અમદાવાદ, તા.10 : રાજ્યવ્યાપી
જીએસટી કૌભાંડમાં પત્રકાર સહિત પાંચ શખસને 10 દિવસના રીમાન્ડ પર લીધા બાદ અનેક ચોંકાવનારી
વિગતો પ્રકાશમાં આવી હતી અને રાજુલના એક મજૂરના ડોક્યુમેન્ટના આધારે ભાવનગરના શખસે
બે બોગસ કંપની બનાવી કૌભાંડ આચર્યાનું ખૂલ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, જીએસટી
કૌભાંડમાં પોલીસે પત્રકાર મહેશ લાંગા, ભાવનગરના અબ્દુલ કાદર અને એજાજ માલદાર સહિત પાંચ
શખસની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ પર લીધા હતા. પોલીસે અમદાવાદનાં જોધપુર ગામ વિસ્તારમાં
પેઢી ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીગર શાહની પણ પૂછતાછ કરી હતી તેમજ ધારસભ્ય ભગા બારડના
પુત્ર અજય બારડની પૂછતાછ કરવામાં આવી હતી.
પોલીસની વધુ તપાસમાં ભાવનગરના
અબ્દુલ કાદરે ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની અને અનય એક બોગસ કંપની બનાવી હતી. જેમાં અબ્દુલ
કાદરે રાજુલાની એક કંપનીમાં મજૂરીકામ કરતા હરેશ મકવાણા નામના વ્યક્તિનો સંપર્ક કરી
હરેશ મકવાણાના ડુપ્લિકેટ આધાર કાર્ડ, પાન કાર્ડ, બનાવી એક મોબાઇલ સીમકાર્ડ ખરીદ્યંy
હતું અને તમામ ડોક્યુમેન્ટ દ્વારા જીએસટી પોર્ટલમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની
બનાવી હતી. પોલીસે એક ડઝનથી વધુ કંપનીઓના ભાગીદારોને નોટિસ મોકલી પૂછતાછ અર્થે બોલાવવામાં
આવ્યા છે.