સલમાન આગાની સદી એળે: બાંગલાદેશના 5 વિકેટે 290 રનના જવાબમાં પાકિસ્તાનના 279
ઢાકા
તા.1પ: છેલ્લા ઓવર સુધીની રસાકસી પછી પાકિસ્તાન સામેના ત્રીજા અને અંતિમ વન ડે મેચમાં
બાંગલાદેશનો 11 રને રોમાંચક વિજય થયો હતો. બાંગલાદેશના પ વિકેટે 290 રનના જવાબમાં પાક.
ટીમ 279 રને ઓલઆઉટ થઇ હતી. આથી બાંગલાદેશ ટીમનો 3 મેચની શ્રેણીમાં 2-1થી શાનદાર વિજય
થયો હતો.
આજના
મેચમાં આખરી ઓવરમાં બાંગલાદેશ ટીમે 14 રનનો આબાદ બચાવ કર્યોં હતો. પાક. કપ્તાન શાહિન
અફ્રિદી મેચના અંતિમ દડે 37 રને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી સલમાન આગાની સદી એળે
ગઇ હતી. તેણે 109 દડામાં 10પ રનની ઇનિંગ રમી હતી. આ સિવાય અબ્દુલ સમદે 34, શાન મસૂદે
38 અને નવોદિત બેટર ગાઝી ઘોરીએ 29 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી તસકીન અહમદે 4 અને
મુસ્તાફિઝુરે 3 વિકેટ લીધી હતી.
અગાઉ
પાક. કપ્તાન શાહિન શાહ અફ્રિદીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જેનો ફાયદો બાંગલાદેશને
મળ્યો હતો. ઓપનર તંજિદ હસનની શાનદાર સદીથી બાંગલાદેશના પ0 ઓવરમાં પ વિકેટે 290 રન થયા
હતા. તંજિદ હસને 107 દડામાં 6 ચોક્કા અને 7 છક્કાથી 107 રનની આકર્ષક ઈનિંગ રમી હતી.
તેના અને સૈફ હસન વચ્ચે પહેલી વિકેટમાં 10પ રનની ભાગીદારી થઇ હતી. સૈફ હસને 36 રન કર્યાં
હતા.
સારી
શરૂઆત પછી બાંગલાદેશના મીડલઓર્ડર બેટર નઝમુલ શાંતોએ 27, વિકેટકીપર લિટન દાસે 41 અને
તૌહિન હ્યદયે 48 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી અનુભવી ઝડપી બોલર હારિસ
રઉફે 3 વિકેટ લીધી હતી. અફ્રિદી અને અબરારને 1-1 વિકેટ મળી હતી.