• સોમવાર, 16 માર્ચ, 2026

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આઈપીએલના શેડયૂલ પર સંકટ

નવી દિલ્હી તા.1પ: આઇપીએલના શરૂઆતના 20 મેચનું શેડયૂલ તાજેતરમાં જ બીસીસીઆઇએ જાહેર કર્યું છે. હવે આજે પાંચ રાજયની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. આથી આઇપીએલના શેડયૂલ પર સંકટ સર્જાયું છે. બીસીસીઆઇએ આઇપીએલના સમય પત્રકમાં લગભગ ફેરફાર કરવો પડશે.

આસામમાં 9 એપ્રિલે મતદાન થવાનું છે. આઇપીએલના શેડયૂલ અનુસાર ગુવાહાટીમાં 7 એપ્રિલે મેચ છે. આ ઉપરાંત ગુવાહાટી રાજસ્થાન રોયલ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ જાહેર થયું છે. રાજસ્થાન રોયલ્સ ટીમ અહીં 3 મેચ રમવાની છે. જે 30 માર્ચ, 7 એપ્રિલ અને 10 એપ્રિલે અનુક્રમે સીએસકે, એમઆઇ અને આરસીબી વિરૂધ્ધ છે. 9 એપ્રિલે આસામમાં ચૂંટણી હોવાથી આઇપીએલના સમય પત્રકમાં ફેરફાર થઇ શકે છે. ખાસ કરીને 7 અને 10 એપ્રિલના મેચ પર. જે સાંજે 7-30થી શરૂ થવાના છે. ચૂંટણીને લીધે સ્થાનિક પોલીસ સુરક્ષા બંદોબસ્ત આપી શકતી નથી. જો કે આ મામલે બીસીસીઆઇ તરફથી હજુ સુધી કોઇ સંકેત બહાર આવ્યો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક