ટ્રેનની અંદર શખસે અશ્લીલ હરકત
કર્યા બાદ મુસાફરો વિફર્યા : 6ની અટકાયત
સુરત, તા.10: સુરત રેલવે સ્ટેશન
પરથી મુંબઈ તરફ જતી અજમેર-દાદર ટ્રેન સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઉભી રહેતા
મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવતા અંદરથી બે યુવકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો
ત્યારે અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઈનકાર કરતા મામલો ગરમાતા એક યુવકે અશ્લીલ
હરકત કરતા મુસાફરો હોબાળો મચાવી ટ્રેનનો દરવાજો ખોલાવવા માટે મુસાફરોએ ટ્રેનમાં તોડફોડ
કરી હતી. બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. અજમેરથી મુંબઈ તરફ જઈ રહેલી
અજમેર-દાદર ટ્રેન સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર ઉભી રહી હતી ત્યાં જ મુસાફરો
જનરલ કોચમાં બેસવા માટે દોડયા હતા પરંતુ કોચમાં બેસેલા મુસાફરોએ અંદરથી દરવાજો બંધ
કરી દીધો હતો. પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોએ દરવાજો ખોલવાનું કહેતા બે યુવકે દરવાજો
ખોલવા પ્રયાસ કર્યો હતો. જો કે, અન્ય મુસાફરોએ તેમનો વિરોધ કરીને દરવાજો ખોલવા ઈનકાર
કરતા મામલો ગરમાયો હતો.