારે અવસાન થયેલ છે. સાદડી તા.16ને સોમવારે સાંજે 4 થી 6 લુહાર જ્ઞાતિ વાડી, બેંક ઓફ બરોડવાળો ખાંચો, સાવરકુંડલા ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક