પી
ડી માલવિયા કોલેજના પૂર્વ આચાર્ય, શિક્ષણવિદ્ રતુભાઈ શિંગાળાનું નિધન
પી
ડી માલવિયા કોલેજમાં 25 વર્ષ આચાર્ય તરીકે સેવા આપી, જૂનાગઢ ગીરનાર આશ્રમ તથા લોહાણા
સમાજની અનેક સંસ્થામાં ટ્રસ્ટી હતા
રાજકોટ,
તા. 9: વિક્રમ સંવત 2083નો સૂર્યદય થાય તે પહેલા જ સૌરાષ્ટ્રના શિક્ષણજગતના સૂર્યનો
અસ્ત થયો છે. રાજકોટની પી ડી માલવિયા કોલેજના પૂર્વ આચાર્ય રતુભાઈ શિંગાળાનું 85 વર્ષની
વયે આજે તારીખ 9 નવેમ્બરના રોજ નિધન થયું છે.
વિદ્યાર્થીઓમાં
અને શિક્ષણ જગતમાં ‘િશંગાળા સાહેબ’ તરીકે ઓળખાતા રતુભાઈ શિંગાળાએ રાજકોટમાં ગોંડલ રોડ
પર આવેલી પી ડી માલવિયા કેલેજના આચાર્ય તરીકે વર્ષ 1978થી 2003 સુધી રપ વર્ષ સેવા આપી
હતી. એ પહેલા તેઓ અન્ય કોલેજમાં બે વર્ષ આચાર્ય પદે રહ્યા હતા. પી ડી માલવિયા કોલેજને
સૌરાષ્ટ્રમાં ખ્યાતનામ અને મુઠ્ઠી ઉંચેરી બનાવવામાં શિંગાળા સાહેબનો બહુમુલ્ય ફાળો
રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કન્યા અને કુમારોનું સહશિક્ષણ એક પડકારજનક હતું અને
પરિવારને કન્યાઓને કોલેજમાં અભ્યાસ માટે મોકલવાની ચિંતા રહેતી ત્યારે પી ડી માલવિયા
કોલેજમાં શિંગાળા સાહેબની વહીવટી કુશળતા અને આગવી શૈલીને કારણે કન્યાઓ નિર્ભય થઈને
અભ્યાસ કરવા આવતી હતી.
આ ઉપરાંત
પરીક્ષામાં ચોરી-ગેરરીતિની ઘટનાઓ ડામી વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સંયમ તથા સંસ્કારના મૂલ્યોનું સિંચન કરીને
આ કોલેજના અસંખ્ય વિદ્યાર્થીઓને તેમણે સમાજ અને સરકારમાં સારા પદ-પ્રતિષ્ઠા અપાવવામાં
માર્ગદર્શકની ભૂમિકા ભજવી છે.
પી
ડી માલવિયા કોલેજમાંથી વય મર્યાદાને લીધે નિવૃત્ત થયા બાદ પણ તેમની પાસે અભ્યાસ કરેલા
હજારો વિદ્યાર્થીઓ છેવટ સુધી તેમના સંપર્કમાં હતા. તેમના ઘરના દરવાજા હંમેશા માટે વિદ્યાર્થીઓ
માટે ખુલ્લા રહેતા.
શિંગાળા
સાહેબ ‘ફૂલછાબ’ અખબારના કોલમિસ્ટ હતા, તેમના લેખ અન્ય અખબારોમાં પણ પ્રસિધ્ધ થયા છે.
આ ઉપરાંત તેઓએ જૂનાગઢ સ્થિત ગિરનાર સાધના આશ્રમના ટ્રસ્ટી તરીકે સુદીર્ઘકાળ સુધી સેવા
આપી છે. તદુપરાંત રાજકોટમાં લોહાણા યુવક મંડળ, લોહાણા બોર્ડિંગ સહિત લોહાણા સમાજની
અનેક સંસ્થામાં ટ્રસ્ટી રહ્યા હતા.
સ્વ.
રતુભાઈના પત્નીનું અવસાન વર્ષ 2016માં થયું હતું. તેઓ પોતાની પાછળ પુત્રી ગાર્ગી બહેન
અને પુત્ર પૂર્વેશભાઈ સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
સ્વ.
રતુભાઈના પુત્ર પૂર્વેશભાઈએ ‘ફૂલછાબ’ને જણાવ્યું હતું કે, શિંગાળા સાહેબને એકાદ મહિનાથી
સ્વાસ્થય સંબંધિત સમસ્યા હતી. તેમને એક મહિનો હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને અઠવાડીયા
પહેલા રજા અપાતા ઘરે સારવાર ચાલતી હતી. તેમને ઓક્સિજનની સમસ્યા થતા આજે સવારે ઘરે જ
અંતિમ શ્વાસ લીધા હતા. શિંગાળા સાહેબની પુત્રી ગાર્ગી હાલ અમેરિકા છે, તેઓ રાજકોટ આવ્યા
પછી અંતિમક્રિયા અને બેસણાની વિગતો સામે આવશે.
કચ્છમિત્ર
અખબારના મયુર હાલાણીના માતૃશ્રીનું અવસાન
ભચાઉ:
શાન્તાબેન (ઉં.86) તે સણવા અ.ની.ઠા.કરશનદાસ પાનાચંદ હાલાણી (નિવૃત્ત આચાર્ય)ના પત્ની,
મનસુખભાઈ, અ.ની.ઘનશ્યામભાઈ (ગાંધીધામ), કમલેશ, દિલીપ ને મયુર (કચ્છમિત્ર), ઉર્મિલાબેન
(ભુજ), કમળાબેન (ગાંધીધામ), જ્યોતિબેન (ભુજ), હર્ષાબેન (ભુજ) તથા અ.ની.મીનાક્ષીના માતા,
ભાવનાબેન, ગ.સ્વ.ઉર્મિલાબેન, રશીલાબેન, વૈશાલીબેન (ભુજ) તથા ઠા.રમણીકલાલ અમીચંદ કોટક
(આડેસર), ઠા.સુરેશકુમાર લવજીભાઈ પુજારા (ભાભર), ઠા.પ્રદિપકુમાર પ્રેમજીભાઈ નાથાણી (મુળ
કટારીયા) અને ઠા.જયેશકુમાર મુળજીભાઈ પલણ (અંજાર)ના સાસુ, અ.ની.ભચીબેન છગનલાલ પૂજારા
(ભચાઉ) તથા અ.ની.વાઘજીભાઈ રાઘવજીભાઈ પાદરાઈ ચોબારીના બહેન, અ.ની.કાનુમાં રાઘવજી ગાંગજી
પાદરાઈની પુત્રી, અ.ની.ભચીબેન ગોપાલજી પૂજારા (ભુજ)ના ભાભી, ભચાઉના અ.ની.છગનલાલ ગોપાલજી
પૂજારાના સાળી, અ.ની.પ્રભુલાલ, અ.ની.મણીલાલ, ઠાકરશીભાઈ, ચંદુલાલ, હર્ષદભાઈ, વિનોદભાઈ,
રાજેશભાઈ અને ઠક્કર હેમલતાબેન મનસુખલાલ પોપટ તથા હંસાબેન ચંદ્રકાંત નાથાણી (મુળ કટારીયા
હાલ મુંબઈ)ના માસી, અ.ની.પ્રસન્ન, વિજય, ઉન્નતિબેન પીનલભાઈ રેહાણી (મુળ કંથકોટ હાલ
આણંદ)નું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 4-30 થી 5-30, લોહાણા મહાજન
વાડી, ભચાઉ ખાતે (બંને પક્ષની), પ્રાર્થનાસભા સુધી લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
રમાબેન ગજ્જર (ઉં.83) તે સ્વ.શિવલાલભાઈ જુગતરામના પત્ની, હરેશભાઈ, ભાવનાબેન દિલીપકુમાર
વીસાવડિયા, દીનાબેન વિજયકુમાર શિનરોજા અને રેણુકાબેન પરેશકુમાર વઘાડિયાના માતા, સોનલબેનના
સાસુ, હર્ષ અને જયના દાદી, રાજુભાઈ, કલ્પેશભાઈ, રૂપેશભાઈ, પિન્ટુભાઈના ભાભુ, પ્રભુભાઈ
અને જયસુખભાઈ બકરાણીયા (જામનગર) ના બહેનનું તા.8 ના અવસાન થયું છે. બેસણુ (સાદડી) તા.1ર
ને ગુરૂવારે સાંજે 4:30 થી 6 રાષ્ટ્રીય શાળા, ડો.યાજ્ઞિક રોડ, વિદ્યાનગર, રાજકોટ ખાતે
છે.
ચલાલા:
અમરેલી રઘુવીર સેનાના યુવા અગ્રણી જીગ્નેશભાઈ મનસુખભાઈ પોપટ (ઉં.50) તે સંજયભાઈના નાનાભાઈનું
અવસાન થયું છે.