• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

સૂત્રાપાડામાં બનતી જેટીમાં બેદરકારીની લેખિતમાં ફરિયાદ ગોચરની જમીન ઉપર મિક્સચર પ્લાન્ટ ઉભો કરાયો છે

સૂત્રાપાડા, તા. 11: ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા શહેરમા ફિશરીશ હારવેસ્ટિંગ માટે જેટીનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેટી બનાવવાનું કામ ઇરોડ સ્થિત શ્રી પથી એસોશિએટ પ્રા. લી નામની કંપનીને આપવામાં આવ્યું છે. તે કંપની દ્વારા કાયદાને નેવે મૂકી ખુબ ગેર-રીતિ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતવાર વાત કરીએ તો શ્રી પથી એસોશિએટ પ્રા. લી દ્વારા જેટીમાં વાપરાતુ મટીરિયલ જે માઇન્સમાંથી મગાવવામાં આવી રહ્યું હોઈ તે ઓવર લાડિંગ વાહનો મગાવવામાં આવતા હોવાની લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ શ્રી પથી એસોશિએટ પ્રા. લી દ્વારા ગોચરની જમીન ઉપર કર્સર પ્લાન્ટ અને ઓફિસો ઉભી કરવામા આવી છે. તે જમીન ના સર્વે નંબર 2168/3/પે1 હોઈ જેનુ શેત્રફળ 50 ગુંઠા જેવું રેવેન્યુ રેકોર્ડિંગ ઉપર દર્શાવેલ છે. જે બાબતની ગત તા. 9ના રોજ કલેક્ટર ગીર-સોમનાથને લેન્ડિંગ ગ્રેબિંગના કાયદા મુજબ અરજી કરવામા આવી વધુ બેદરકારીમા કંપની દ્વારા સુત્રાપાડા નગરપાલિકા પાસેથી કોઈ પણ જાતની બાંધકામ અને ફાયરની પરવાનગી મેળવી ના હોઈ જે બાબતની ચીફ ઓફિસર સુત્રાપાડાને ફરિયાદ કરવામા આવી હતી. વધુમા ગોચરની જમીન ઉપર ઉભું કરવામાં આવેલા પ્લાન્ટમા ગેરકાયદે વીજ  વપરાશની સૂત્રાપાડા ખાતે ફરિયાદ કરવામા આવી હતી. આમ ખનીજ,

ઓવર લાડિંગ, લેન્ડિંગ ગ્રાબિંગ, ફાયર અને વીજ કનેક્સન જેવી અનેક બેદરકારીની સૂત્રાપાડાના સામાજિક કાર્યકર ચેતન બારડ દ્વારા અલગ-અલગ વિભાગોમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક