• સોમવાર, 16 માર્ચ, 2026

અલ્કરાજના 16 મેચના વિજય અભિયાનને થંભાવી મેદવેદેવ ફાઇનલમાં

ઇન્ડિયન વેલ્સના ફાઇનલમાં સિનર સામે ટક્કર થશે

કેલિફોર્નિયા, તા.1પ : વર્લ્ડ નંબર વન સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કરાજના 16 મેચના વિજય અભિયાનને થંભાવીને રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવ ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો છે. સેમિ ફાઇનલમાં મેદવેદેવનો અલ્કારજ વિરુદ્ધ 6-3 અને 7-6થી વિજય થયો હતો. ફાઇનલમાં તેની ટક્કર વિશ્વ નંબર બે ઇટાલીના ખેલાડી યાનિક સિનર સામે થશે. તેનો સેમિ ફાઇનલમાં જર્મન ખેલાડી એલેક્ઝાંડર ઝેવરેવ વિરુદ્ધ 6-2 અને 6-4થી આસાન વિજય થયો હતો.

મહિલા સિંગલ્સના ફાઇનલમાં નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકા અને કઝાકિસ્તાનની એલિના રાયબાકિના વચ્ચે ટક્કર થશે. સબાલેંકાનો સેમિ ફાઇનલમાં ઝેક ગણરાજ્યની ખેલાડી લિંડા નોસ્કોવા સામે 6-3 અને 6-4થી વિજય થયો હતો જ્યારે રાયબાકિનાએ યૂક્રેનની ખેલાડી એલિના સ્વિતોલિનાને રસાકસી પછી 7-પ અને 6-4થી હાર આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક